CIA ALERT

ક્રાઇમ Archives - Page 35 of 38 - CIA Live

September 5, 2018
hyderabad_twin_blasts.jpg
1min11100

હૈદરાબાદના બે અલગ-અગલ વિસ્તારમા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચી ગઇ હતી. એક બોમ્બ વિસ્ફોટ ગોકુલ ચાટ વિસ્તાર અને અન્ય વિસ્ફોટ લુંબીની પાર્કમાં થયો હતો.

હૈદરાબાદમાં 25 ઓગસ્ટ 2007માં થયેલા બે વિસ્ફોટ કેસમાં એનઆઇએની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં અનિક શફિક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષી ગણાવ્યા છે જ્યારે બે આરોપીઓને નિર્દોષ મુક્ત કરાયા છે. આ કેસના પાંચ આરોપીઓ પૈકી એક ફરાર છે જેની સુનાવણી તેમજ બે દોષીતોને સજાની સુનાવણી સોમવારે કરાશે.

આ હુમલો 25 ઓગસ્ટ 2007ના રોજ હૈદરાબાદના લુમ્બિની પાર્ક અને ગોકુલ ચાટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બોમ્બ વિસ્ફોટના આ કેસને ચાલુ વર્ષે જૂન મહિનામાં નામપલ્લી કોર્ટમાંથી કરી ચેરલાપલ્લી મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જજ શ્રીનિવાસ રાવે 7 ઓગસ્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપવા માટે 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. જોકે, આ દિવસે ચુકાદો આવ્યો નહોતો. આ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોએ 25 ઓગસ્ટે આની 11મી વરસી મનાવી હતી. આ ઘટનાની તપાસ તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજેન્સ(સીઆઇ)એ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

 

September 3, 2018
mehul-choksi-in-house.jpg
1min5380

હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસી અને તેમનાં નામ સાથે સંકળાયેલી તેમ જ ઍનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરવામાં આવેલી રૂ.૧,૨૧૦ કરોડનાં મૂલ્યની મિલકત મની લૉન્ડરિંગની હોવાનું પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના અધિકારીએ જણાવ્યું હતું અને એ તમામ મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈસ્થિત પંજાબ નેશનલ બૅંક સાથે કરવામાં આવેલી અંદાજે રૂ.૧૪૦૦૦ કરોડની છેતરપિંડીને મામલે પીએમએલએ અંતર્ગત આ વર્ષના ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના નાશિક, નાગપુર અને પનવેલ તેમ જ તમિળનાડુના વિલુપુરમ ખાતે આવેલી કુલ ૨૩૧ એકર જમીન, અલીબાગમાં આવેલું ચાર એકર વિસ્તારમાં ફેલાયેલું ફાર્મહાઉસ, કોલકતામાં આવેલો એક મૉલ, મુંબઈમાં ૧૫ ફ્લેટ તેમ જ ૧૭ ઑફિસ કેન્દ્રીય તપાસ એજન્સીએ ટાંચમાં લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

ઇડી દ્વારા દાકલ કરવામાં આવેલી મૂળ ફરિયાદની બાબતોને ધ્યાન પર લેતાં જપ્ત કરવામાં આવેલી મોટાભાગની સ્થાવર મિલકતો મનીલૉન્ડરિંગની હોવાનું જણાઈ રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એટલે જ હું આ તમામ મિલકત જપ્ત કરવાનો અને એ અંગેની પ્રક્રિયા ચાલુ રાખવાનો આદેશ આપું છું, એમ તેમણે કહ્યું હતું

September 1, 2018
ssc.jpg
1min8880

વર્ષ ૨૦૧૭ની સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની સહિયારી સ્નાતક સ્તરની પરીક્ષાના પરિણામોની ઘોષણા કરવા પર તેમ જ ૨૦૧૭ની સહિયારી સિનિયર સેક્ધડરી સ્તરની પરીક્ષા આડે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્ટે આપતાં કહ્યું હતું કે પરીક્ષા અને આખેઆખી સિસ્ટમ કલંકિત છે.

૩૧મી ઑગસ્ટે ચુકાદો દેતાં અદાલતે કહ્યું હતું કે અમે લોકોને એસએસસી પરીક્ષાના કૌભાંડમાંથી લાભ લઈને નોકરી મેળવવાની મંજૂરી આપી શકીએ એમ નથી, એમ અદાલતે ઉમેર્યું હતું.

ફેબ્રુઆરીમાં યોજાયેલી એસએસસીની પરીક્ષામાં કંઈ કેટલીય ગેરરીતીઓ આચરવામાં આવી હતી. પ્રશ્ર્નપત્રો લીક થઈ ગયા હતા એવા આક્ષેપો પણ થયા હતા. મોટે પાયે ચીટીંગ કરાયું હોવાના આક્ષેપો પણ થયા હતા. આથી મોટે પાયે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં આ મામલે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)ની તપાસનો આદેશ આપ્યો હતો. પેપર ફૂટી ગયા સંદર્ભે મેમાં ૧૭ વ્યક્તિની વિરુદ્ધ એફઆઈઆર પણ કરાઈ હતી.

August 31, 2018
crime.jpg
1min6580

રાજકોટના પડધરી પાસેની ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલની બે વિદ્યાર્થિનીને ભગાડી ગયા બાદ બે વર્ષે લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી પોલીસના હાથમાં આવ્યો હતો અને જેલ હવાલે કરાયો હતો.
પડધરીમાં આવેલી ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી જામનગર પંથકની બે સગીરાનું સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા મૂળ વડોદરાના ધવલ હેમેન્દ્ર ત્રિવેદી નામનો વિપ્ર પ્રૌઢ મોહજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. પંજાબ પંથકમાં બે વર્ષ સુધી રહ્યા બાદ સીઆઈડી ક્રાઈમે ઝડપી લીધો હતો અને જેલહવાલે કરી દીધો હતો. આ ગુનામાં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા થઇ હતી.
બાદમાં બે વખત પેરોલ પર છૂટયો હતો.ત્રીજી વખત છૂટયા બાદ ચોટીલા પહોંચ્યો હતો અને કુંભારા ગામની કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. આ મામલે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો. ચાર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે દિલ્હી પહોંચ્યાના સગડ મળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. દિલ્હીમાં નાણા ખૂટી જતા મોબાઈલ વેચી નાખ્યો હોય તે કબજે કરી ધવલ ત્રિવેદી’ અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી.
August 30, 2018
hm.jpg
1min4800

અલ્તાફ કચરુ કુલગામ જિલ્લાના રેડવાનીનો રહેવાસી હતો અને તેના નામ પર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીવિરોધી અભિયાન માટે તેનું એન્કાઉન્ટર મોટી સફળતા માનવામાં આવે છે.

બુરહાન વાનીનો ઉત્તરાધિકારી એવો અલ્તાફ કચરુ કાશ્મીરી યુવાનોનું બ્રેઇનવૉશ કરીને બનાવતો ટેરરિસ્ટ : તેના સાથીને પણ ઉડાવી દીધો

altaf

સુરક્ષા દળોએ તા.28મી ઓગસ્ટ 2018ના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ખાનાબલ વિસ્તારમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ કામગીરીને સુરક્ષા દળોની મોટી કામયાબી તરીકે જોવામાં આવી રહી છે. આ આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સહયોગી ઉમર રાશિદ તરીકે કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર સમયે આ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. બિનપોરા ગામના એક ઘરમાં આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયા છે એવી જાણકારી મળ્યા બાદ આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

અલ્તાફ કચરુને બુરહાન વાનીનો ઉત્તરાધિકારી પણ માનવામાં આવતો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો આ આતંકવાદી કુલગામ જિલ્લાના કમાન્ડર તરીકે કેટલાંય વર્ષોથી સુરક્ષા દળો પર હુમલાઓ કરી રહ્યો હતો. ૨૦૧૭માં તેને હિઝબુલના નવા ઑપરેશનલ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

August 27, 2018
insurance-fraud.jpg
1min7080

ખાનગી વીમા કંપનીમાં પૉલિસી ધારક હયાત ન હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂ.૧૯.૫૦ લાખનો વીમો પકવવાનો પ્રયાસ કરવા બદલ સીઆઈડી ક્રાઈમે બે મહિલા સહિત ત્રણ જણાની ધરપકડ કર છે.

પ્રાઈવેટ ઇન્સ્યુરન્સ કંપનીઓમાં મૃતકના નામે બોગસ વીમા મેળવવા કૌભાંડ છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં ચાલી રહ્યુ હતું. અનેક મૃતકોના ખોટા દસ્તાવેજો રજૂ કરીને વીમાની રકમ મેળવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીમાં રાહુલ કાળુભાઈ પગીના નામે રૂ.૧૯.૫૦ લાખનો વીમો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ૩૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ ઉતાર્યો હતો. જેમાં નોમીની તરીકે રાહુલની માતા ડામોરને દર્શાવી હતી. પછી તા. ૫મી ઓકટોબર ૨૦૧૫ના રોજ રાહુલ પગીનું મૃત્યુ થયુ હોવાનું જણાવીને વીમો મેળવવા માટે ચૂંટણીકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ,બેકનો કોરો ચેક, તથા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ગ્રામ પંચાયતમાંથી મરણ સર્ટિફિકેટ મેળવીને રજૂ કર્યું હતું. પાંચ માસમાં રાહુલના મૃત્યુ નીપજવા અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીને શંકા જતા તેમને તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે, વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર સાથે મેળાપીપણામાં બોગસ વીમો ઉતારીને ૧૯.૫૦ લાખ વીમો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીએ સીઆઈડી ક્રાઈમને જાણ કરી હતી.

સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર,વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમાર અને રાહુલની માતા મનીષાબેન ડામોર સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

August 25, 2018
wireless.jpg
1min7470
(તસ્વીરમાં જોઇ શકાય છે એ રીતે આઇફોનની સ્ક્રીન પર વાયરલેસ સિસ્ટમની મદદથી પેટમાં રહેલા ગર્ભનું પરીક્ષણ થઇ શકે છે, તસ્વીર પ્રતિકાત્મક છે)
રાજ્યમાં ભ્રુણ પરીક્ષણ પર પ્રતિબંધ હોવા છતાં યેનકેન પ્રકારે ભ્રુણ પરીક્ષણો થતા રહે છે અને ફક્તને ફક્ત દિકરો અવતરે એવી અપેક્ષા રાખતા પરિવારો દિકરીઓની માં ના પેટમાં જ હત્યા કરી દે છે. રાજકોટમાંથી એક હેરત પમાડે તેવો કિસ્સો પકડાયો છે. સંભવતઃ ગુજરાતનો પહેલો કિસ્સો હશે જેમાં કોઇ વાયરલેસ કનેકટેડ ગેજેટ્સ સાથે સોનોગ્રાફી મશીન્સથી ભ્રુણ પરીક્ષણ કરતા એક મહિલા સમેત ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સપર્ટસના કહેવા અનુસાર વાયરલેસ ગેડજેટ્સની મદદથી સોનોગ્રાફી મશીન એટેચ કરીને ભ્રુણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એક ફુલફ્લેજ સોનોગ્રાફી ક્લિનિકમાં સોનોગ્રાફી મશીન્સ, બેડ વગેરેથી લઇને અન્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે ભ્રુણ પરીક્ષણ શક્ય બની શકે પરંતુ, રાજકોટમાં જે મોડસ ઓપરેન્ડી પકડાય છે એ જોતા હવે વાયરલેસ ઉપકરણથી કોઇપણ સ્થળે જઇને ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ કરી આપીને રૂપિયા રળવાની ટેકનીક ભેંજાબાજો અપનાવી રહ્યાની પ્રતીતિ થઇ રહી છે.
ચોટીલાની મણીરત્ન હોસ્પિટલના સંચાલિકા રમા બડમલિયા દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા રાજકોટના રૈયા રોડ પર સગર્ભાનું ગેરકાયદે જાતિય ભ્રૂણ પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાની ચોકકસ બાતમી મળી હતી. બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા, ઇન્સપેક્ટર હિતેષદાન ગઢવી, સબ ઇન્સપેક્ટર અતુલ સોનારાએ બ્રાંચના મહિલા કોન્સટેબલ મિતાલી હિતેન્દ્રભાઇ ઠાકરને  સાથે રાખીને છટકુ ગોઠવ્યું હતું.
વાયરલેસ ઉપકરણ દ્વારા ભ્રૂણ પરીક્ષણ
(રાજકોટથી પકડાયેલા મુદ્દામાલ)
મહિલા પોલીસ મિતાલી ઠાકરે ડમી ગ્રાહક બનીને રમાનો મોબાઇલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. મિતાલી ઠાકરને ભ્રૂણ પરીક્ષણ માટે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક પાસે પ્રભુ રેસીડન્સીમાં આવેલ શ્રીમદ્ ભગવદ ગીતા નામના મકાન પર આવવા જણાવાયું હતું. આ સરનામુ મળતા જ  પોલીસ કાફલો જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી એમ.એન. ભંડેરી, જુલીબહેન મણિયાર વગેરે ટીમે એ મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ભ્રુણ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું અને ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલિકા રમા બડમલિયા દ્વારા પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાનું માલુમ પડયું હતું. લોજીનું બનેલુ વાયરલેસ સોનોગ્રાફી મશીન, તેની સાથે જોડાયેલ આઇપેડ વગેરેને સીલ મારીને કબજે કરાયા હતાં. હોસ્પિટલની સંચાલિકા  રમા બડમલિયા કોઇપણ જાતની ડિગ્રી કે તાલિમ વગર જ આ પ્રકારનું પરીક્ષણ કરી આપતી હતી એ બાબતે પણ ગુનો નોંધાઇ રહ્યો છે.
પોલીસે આ ગુનામાં ચોટીલામાં આઇજીપી બંગ્લોઝ સામે આવેલી મણીરત્ન હોસ્પિટલનું સંચાલન કરતા રમા મુળુભાઇ બડમલિયા, રાજકોટની માલધારી સોસાયટી પાસેના મફતિયાપરામાં રહેતાં મહેશ મનુભાઇ રાઠોડ, જામનગર રોડ  પર અવંતીકા પાર્કના નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને રૈયા રોડ પર દ્વારકેશ પાર્કની બાજુમાં આવેલ પ્રભુ રેસીડન્સીના હરેશ ગોરધનભાઇ કારિયાની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા પોલીસને રૂ.ત્રણ હજારનું ઇનામ ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણનું કૌભાંડ પકડી પાડવામાં ડમી ગ્રાહક બનીને છટકુ સફળતાપૂર્વક પાર પાડનાર ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલી ઠાકરને રૂ. ત્રણ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.
ટીમને રૂ. 15 હજારનું ઇનામ
બેટી બચાવ અભિયાન હેઠળ ભ્રૂણની હત્યા થતી રોકવા અને ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. 15 હજારનું ઇનામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યું હતું.
August 24, 2018
nigerian.jpg
1min12750
દુબઇ એરપોર્ટ પરથી કેવી રીતે નાઇજીરીયન નાગરિક દોઢ કિલો જેટલા કોકેઇન સાથે પ્લેનમાં બેસી શક્યો એ સવાલનો જવાબ સમગ્ર કૌભાંડને ઉજાગર કરે તેમ છે
અમદાવાદ એરપોર્ટ પરથી દોઢેક કિલો કોકેઇન સાથે નાઇજિરીયન યુવાન જોહુ ની ધરપકડ કરવામાં આવી છે. સવાલ એ છે કે દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ અમદાવાદથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં દુબઇ જઇ રહેલા નાઇજિરીયન જોહુને જો અમદાવાદ એરપોર્ટ પર પકડી શકાયો તો દુબઇ એરપોર્ટ પરથી એ કેવી રીતે પ્લેનમાં બેસી શક્યો, નશીલા પદાર્થોની હેરાફેરી માટે સખત કાયદાઓ ધરાવતા દુબઇના એરપોર્ટમાં દોઢ કિલો કોકેઇન સાથે ઘૂસી જ કેવી રીતે શકાય એ સવાલ ઉપસ્થિત થાય છે. નાઇજિરીયન નાગરિકની પાછળ આંતર રાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ કામ કરતા હોવાના દાર્શનિક પુરાવાઓ મળી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. દુબઈથી આવેલા અને મુંબઈ જઈ રહેલા એક નાઇજિરિયન મુસાફરના પેટમાંથી કોકેઇનની 23 કેપ્સ્યુલ મળી આવી હતી. જેનું વજન 448 ગ્રામ અને જેની કિંમત રૂ.67 લાખ 20 હજાર મનાય છે.
નાઇજરીયન નાગરિકની ઘનિષ્ઠ તપાસ દરમિયાન તેના સામાનમાંથી કોકેઇનની 29 કેપ્સ્યુલ મળી આવી હતી જેનું વજન 580 ગ્રામ 750 મિલીગ્રામ અને જેની કિંમત 87,11,250 ગણાય છે. આમ આ નાઇજિરિયન નાગરિક ઝોહુ એલેક્સિસ પાસેથી કોકેઇનનો કુલ 1 કિલો 450 ગ્રામ 480 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ બજાર કિંમત રૂ.2 કરોડ 17 લાખ ,57,200 થવા જાય છે. આ નાઇજિરિયન નાગરિકની ધોરણસર અટક કરી તા.27 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
એલેક્સિઝ નામનો એક નાઇજિરિયન નાગરિક રાત્રે દુબઈની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો અને મંગળવારે સવારે જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઈમાં જવા માટે નીકળ્યો હતો. મુંબઈ જવા માટે સિક્યોરિટી એરિયામાંથી ચેકિંગ કરાવીને બહાર નીકળતો હતો, તે સમયે તેની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
એ મુસાફરના પેટમાં કઇંક શંકાસ્પપદ વસ્તુ હોવા અંગે શંકા જતા મેડિકલ તપાસની કાર્યવાહી માટે સી.આઇ.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર સતીશ્રા ચૌધરીને સોંપ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.બી.પ્રજાપતિ આ નાઇજિરિયન નાગરિકને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેના શરીરની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન તેના ગુદાના ભાગેથી પ્રથમ ઇંડા આકાર જેવી સફેદ કલરની 9 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. ત્યારબાદ જરૂરી દવાઓ આપી થોડીવાર પછી ગુદાના ભાગેથી જ બીજી 14 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. આ બધી કેપ્સ્યુલની અંદર ડ્રગ્સ હોવાનું શકદાર નાઇજિરિયન ઝોહુ એલેક્સિસે જણાવ્યું હતું. જેથી એસઓજીના એસીપી, એફએસએલ અને એનસીબીના અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. એફએસએલના અધિકારીઓની ચકાસણીમાં આ કેપ્સ્યુલમાં માદક પદાર્થ કેકોઇન હોવાનું ખૂલ્યું હતું. આ અંગે એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
August 22, 2018
acb-trap.jpg
2min5660
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર બની ગયા એટલે કોર્પોરેટરના પરિવારજનો એવી રીતે વર્તી રહ્યા છે જાણે ભ્રષ્ટાચાર આચરવાનું લાઇસન્સ મળી ગયું છે. છએક મહિના પૂર્વે ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડના પતિ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા, ત્યાં મંગળવાર તા.22મી ઓગસ્ટ 2018ના રોજ ભાજપાના વધુ એક મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ  બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.55 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે, આ જ કેસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા નાસી ગયા હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોએ જણાવ્યું હતું.
એન્ટી કરપ્શન બ્યુરોએ આ સફળ છટકા અંગે આપેલી વિગતો મુજબ સુરત મહાનગરપાિલકાના વોર્ડ નં.11ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન જેઠાભાઇ સુમરા અને ભાઇ વિકી મોહન સુમરા દ્વારા એ જ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પોતાની મિલક્તમાં કરવામાં આવી રહેલા બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.75 હજાર માગી રહ્યા હતા. આ પૈકી રૂ.20 હજાર તો અગાઉ બન્ને સ્વીકારી ચૂક્યા હતા, જ્યારે વાયદાના બાકી રૂ.55 હજારની માગણી કરી રહ્યા હતા. એ દરમિયાન બાંધકામ કરી રહેલા વ્યક્તિના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા તા.21મી ઓગસ્ટ 2018ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાજપાના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન સુમરાના કહેવાથી તેના પુત્ર અને મહિલા કોર્પોરેટરના ભાઇ વિકી સુમરા ફરીયાદી પાસેથી રૂ.55 હજાર લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસમાં પોલીસે મોહન સુમરા નાસી ગયા હોવાનું દર્શાવ્યું છે.
એસીબીએ દર્જ કરેલા કેસની પ્રાથમિક વિગતો
*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક
*આરોપીઓ* :-
(1) મોહનભાઈ જેઠાભાઇ સુમરા.(ખાનગી વ્યક્તિ)
 રહે.304,
રાજવીર કોમ્પ્લેક્ષ, લેખડીયા શેરી,
સૈયદપુરા,
 સુરત.
(2) પ્રિંન્સ @ વીકી મોહનભાઇ સુમરા (ખાનગી વ્યક્તિ) 
રહે.રૂમ નંબર-2 અને 3,
બીજો માળ,
પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ ની ઉપર,
વરિયાવી બઝાર,
પ્રણામી મન્દિર ની સામે,
સુરત
*લાંચની માંગણીની રકમ* :- 
રૂા.55000/-
*સ્વીકારેલ રકમ*
રૂ.55000/-
*રીકવર રકમ* :- 
રૂા.55000/-
*ટ્રેપ*  :- તા.21/08/2018 
*ટ્રેપ સ્થળ* :
મહાદેવ મંદિર પાસે,રાજેશ ઝરીવાલા ના દવાખાના ની સામે, વાવશેરી,સૈયદપુરા,સુરત, જાહેર માં રોડ ઉપર.
*ટ્રેપ કરનાર અધિકારી* :- *બી.કે .વનાર* ,પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.,તથા સ્ટાફ.
*સુપર વિઝન અધિકારી* :-  *શ્રી એન.પી. ગોહિલ*  ઇન્ચાર્જ મદદનીશ નિયામક,     એ.સી.બી. સુરત એકમ.
અગાઉ ભાજપાના કોર્પોરેટર મીના રાઠોડનો પતિ ઝડપાયો હતો
ગત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડનો પતિ પણ આવા જ એક કેસમાં લાંચ લેતા એન્ટી કરપ્શનના અધિકારીઓની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આ કેસમાં રેલો છેક મહિલા કોર્પોરેટર મીના રાઠોડ સુધી આવ્યો હતો અને તેમણે પણ જેલમાં જવું પડ્યું હતું.
August 21, 2018
Murder-Mystery-Logo.png
1min5110

શહેરાના સલાબતપુરામાં આવેલી તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યારા ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ આઠમી હત્યાનો બનાવ સામે આવતાં પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. સુરતમાં હત્યાના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં હત્યાના આઠ બનાવો બન્યા છે. તાજેતરમાં શહેરના વેદરોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં રેતીના ઢગલામાંથી માનવલાશ મળી હતી. આ ઉપરાંત યુપીનો યુવક નોકરી માટે મુંબઈ જવા નીકળ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ મારી હત્યા કરી રોકડ લૂંટ કરી હતી.