CIA ALERT

ક્રાઇમ Archives - Page 35 of 37 - CIA Live

August 19, 2018
hardik-patel-770x433.jpg
1min6060

હાર્દિક પટેલના આજના એક દિવસના ઉપવાસને રોકવા માટે પોલીસે અંદાજે 140 જેટલા લોકોને અટકાયતમા ંલીધા છે, જેમાં  નિકોલ વસ્ત્રામાંથી 58, રાજકોટથી આવતા 26 કાર્યકરોને ચોટીલા ખાતે તેમજ બોપલ ખાતે હાર્દિકના નિવાસસ્થાને 59 લોકોને અટકાયતમાં લીધા છે. 

પાસના નેતા હાર્દિક પટેલ ફરીથી ગુજરાતમાં હીરો બનવા તરફ છે. રાજ્ય સરકાર પાસ આંદોલનને ટાઢું પાડવામાં નિષ્ફળ નિવડી છે અને ફરી વખત હાર્દિક પટેલ આજે સમગ્ર ગુજરાતના પાટીદારોમાં હીરો બની રહ્યો છે. સોશ્યલ મિડીયામાં સૌથી વધુ ટ્રોલ થઇ રહ્યો છે. ગુજરાત સરકાર સામે લડી લેવાની વાતોએ ફરથી હાર્દિકને કેન્દ્ર સ્થાન અપાવ્યો છે. આજે રવિવારે સવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરવા જઇ રહેલા હાર્દિકને તેના ઘર પાસેથી જ અટકાયતમાં લઇને પોલીસે સમગ્ર ગુજરાતમાં ફરીથી પાટીદારોની ઉશ્કેરણી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.

સમગ્ર ઘટના ક્રમ અંગે મળતી માહિતી મુજબ હાર્દિક પટેલે  25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પૂર્વે જ સરકાર સામે બાંયો ચઢાવતા આજે તા.19મી ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં પોતાની કારમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે ઘરેથી નિકળે તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિકને ગાડીમાંથી ઉતારીને તેની તેમજ સંખ્યાબંધ સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ મુદ્દે પાસના કન્વીનર નિખિલ વસાણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપની સરકાર લુખ્ખાગીરી કરી રહી છે અને બંધારણિય હકોના લીરે લીરા ઉડાડી રહી છે. હવે સરકાર શાનમાં નહીં સમજે તો આના પરિણામો અત્યંત ગંભીર આવી શકે છે તેવી ચિમકી પણ તેણે ઉચ્ચારી હતી.

August 17, 2018
child.png
1min10420

બાળકો અને સગીરોને ગેરકાયદે અમેરિકા લઈ જવાના રૅકેટના કથિત સૂત્રધારને મુંબઈ પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાજેશ ઘમેલાવાલા (54) અને આ રૅકેટમાં સંડોવાયેલા શંકાસ્પદો માગ અનુસાર બાળકોને કથિત રીતે અમેરિકા મોકલાવતા હતા.

અંધેરીના વર્સોવા ખાતેના એક સલૂનમાં મેકઅપ માટે લાવવામાં આવેલી 11 અને 16 વર્ષની બે છોકરીને માર્ચ મહિનામાં પોલીસે છોડાવ્યા બાદ આ રૅકેટનો પર્દાફાશ થયો હતો. તે સમયે છોકરીઓ સાથે હાજર ચાર જણ અમીર ખાન (36), તજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (38) અને રિઝવાન ચોટાની (39)ની ધરપકડ કરવામાં આવી હતી. છોડાવાયેલી બન્ને છોકરી ગુજરાતની વતની હતી.

ધરપકડ કરાયેલા ચાર આરોપીની પૂછપરછમાં રૅકેટના સૂત્રધાર તરીકે ઘમેલાવાલાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. બે છોકરીને ગેરકાયદે અમેરિકા મોકલવાના પ્રયાસના કેસમાં તેને ફરાર જાહેર કરાયો હતો.

આરોપીઓએ આપેલી માહિતીને આધારે પોલીસની ટીમ ગુજરાતના અમદાવાદ શહેર પહોંચી હતી. 11 ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 18 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઈ હોવાનું વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર બડગુજરે જણાવ્યું હતું.

ઘમેલાવાલાની અગાઉ 2007માં પાસપોર્ટ સંબંધિત કેસમાં ધરપકડ કરાઈ હતી. 2007થી ચાલતા આ રૅકેટમાં અત્યાર સુધીમાં 300 બાળકને અમેરિકા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું કે 300 બાળકોને મોકલવાની માહિતી ક્યાંથી આવી તેની અમને જાણ નથી. આ આંકડો અમે આપ્યો નથી. અમારા કેસમાં માત્ર બે બાળકનો ઉલ્લેખ છે, એવું તેમણે જણાવ્યું હતું.

બાળકદીઠ 45 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના અહેવાલ અંગે દહિયાએ જણાવ્યું હતું કે બાળક માટે આરોપીઓ કેટલાક રૂપિયા લેતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

August 16, 2018
ayush-759.jpeg
1min5760

આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.

August 15, 2018
bank.jpeg
1min5780

પુણેમાં કોસમોસ બેન્કનું સર્વર હૅક કરી હેકર્સે માત્ર બે દિવસમાં રૂ. 94.42 કરોડની ઉચાપત કરતાં બેન્ક સત્તાવાળામાં ખળભળાટ મચી ગયો હતો. હેકર્સે બેન્કના હજારો ડેબિટ કાર્ડની માહિતી ચોરીને ગુનો આચર્યો હોઇ ભારતની બહાર 12,000 ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. પુણેના ચતુર્શ્રૃંગી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અજાણી વ્યક્તિ તથા હોંગકોંગની એએલએમ ટ્રેડિંગ લિમિટેડ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યાથી 13 ઓગસ્ટ સવારે 11.30 વાગ્યા દરમિયાન આ ઉચાપત કરવામાં આવી હતી. પુણે સ્થિત ગણેશખિંડ રોડ પર કોસમોસ ટાવર ખાતે કોસમોસ બેન્કની મુખ્ય બ્રાન્ચ આવેલી હોઇ 11 ઓગસ્ટે બપોરે ત્રણથી રાતે 10 વાગ્યા દરમિયાન બેન્કનું સર્વર હૅક કરવામાં આવ્યું હતું.

અજાણી વ્યક્તિએ માલવૅઅર ઍટેક કરીને બેન્કના કેટલાક વિઝા તેમ જ રૂપે ડેબિટ કાર્ડધારકોની માહિતી ચોરીને કાડર્સ ક્લોન કર્યા હતા. તેના દ્વારા ભારતની બહાર અંદાજે 12,000 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 78 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતમાં 2,849 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 2.50 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ કુલ 14,849 ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા. વિઝા તેમ જ એનપીસીઆઇ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા પાઠવાયેલી ટ્રાન્ઝેકશન રિકવેસ્ટસ બેન્ક તરફથી તેમને અપ્રૂવ કરવામાં આવી હોવાનું બતાવી અજાણી વ્યક્તિએ તેના દ્વારા આ રકમ કાઢી લીધી હતી.

બીજી તરફ 13 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યાને સુમારે અજાણી વ્યક્તિએ સ્વિફ્ટ ટ્રાન્ઝેકશન ઇનિશિયેટ કરીને હોંગકોંગની હેનસેંગ બેન્કના એ.એલ.એમ. ટ્રેડિંગ લિમિટેડના બેન્ક એકાઉન્ટમાં રૂ. 13.92 કરોડ ડિપોઝિટ કરાવ્યા બાદ કાઢી લીધા હતા. 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન કેનેડા, હોંગકોંગ તેમ જ ભારતના 25 જેટલા એટીએમ ખાતે આ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

હેકર્સ દ્વારા બેન્કની કૉર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ) હૅક કરાઇ નહોતી, પણ સ્વીચ સિસ્ટમ પર માલવેઅર એટેક થયો હતો. વિઝા-રૂપે ડેબિટ કાર્ડના પેમેન્ટ ગેટ-અવે માટે ઓપરેટિવ સિસ્ટમ છે સ્વીચ. બેન્કના એકેય કસ્ટમરના એકાઉન્ટને હાથ લગાવાયો નહોતો, પણ જે નુકસાન થયું એ બેન્કને થયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ બેન્ક દ્વારા તેના સર્વર તેમ જ નેટબેંકિંગ સુવિધા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

August 14, 2018
aids.jpg
1min5220

રાજ્યભરમાં ૨૦૧૨થી ૨૫,૦૦૦ એઇડ્સના દર્દીએ સારવાર લેવાનું બંધ કરી દીધું છે અને તેમાંથી અડધાથી વધુ દર્દીનો કોઇ પત્તો નથી. આવા દર્દીઓ તેમના જીવનને તો જોખમમાં નાખી જ રહ્યા છે સાથે સાથે અજાણતા જ અન્ય લોકોમાં તેનું ઇન્ફેકશન ફેલાવી રહ્યા છે.

સરકારી સેન્ટર ખાતે સારવાર માટે આવવાનું બંધ કરી દેનાર દર્દીની શોધમાં હેલ્થ વર્કરને કામે લગાડવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર સ્ટેટ એઇડ્સ ક્ટ્રોંલ દ્વારા જમા કરવામાં આવેલા ડેટામાં આ અંગે ખુલાસો થયો છે. દર્દી ત્રણ મહિનાથી વધુ સમય સુધી સરકારી સેન્ટરમાં સારવાર માટે ન આવ્યો હોય તો તેણે સારવાર લેવાનું બંધ કર્યું હોવાનું માનવામાં આવે છે.

હવે મહારાષ્ટ્ર સ્ટેટ એઇડ્સ ક્ધટ્રોલ દ્વારા એ અંગે તપાસ કરવામાં આવશે કે સરકારી સેન્ટર ખાતેથી સારવાર લેવાનું બંધ કર્યા બાદ દર્દી ખાનગી ક્ષેત્રની દવા લઇ રહ્યો છે કે કેમ?. સારવાર લેવાનું બંધ કરનાર દર્દી અંગે માહિતી અપડેટ કરવાનું નેશનલ એઇડ્સ ક્ધટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૂચન કરવામાં આવતા સ્ટેટ એઇડ્સ ક્ધટ્રોલે પ્રયત્ન શરૂ કર્યો છે.

August 14, 2018
drugs.jpg
1min5430

રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મામલે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. તાજેતરમાં ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કૉલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ગુજરાતને નશામુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ જ નશાબંધીના ભંગ માટેની પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સ્કૂલ અને કૉલેજ કેમ્પસમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ કેમ્પસને નશામુક્ત કરવાની સાથે સાથે ચેઇન સ્નેચર્સ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬, વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે. આ સમગ્ર આંકડા પરથી માલૂમ પડે છે કે, ડ્રગ્સ ગુજરાતના યુવાધનને કઇ રીતે બરબાદ કરી રહ્યું છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ચાલુ કરવામાં આવેલી

ટ્રાફિક ડ્રાઇવ મામલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યભરમાં આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ જ રહેશે. આ માટે અમદાવાદ અને સુરત શહેરમાં એસઆરપીની વધારે કંપનીઓ ફાળવવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ માટે પોલીસ કમિશનરો અને એસપીને સૂચનાઓ આપવામં આવી છે. સાથે જ તેમણે લોકોને પણ આ ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.

August 11, 2018
dawood.jpg
1min4150

ગત નવેમ્બર મહિના 2017માં પણ સૈફી બુરહાનુદ્દીન ટ્રસ્ટે જંગી કિંમત આપીને દાઉદની માલિકીની બીજી ત્રણ પ્રૉપર્ટી ખરીદી હતી : ભીંડીબજાર રીડેવલપમેન્ટ સ્કીમ પર કામ કરી રહ્યું છે ટ્રસ્ટ

ભારતનો નંબરવન દુશ્મન અને વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમની મુંબઇના ભીંડીબજારમાં આવેલી મિલકતો સૈફી બુરહાનુદ્દીન અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા રૂ.૩.૫૧ કરોડની જંગી કિંમતે ખરીદવામાં આવી હતી. આ પ્રૉપર્ટીઓ માટે લઘુતમ કિંમત ફક્ત ૭૯.૪૩ લાખ રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં જૂની અને જર્જરિત ઇમારતોના ક્લસ્ટર રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરી રહેલી SBUTએ આટલી જંગી કિંમત ચૂકવી હતી.

કેન્દ્રીય નાણામંત્રાલયના સ્મગલર્સ ઍન્ડ ફૉરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ ઍક્ટ (SAFEMA) હેઠળ આ પ્રૉપર્ટીની હરાજી કરવામાં આવી હતી અને એમાં ફક્ત બે લોકોએ બિડ કર્યું હતું. ઑનલાઇન બિડ ભરનારી SBUTએ ૩.૪૩ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને પછી ૩.૫૧ કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી. દિલ્હીના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે ૧,૯૧,૪૩,૦૦૦ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે ઈ-બિડમાં ભાગ લીધો નહોતો.

dawood

આ પહેલાં નવેમ્બર મહિનામાં પણ SBUTએ દાઉદ ઇબ્રાહિમની આ જ ãવસ્તારમાં આવેલી ત્રણ પ્રૉપર્ટી શબનમ ગેસ્ટહાઉસ, ડામરવાલા બિલ્ડિંગમાં છ ફ્લૅટ અને રૌનક અફરોઝ નામની એક રેસ્ટોરાં ૧૧.૫૮ કરોડ રૂપિયાની જંગી કિંમત ચૂકવીને ખરીદી હતી. SBUT આ વિસ્તારમાં ભીંડીબજાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે અને એમાં આ વિસ્તારનાં ૨૫૦ બિલ્ડિંગોને તોડીને રીડેવલપ કરવાનાં છે અને અંદાજે ૧૨૫૦ દુકાનોને નવેસરથી જગ્યા આપવાની છે.

August 10, 2018
10_08_2018-vaibhav-raut_18300964.jpg
1min6260

આજે સવારથી જ મુંબઇ ફરીથી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કેમકે મુંબઇ ATS ટીમને નાલાસોપારા ખાતેથી 8 જેટલા ક્રુડ બોંબનો જથ્થો મળી આવ્યો છે. આ જ કારણથી મુંબઇ ક્રુડ બોંબના ન્યુઝ વાઇરલ થયા છે.

મુંબઇ પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ મુંબઇ ATS આતંકવાદ વિરોધી ટીમને નાલા સોપારાના એક ઘરમાંથી આઠ દેશી બોમ્બ મળી આવ્યા છે. આટલા મોટા જથ્થામાં ક્રુડ બોંબ મળી આવતા પોલીસ હરકતમાં આવી ચૂકી છે. જેના ઘરમાંથી ક્રુડ બોંબનો જથ્થો મળી આવ્યો છે એ વ્યક્તિની ઓળખ વૈભવ રાઉત નામથી કરવાં આવી છે.

નાલા સોપારામાં દરોડા પાડવા પહોંચેલી ટેરરિસ્ટ સ્ક્વૉડને નજીકમાં આવેલી એક દુકાનમાં પણ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. આ સામાનની તપાસ કરતા તેમાં ગન પાઉડર તેમજ ડીટોનેટર હોવાનું જણાયું હતું. એવી આશંકા છે કે આ સામાન દ્વારા ઓછામાં ઓછા બે ડઝન બોમ્બ બનાવી શકાય તેમ હતા.

આ વૈભવ રાઉત કોઇ હિન્દુવાદી સામાજિક સંસ્થા સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે, જે સંસ્થા સાથે તે જોડાયો છે એ સંસ્થાએ કહી દીધું છે કે તેમને સંજય રાઉત સાથે કોઇ સંબંધ નથી.

ક્રુડ બોંબ રાખવાના ગંભીર ગુના હેઠળ ઝડપાયેલા નાલાસોપારાના વૈભવ રાઉતને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. તેના રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક વિગતો પ્રકાશમાં આવે તેમ મનાય છે.

August 8, 2018
INTERPOLlogo.jpg
1min9120

Jayesh Brahmbhatt  98253 44944

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા વિશ્વભરના એવા ગુનેગારોની યાદી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ગુનેગારો પોતાના દેશમાં કે વિદેશમાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો કરીને નાસતા ફરતા હોય. તા.8મી ઓગસ્ટ 2018ના રોજ ઇન્ટરપોલની વેબસાઇટ ચકાસતા જાણવા મળ્યું કે હાલમાં ઇન્ટરપોલ દ્વારા કુલ 104 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં એક નહીં પણ બે ભારતીયો હોવાની માહિતી ત્યાં જ ઉપલબ્ધ થઇ.

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પહેલા ભારતીય છે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયામાં નવડાવીને હાલમાં નાસતા ફરતા નિરવ મોદી છે. નિરવ મોદીએ કરેલા ગુનાની આખી પ્રોફાઇલ ઇન્ટરપોલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબની ઇમેજ પરથી જોઇ, જાણી શકાય છે.

 

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ભારતના બેંક કૌભાંડી  નિરવ મોદીની કંઇક આવી

પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી છે.

 

નિરવ મોદી ઉપરાંત અન્ય એક ભારતીય ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. આ ભારતીય કંઇ બહુ જાણીતી હસ્તી નથી. એક લબર મૂછીયો મુસ્લિમ યુવાન આ યાદીમાં છે. પટેલ સાદિક આદમ નામનો આ યુવાન ફક્ત 21 વર્ષની વયનો છે. તેના પર આરોપ છે કે તેણે માલાવી નામના દેશમાં હત્યાનો ગુનો કરીને નાસતો ફરી રહ્યો છે. માલાવી પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે પરંતુ એ મળી આવતો ન હોવાથી ઇન્ટરપોલ દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ પર્સન્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જેની પ્રોફાઇલ આ મુજબની ઇન્ટરપોલે બનાવીને વેબસાઇટ પર રજૂ કરી છે.

 

August 7, 2018
m2.jpg
1min13530

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Peanut

રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.