CIA ALERT

ક્રાઇમ Archives - Page 32 of 37 - CIA Live

October 11, 2018
Rampal_SatlokAshram.jpg
1min6020
સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના નિર્ણય પહેલાં હરિયાણાનું હિસાર શહેર કિલ્લામાં ફેરવાયું હતું
19 નવેમ્બર 2014ના રોજ હિસારના બરવાલા શહેરમાં આવેલા રામપાલના સતલોક આશ્રમમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવતા રામપાલ તેમજ તેના 27 અનુયાયીઓની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત અન્ય કેસમાં રામપાલ અને અનુયાયીઓ વિરુદ્ધ કેસ કરાયો હતો જેમાં 18 નવેમ્બરના એક મહિલાની લાશ તેના આશ્રમમાંથી મળી આવી હતી. આ બન્ને કેસમાં રામપાલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

 

October 8, 2018
migrants2-1-1280x720.jpg
1min6030

(ઉત્તરભારતીયો જે ટ્રેનમાં મળે તેમાં બેસીને ગુજરાત છોડી રહ્યા છે, પ્રતિકાત્મક તસ્વીર)

ગુજરાતમાં ઉત્તરભારતીયો પર થઇ રહેલો હુમલો હવે નેશનલ ઇશ્યુ બનવા સાથે પોલિટીકલ ઇશ્યુ પણ બની ચૂક્યો છે. સાબરકાંઠામાં એક બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં બિહારીની સંડોવણી બહાર આવ્યા બાદ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી બિહારી અને ઉત્તરપ્રદેશવાસી શ્રમજીવીઓ પર મોટા પાયે હુમલા થઇ રહ્યા છે. એક અઠવાડીયામાં પરપ્રાંતીય, બિનગુજરાતી પર હુમલાની કુલ 42 ઘટનાઓ બની છે અને પોલીસે કુલ 342 લોકો સામે એફ.આઇ.આર. નોંધી છે. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં લોકો પરપ્રાંતીયોની વસાહતો પર હુમલો કરી રહ્યા છે અને આ હુમલાઓને પગલે હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ગુજરાત છોડી ભાગી રહ્યા છે. પરપ્રાંતીયો પર હુમલાની સૌથી વધુ ઘટનાઓ પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં પરપ્રાંતીય, બિનગુજરાતીઓ પર હુમલાની 15 ઘટનાઓ છેલ્લા એક અઠવાડીયામાં બની ચૂકી છે. ગુજરાત પોલીસે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ કુમકો ઉપરોક્ત વિસ્તારોમાં તૈનાત કરી છે. પરપ્રાંતીય કામદારો, બિનગુજરાતીઓ પર હુમલાઓ એક એવો ઇશ્યુ બની ચૂક્યો છે જે હવે પોલિટીકલ રૂપ પકડી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.

પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયા પર ભડકાઉ પોસ્ટ બદલ આઇ.ટી. એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાની ઘટનાઓમાં પોલીસે ત્વરિત એકશન લીધા છે અને કસૂરવારો સામે શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ચેતવણી આપતા હોય તે સ્વરમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનાં ગૃહરાજ્ય (ગુજરાત)માં ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનાં લોકોને મારી મારીને ગુજરાતમાંથી ભગાવવામાં આવશે તો એક દિવસ વડાપ્રધાને પણ વારાણસીમાં જવાનું છે, તે વાત ગુજરાતીઓ એ યાદ રાખવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘વારાણસીનાં લોકોએ જ વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા અને વડાપ્રધાન બનાવ્યા હતાં.’

સંજય નિરુપમએ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું, એ.એન.આઇ.ની ટ્વીટ

પાસ નેતા હાર્દિક પટેલએ એ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું

 

October 6, 2018
migrants2-1-1280x720.jpg
1min7730
  • સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની 19 શ્રેણીબદ્ધ ઘટનાઓ
  • 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા
  • 170 લોકો સામે પરપ્રાંતીયો પર હુમલો કરવા અંગે ગુના દાખલ કરાયા
  • અન્ય જિલ્લાઓમાંથી ઉત્તર ગુજરાતમાં પોલીસ કુમકો મોકલાઇ રહી છે

સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ આકાર પામી રહી છે. શુક્રવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પરપ્રાંતીયો પર ટોળા દ્વારા હુમલો કરવાની 19 ઘટનાઓ બનતા ગુજરાતની પોલીસ હાઇએલર્ટ મોડ પર આવી ગઇ છે. ટોળાઓમાં પરપ્રાંતીયો સામેનો રોષ જોઇને  સેંકડો લોકો ગુજરાત છોડી રહ્યાના રિપોર્ટને પગલે સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય દ્વારા રેપ કરાયાની ઘટના બાદ પરપ્રાંતીયો સામે ભડકી ઉઠેલા રોષ અને હુમલાની ઘટનાઓ પૈકી 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.

ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નાની નાની ખોલીઓ, ચાલીઓમાં રહેતા પરપ્રાંતીયો દહેશતમાં છે અને તેમને પર ટોળા દ્વારા ગમે ત્યારે હુમલો કરાય તેવા ભયથી સતત પીડાય રહ્યા છે. સેંકડો લોકોએ આ જ કારણે વતનની વાટ પકડી લીધી હોવાના પણ રિપોર્ટસ છે.

રાજ્યના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલો કરવાની જુદી જુદી ઘટનાઓમાં કુલ 170 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ ચૂકી છે.

તેમણે કહ્યું કે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે પરપ્રાંતીયો પર હુમલો કરવાની શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તાત્કાલિક અસરથી ઉપરોક્ત વિસ્તારોમાં 16 એસ.આર.પી. કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કુમક બોલાવી લેવામાં આવી છે.

શિવાનંદ ઝાએ પરપ્રાંતીયો પર હુમલો કરનારા લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી નહીં લેવાય. કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વગર પગલાં ભરવામાં આવશે.

શિવાનંદ ઝાએ જણાવ્યું કે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશ્નરોને સૂચના આપી દેવામાં આવી છે કે ટોળા દ્વારા પરપ્રાંતીયો વિરુદ્ધ કંઇપણ કાંકરીચાળો કડક હાથે ડામી દેવામાં આવે.

ગુજરાતમાં રહેતા બીન ગુજરાતીઓ ને પરપ઼ાંતી તરીકે ઓળખ આપી જનતા એ રાજકીય હાથો ભાજપના ઇશારે ન બનવુ જોઇએ . રાષ્ટ઼ વ્યાપી તોફાનો સત્તાના લાલચુ લોકો કરાવશે .

Posted by Hemendra Patel on Saturday, 6 October 2018

Please Feel Free to Contact on 98253 44944 for any News, Event Coverage.

October 4, 2018
government_gujarat.jpg
1min4530

રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

બાળકીઓ પર થતા દુષ્કર્મ કરનાર તત્વોને ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી  : ગૃહ રાજ્ય મંત્રીશ્રી

  • દુષ્કર્મ કેસોની તપાસ કરવા સ્પેશ્યલ સરકારી વકીલ નિમાશે: પોલીસ તપાસમાં ઝડપ લાવવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
  • હાઇકોર્ટના પરામર્શમાં રહીને ફાસ્ટટ્રેક કોર્ટમાં રોજીંદા ધોરણે કેસ ચલાવી બે માસના સમયગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે
  • ભોગ બનનાર બાળકીઓને રૂા. .૫૦ લાખ તથા મહિલાઓને રૂા. .૦૦ લાખનું વળતર

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બાળકીઓ – મહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે રાજ્ય સરકાર અત્યંત સંવેદશીલ છે. આવા માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, તા.3 ઓક્ટોબર 2018ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણી છે, અને આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.

તેમણે કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે.

મંત્રીશ્રી જાડેજાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં જે ઘટનાઓ ઘટી છે તેની તપાસ મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ થઇ રહી છે, અને તેનું સુપરવિઝન મહિલા DCP અથવા DSP દ્વારા કરાશે. સાથે-સાથે ભોગ બનનાર બાળકીઓ જે ૧૪ વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને રૂા. ૪.૫૦ લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું કે,  સાંબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ખાતે બનેલ બનાવમાં બાળકીની ઉંમર ૧૪ માસની છે, તેની તપાસ પણ મહિલા અધિકારી દ્વારા થઇ રહી છે અને આરોપીની ધરપકડ પણ કરી દેવાઇ છે. તેમજ, સુરત શહેરના ડીંડોલીમાં બનેલ બન્ને ઘટનાઓમાં બાળકીની ઉંમર ૫ વર્ષની છે. જેમાં ગુ.ર.નં. ૧૮૮ /૨૦૧૮ હેઠળ નોંધાયેલ ફરીયાદમાં જે બાળકી ઉપર દુષ્કર્મ થયું છે તેમાં તેના કૌટુબિક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કર્યું છે. તેની પણ ધરપકડ કરી દેવાઇ છે. તથા ગુ.ર.નં. ૧૮૭ /૨૦૧૮માં પણ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ થઇ ગયેલ છે. તેમજ, અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં ૧૨ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની છે, તેમાં બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારના આરોપી દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની પણ ધરપકડ કરી દેવાઇ  છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

October 3, 2018
onlinedogs.png
1min5910

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ઓનલાઇન શોપિંગમાં કેવા કેવા ફ્રોડ થાય છે, રોજેરોજ ઓનલાઇન ક્રાઇમ બહાર આવે છે અને આપણને સૌને નવી નવી બાબતો જાણવા મળે છે. રાજકોટમાં એક પરિવાર સાથે કૂતરાના બચ્ચાની ઓનલાઇન શોપિંગમાં રૂ.60 હજારનો ફ્રોડ થયો હોવાની ફરીયાદ રાજકોટના પ્રધુમનનગર પોલીસ મથકમાં નોંધાયો છે.

(આવા કૂતરાંની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી.)

રાજકોટમાં રહેતા એક આર્કિટેક્ટ પરિવારની દિકરીએ થોડા દિવસો અગાઉ મુંબઇમાં ડોંબીવલી ખાતે આવેલા મિડો ગ્રીન બંગલોમાં રહેતા શેલ્ડન વાઝ નામની વ્યક્તિએ તેણે વેબસાઇટ પર Maltese નામના કૂતરાની ખરીદીની જાહેરાત બાદ સંપર્ક કર્યો હતો. શેલ્ડન વાઝે તેની પાસેનો Maltese ડોગ રૂ.60 હજારમાં વેચવાની વાત કરી હતી. જેના અનુસંધાને રાજકોટના આર્કિટેક્ટ વિપુલ સંઘવીની દિકરી શ્રેયાએ રૂ.60 હજારની રકમ નેફ્ટ મારફતે મુંબઇના શેલ્ડન વાઝ નામની વ્યકિતના ખાતામાં જુલાઇ 2018માં ટ્રાન્સફર કરી દીધા હતા.

રકમ ટ્રાન્સફર કર્યા પછીના એક અઠવાડીયામાં શેલ્ડન વાઝએ મેઇલ પણ કર્યો હતો કે 10 દિવસમાં કુતરો તેમના સુધી પહોંચાડી દેવામાં આવશે. આમ છતાં દિવસો સુધી ઓર્ડર કરાયેલા કૂતરાની ડિલિવરી રાજકોટ ખાતે નહીં થતાં ફરીથી સંઘવી પરિવારે શેલ્ડન વાઝનો સંપર્ક કર્યો હતો. એથી વિશેષ શેલ્ડન વાઝએ સંઘવી પરિવારના ફોન કોલ્સનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમિયાન વ્હોટ્સએપ પર શેલ્ડન વાઝ કૂતરાની ડિલિવરી અંગે ગલ્લાં તલ્લાં કર્યા કરતો હતો.

શેલ્ડન વાઝની પ્રવૃત્તિથી વાકેફ થઇ ચૂકેલા સંઘવી પરિવારે તેની પાસે રકમ પરત માંગતા શેલ્ડન વાઝે નાણાં આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે સંઘવી પરિવારે રાજકોટના પ્રધુમન નગર પોલીસ મથકમાં કૂતરાના ઓનલાઇન શોપિંગમાં ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી.

September 26, 2018
missing-kids.jpg
1min7840

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 25, 2018
rajkot-civil-hospital.jpg
1min7640

Jayesh Brahmbhatt 98253 44944

સમગ્ર ગુજરાતમાં સુરતના ડો. પ્રફુલ દોશી વિરુદ્ધ મહિલા પેશન્ટ પર દુષ્કર્મ કરવાની ફરીયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો હજુ પણ ડો.પ્રફુલ દોશીને સબક મળે તે માટે પ્રદર્શનો કરી રહ્યા છે એવામાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સિનિયર તબીબે નાઇટ ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ તેની જુનિયર મહિલા તબીબ પર રેપ કર્યો હતો. સમાજમાં બદનામીના ડરથી અમદાવાદની તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી ન હતી પણ બાદમાં પોલીસ કમિશનરની સમજાવટથી યુવતિએ તબીબને ઉઘાડો પાડવા માટે ફરીયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. ગુજરાતમાં તબીબ દ્વારા દુષ્કર્મની આ બીજી ગંભીર ફરીયાદ બહાર આવતા સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અને વાસનાલોલુપ તબીબો સામે ફીટકાર વરસી રહી છે.

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી એક તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.30મી ઓગસ્ટના રોજ એ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતી હતી ત્યારે તેમના ઉપરી તબીબ ડો. સચીન સિંહ એ તેને હોસ્પિટલના પાંચમા માળે નર્સિંગ કમ્પાર્ટમેન્ટની પાછળ આવેલા રેસ્ટ રૂમમાં તેની મરજી વિરુધ શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી કે જો એ આ વાત કોઇને કહેશે કે ફરીયાદ કરશે તો સમાજનમાં તેની જ બદનામી થશે.

30મી ઓગસ્ટ 2018ના રોજ ઘટેલી આ ઘટના અંગે તબીબ યુવતિ ગભરાઇ ગઇ હતી. પરંતુ, બાદમાં તેણે અમદાવાદ ખાતે રહેતા તેના પિતાને આ બાબત જણાવતા પિતાએ રાજકોટ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે નિર્ભય થઇને ફરીયાદ કરવા સમજાવતા આખરે ડો.સચીન શર્મા સામે બળાત્કારની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ પોલીસે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી ડો.સચીન શર્માની એરેસ્ટ કરી હોવાનું જાણવા મળે છે.

આ ઘટના બની એ પછી યુવતિએ કોલેજના સર્જરી વિભાગ કે જ્યાં બન્નેની ડયૂટી હતી તેના વડાને તેમજ ડીનને ફરીયાદ કરી હતી. રાજકોટ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામીએ જણાવ્યું કે તેમને કરેલી ફરીયાદમાં યુવતિએ રેપ થયાનું જણાવ્યું ન હતું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વર્બલ હેરેસેમેન્ટનું જણાવ્યું હતું. આ અંગે તાકીદે એકશન લેવાયા હતા અને એ સમયે જ ડો.સચીન શર્માને 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પ્રફુલ દોશી હોય કે સચીન સિંહ હોય બન્નેએ ફરજના સ્થળે જ દુષ્કર્મ આચર્યા

સુરતનો ડો. પ્રફુલ દોશી હોય કે રાજકોટનો ડો. સચીન સિંહ હોય બન્ને વાસનાભૂખ્યા તબીબોએ પોતાના ધંધાના સ્થળ એટલે કે જ્યાંથી તેમને પેશન્ટની સારવાર કરવાની હોય ત્યાં જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા છે. પોલીસે બન્નેના ધંધાકીય સ્થળો પર તલાશી લીધી હતી. સમાજમાં તબીબો પર ફીટકાર એટલે જ વરસી રહી છે કે જેમને ભગવાન માનવામાં આવે છે એ તબીબો જ પોતાની વાસનાનો શિકાર નિર્દોષ મહિલાઓને બનાવી રહ્યા છે.

 

You can Find us on Google Play store too.. Free Application

September 24, 2018
sandesara.jpg
1min12440

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા પાંચ હજાર કરોડના બેંક કૌંભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડીરેક્ટરો ચેતન સાંડેસરા, દિપ્તિ સાંડેસરા, રાજભુષણ દિક્ષિત, નિતિન સાંડેસરા, વિલાસ જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમન્ત હાથી સામે ગુનો નોંધાયો છે.

સાંડેસરા પર એવો આરોપ છે કે, તેમની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટમાં ગઇ અને નોન-પર્ફોમિંગ એસેટ બની ગઇ. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જેમાં દિલ્હી સ્થિતિ વેપારી ગગન ધવન, આંધ્રા બેંકના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેક લિ. ના ડાયરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ કરવામાં આવી હતી.

વિજય માલ્યા અને નિરવ મોદી બાદ ભાગેડુ બિઝનેસ મેનની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાંચ હજાર કરોડના બેન્ક કૌભાંડનો આરોપી નીતિન સાંડેસરા દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. હાલ આ ગુજરાતી બિઝનેસમેન નીતિન સાંડેસરા નાઈજીરિયામાં હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે નીતિન સાંડેસરાની ગુજરાત સ્થિત ફાર્મા કંપનીના બેન્ક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ગત મહિને નીતિન સાંડેસરા યુએઈમાં છુપાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતિન સાંડેસરા, ભાઈ ચેતન સાંડેસરા, ભાભી દિપ્તીબહેન સાંડેસર અને પરિવારના અન્ય લોકો નાઈજીરીયામાં છુપાયેલાં છે. ભારતની નાઈજીરીયા સાથે કોઈ પ્રત્યાર્પણ સમજૂતી નથી ત્યારે તેમને આફ્રિકી દેશમાંથી પરત લાવવા મુશ્કેલ બની શકે છે.

પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, યુ.એ.ઇ દ્વારા નિતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી પણ આ સમાચાર ખોટા સાબિત થયા. તેની દુબઇમાં ક્યારેય ધરપકડ થઇ નહોતી. હજી સુધી તે વાતની જાણકારી નથી મળી કે સાંડેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈજીરીયા પહોંચ્યા છે કે પછી અન્ય કોઈ દેશનાં પાસપોર્ટની મદદથી તેઓ નાઈજીરિયા પહોંચ્યા છે

 

September 19, 2018
malya.jpg
1min5300

માલ્યાની અટક કરવાની દાદ ચાહવાને બદલે તે જ્યારે વિદેશ જાય ત્યારે સીબીઆઈને માહિતી આપવાનું જણાવ્યું હતું. બાદમાં 24મી નવેમ્બર, 2015ના દિને સુધારિત એલઓસી જારી કરાયું હતું.

કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોે (સીબીઆઈ)એ તા.18મી સપ્ટેમ્બર 2018ના દિવસે કહ્યું કે બિઝનેસમેન વિજય માલ્યાની વિમાનીમથક પર ધરપકડ કરવા માટેના સૌપ્રથમ ‘લુક આઉટ સરક્યુલર’ (એલઓસી) કાયદામાં નભીને આગળ વધી શકે તેવું ન હતું, તેમાંની ક્ષતિઓમાં સુધારા અને ફેરફાર કરવાની આવશ્યકતા હતી તેમ જ તે વેળાએ તેની સામે કોઈ વોરન્ટ હતું જ નહીં.

વર્ષ 2015ની 16મી ઑક્ટોબરે માલ્યાની અટક કરવાની હાકલ કરતા ‘એલઓસી’ જારી કરાયું તેને આધારે જ્યારે તેઓ લંડનમાંથી પાછા ફર્યા તે વેળાએ 24મી નવેમ્બર, 2015ના દિને વિજય માલ્યાની ધરપકડ કરવાનું કોઈ કારણ અને પશ્ર્ચાદભૂ હતી જ નહીં.

માલ્યા સીબીઆઈને સહકાર આપતા હોવાથી સૌપ્રથમ પરિપત્રમાં સુધારાવધારા અને ફેરફારની આવશ્યકતા છે. હજી પણ પુરાવા એકઠા કરાઈ રહ્યા છે. તે વિદ્યમાન સાંસદ હતો તેમ જ તેની સામે કોઈ જ વોરન્ટ હતું નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉક્ત નોટિસમાં ક્ષતિમાં સુધારા કરવાની આવશ્યકતાનું ભાન થતાં સીબીઆઈએ ઈમીગ્રેશન સત્તાવાળાઓને તેમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું.

September 14, 2018
cbse.jpg
1min5220

મહેન્દ્રગઢ જિલ્લાની 19 વર્ષની યુવતીનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરીયાદ

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં અત્યંત ધૃણાસ્પધ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. હરીયાણાના મહેન્દ્રગઢ જિલ્લાની 19 વર્ષની યુવતીનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે 12 લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. કહેવાઈ રહ્યું છે કે પીડીત યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને CBSE ટોપર રહી ચૂકી છે. એટલું જ નહીં 19 વર્ષની આ યુવતીને તેની પ્રતિભા માટે રાષ્ટ્રપતિ પણ સન્માનિત કરી ચૂક્યા છે.

નોંધાયેલી ફરીયાદની વિગતો મુજબ કોસલીના એક ગામમાં કોચિંગ માટે ગયેલી રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થિનીનું તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે તેના જ ગામના ત્રણ યુવકોએ અપહરણ કર્યું, બાદમાં નશાકારક પદાર્થ ખવડાવીને દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મન બાદ પીડિતાને કનીના નજીક ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા.

પીડિત વિદ્યાર્થીની CBSEની ટોપર હોવાની સાથે સાથે સારી ખેલાડી પણ છે. મહિલા પોલીસ સ્ટેશને આ મામલે ઝીરો FIR નોંધીને તપાસ કનીના પોલીસ સ્ટેશનને સોંપી છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ પીડીતા રેલવેની પરીક્ષાના કોચિંગ માટે કનીના ગઈ હતી. ત્યારે તેના જ ગામના પંકજ, મનીષ અને નિશુ નામના લોકોએ તેને અટકાવી અને કોચિંગ વિશે પૂછવા લાગ્યા. આ દરમિયાન મનીષે તેને પીવા માટે પાણી આપ્યું, પાણી પીધા બાદ પીડિતા બેહોશ થઈ ગઈ. આરોપ છે કે ત્રણેય યુવકો બાદમાં પીડિતાને એક ખેતરમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું. સાંજે લઘબગ પાંચ વાગે પીડિતાને કનીના બસ સ્ટેન્ડ પર મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા.

પીડિતાએ આ મામલે પોતાના પિતાને જાણ કરી, બાદમાં પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી. અને બુધવારે રાત્રે જ મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ આ કેસ કનીના પોલીસને સોંપ્યો છે.