સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર બની ગયા એટલે કોર્પોરેટરના પરિવારજનો એવી રીતે વર્તી રહ્યા છે જાણે ભ્રષ્ટાચાર આચરવાનું લાઇસન્સ મળી ગયું છે. છએક મહિના પૂર્વે ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડના પતિ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા, ત્યાં મંગળવાર તા.22મી ઓગસ્ટ 2018ના રોજ ભાજપાના વધુ એક મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.55 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે, આ જ કેસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા નાસી ગયા હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોએ જણાવ્યું હતું.
એન્ટી કરપ્શન બ્યુરોએ આ સફળ છટકા અંગે આપેલી વિગતો મુજબ સુરત મહાનગરપાિલકાના વોર્ડ નં.11ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન જેઠાભાઇ સુમરા અને ભાઇ વિકી મોહન સુમરા દ્વારા એ જ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પોતાની મિલક્તમાં કરવામાં આવી રહેલા બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.75 હજાર માગી રહ્યા હતા. આ પૈકી રૂ.20 હજાર તો અગાઉ બન્ને સ્વીકારી ચૂક્યા હતા, જ્યારે વાયદાના બાકી રૂ.55 હજારની માગણી કરી રહ્યા હતા. એ દરમિયાન બાંધકામ કરી રહેલા વ્યક્તિના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા તા.21મી ઓગસ્ટ 2018ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાજપાના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન સુમરાના કહેવાથી તેના પુત્ર અને મહિલા કોર્પોરેટરના ભાઇ વિકી સુમરા ફરીયાદી પાસેથી રૂ.55 હજાર લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસમાં પોલીસે મોહન સુમરા નાસી ગયા હોવાનું દર્શાવ્યું છે.
એસીબીએ દર્જ કરેલા કેસની પ્રાથમિક વિગતો
*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક
*આરોપીઓ* :-
(1) મોહનભાઈ જેઠાભાઇ સુમરા.(ખાનગી વ્યક્તિ)
રહે.304,
રાજવીર કોમ્પ્લેક્ષ, લેખડીયા શેરી,
સૈયદપુરા,
સુરત.
(2) પ્રિંન્સ @ વીકી મોહનભાઇ સુમરા (ખાનગી વ્યક્તિ)
રહે.રૂમ નંબર-2 અને 3,
બીજો માળ,
પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ ની ઉપર,
વરિયાવી બઝાર,
પ્રણામી મન્દિર ની સામે,
સુરત
*લાંચની માંગણીની રકમ* :-
રૂા.55000/-
*સ્વીકારેલ રકમ*
રૂ.55000/-
*રીકવર રકમ* :-
રૂા.55000/-
*ટ્રેપ* :- તા.21/08/2018
*ટ્રેપ સ્થળ* :
મહાદેવ મંદિર પાસે,રાજેશ ઝરીવાલા ના દવાખાના ની સામે, વાવશેરી,સૈયદપુરા,સુરત, જાહેર માં રોડ ઉપર.
*ટ્રેપ કરનાર અધિકારી* :- *બી.કે .વનાર* ,પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.,તથા સ્ટાફ.
*સુપર વિઝન અધિકારી* :- *શ્રી એન.પી. ગોહિલ* ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ.
અગાઉ ભાજપાના કોર્પોરેટર મીના રાઠોડનો પતિ ઝડપાયો હતો
ગત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડનો પતિ પણ આવા જ એક કેસમાં લાંચ લેતા એન્ટી કરપ્શનના અધિકારીઓની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આ કેસમાં રેલો છેક મહિલા કોર્પોરેટર મીના રાઠોડ સુધી આવ્યો હતો અને તેમણે પણ જેલમાં જવું પડ્યું હતું.