બિઝનેસ Archives - Page 37 of 87 - CIA Live

January 4, 2021
index.jpg
1min527

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઈ રીતે ડિજિટાઇઝેશન થયું છે. આ ઇન્ડેક્સમાં ૫ાંચ મુખ્ય પેરામીટર્સ હશે. આ પાંચ પેરામીટર્સ અલગ અલગ સમયગાળા દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટના પેનિટ્રેશનનું આકલન કરવામાં મદદ કરશે.

આરબીઆઈના નિવેદન અનુસાર આ પેરામીટર્સમાં પેમેન્ટ ઇનેબલર્સ,પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડિમાન્ડ સાઈડ ફેકટર્સ, પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાય સાઈડ ફેકટર્સ, પેમેન્ટ પરફોર્મન્સ અને ક્ધઝ્યુમર સેટ્રિસિટીનો સમાવેશ થાય છે.

આમાંથી તમામ એક પેરામીટર્સની અંદર અમુક સબ પેરામીટર્સ હશે અને તમામ એક પેરામીટર્સની અંદર ઘણા માપવાલાયક ઈન્ડિકેટર્સ હશે. આ ઇન્ડેક્સમાં માર્ચ ૨૦૧૮ને બેઝ પિરિયડ બનાવવામાં આવ્યું છે. બેઝ પિરિયડનો ડીપીઆઇ સ્કોર ૧૦૦ રાખવામાં આવ્યો છે.

આ બેઝ અનુસાર માર્ચ ૨૦૧૯નો ઉઙઈં સ્કોર ૧૫૩.૪૭ અને માર્ચ ૨૦૨૦નો ઉઙઈં સ્કોર ૨૦૭.૮૪ આવ્યો છે.નિવેદન અનુસાર આ સ્કોર જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં ઘણો વિકાસ થયો છે.

January 1, 2021
gst.jpg
1min763

1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ થયો હતો, એ પછીના 21 મહિનામાં સૌથી વધુ ટેક્સ ડિસેમ્બર 2020માં મળ્યો

ભારત સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા જીએસટીની ડિસેમ્બર 2020 મહિનાની આવકનો આંકડો રૂ.1.15 લાખ કરોડને આંબી જતા કેન્દ્ર સરકાર હરખાઇ ઉઠી છે. 1 જુલાઇ 2017 એટલે કે છેલ્લા 21 મહિનાથી જીએસટી લાગૂ થયા પછીનો આ મંથલી ટેક્સ કલેક્શનનો આ સૌથી મોટો આંકડો છે. વર્તમાન નાણાકિય વર્ષમાં સળંગ ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાનો સાયકોલોજીકલ માર્ક પાર કરી ગયો છે.

ડિસેમ્બર 2020ના જીએસટી કલેક્શન અગાઉ સૌથી વધુ કલેક્શન એપ્રિલ 2019મા થયું હતું. ત્યારે 1,13,866 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું.

ડિસેમ્બર 2020મા જીએસટીનું કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા છે જે ડિસેમ્બર 2019મા થયેલા 1.03 લાખ કરોડ કરતા 12 ટકા વધારે છે. નવેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 87 લાખ જીએસટીઆર-3બી રિટર્ન્સ ફાઈલ થયા છે.

જીએસટીની માસિક આવક (ચાલુ હિસાબી વર્ષમાં)

  • એપ્રિલમાં 32,172 કરોડ
  • મે માં 62,151 કરોડ
  • જૂનમાં 90,917 કરોડ
  • જૂલાઈમાં 87,422 કરોડ
  • ઓગસ્ટમાં 86,499 કરોડ
  • સપ્ટેમ્બરમાં 95,480 કરોડ
  • ઓક્ટોબરમાં 1,05,155 કરોડ
  • નવેમ્બરમાં 1,04,963 કરોડ
  • ડિસેમ્બરમાં 1,15,174 કરોડ રૂપિયા

ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારની તિજોરીને થયેલા આટલી જંગી રકમના ટેક્સ કલેક્શન એ બાબતની પ્રતીતિ થાય છે કે કોરોના અને એ પછી લોકડાઉનના કારણે મંદ પડેલું ભારતીય અર્થતંત્ર હવે ફરીથી પાટા પર ચડી રહ્યું છે.

January 1, 2021
CIA_Live_Logo_New2.jpg
6min927

બેંકો વગરના એમેઝોન પે, ગુગલ પે, ફોન પે જેવા થર્ડ પાર્ટી UPI પર વધારાનો ચાર્જ લાગશે એવી વાત NPCIએ નકારી

યુપીઆઈની ( UPI )ચુકવણીમાં ફેરફાર થશે – 1 જાન્યુઆરી 2021થી, યુપીઆઈ દ્વારા ચુકવણી મોંઘી થશે. થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી એપ પર વધારાનો ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવામાં આવ્યો છે. એવા સમાચારો મિડીયામાં ફેલાતા NPCIએ સ્પષ્ટતા કરી છે કે ગઇ તા.5મી નવેમ્બર 2020ના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં એવો કોઇ ઉલ્લેખ નથી કે નોન બેંક યુપીઆઇ પર ચાર્જ લેવામાં આવશે.

UPI Payment

Users might be required to pay additional charges on transactions from Amazon Pay, Google Pay and Phone Pay. NPCI has reportedly decided to impose additional charge on UPI Payment Service (UPI Payment) run by third party app providers from January 1. NPCI has imposed a 30 percent cap on third party apps starting the New year. Though Paytm will be required to pay this charge, it has been reported.

ચેક પેમેન્ટ સિસ્ટમ

ચેક પેમેન્ટ સિસ્ટમ – 1 જાન્યુઆરી, 2021 થી, ચેક પેમેન્ટ (Cheque Payment) સંબંધિત નિયમો બદલાશે. સકારાત્મક ચેક પેમેન્ટ (Positive Pay System) દ્વારા રૂ. 50,000 અથવા વધુની ચુકવણી પર કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ફરીથી પુષ્ટિ કરવી પડશે. જો કે, તે ખાતાધારક પર આધારીત રહેશે કે તે આ સુવિધા મેળવે છે કે નહીં. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પ્રદાન કરી શકે છે.

Cheque payments rule

In a bid to check banking fraud, the Reserve Bank of India had a couple of months ago decided to introduce the ”positive pay system” for cheque, under which re-confirmation of key details may be needed for payments beyond Rs 50,000. This Cheque payments rule of positive pay system will come into effect from January 1 2021. While availing of this facility is at the discretion of the account holder, banks may consider making it mandatory in case of cheques for amounts of Rs 5 lakh and above.

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન 5000 રૂપિયા સુધી

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. તે 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી માટે પિન દાખલ કરવાનો રહેશે નહીં.

Contactless card transactions limit

The Reserve Bank of India (RBI) has said that the limits for contactless card transactions and e-mandates for recurring transactions through cards and UPI will be enhanced from Rs 2,000 to Rs 5,000 from January 1, 2021. RBI said that the move is aimed to expand adoption of digital payment in a safe and secure manner. These are also well-suited to make payments in a safe and secure manner, especially during the current pandemic. This will depend on mandate and discretion of customers, RBI Governor Shaktikanta Das said.

WhatsApp to stop working on select phones

Popular messaging platform WhatsApp will withdraw support from certain platforms from January 1. Mentioning about supported operating systems, WhatsApp page mentions that it provides support for and recommend using these devices: Android running OS 4.0.3 and newer; iPhone running iOS 9 and newer; and Select phones running KaiOS 2.5.1 newer, including JioPhone and JioPhone 2.

Car prices

Car market leader Maruti Suzuki India and home grown Mahindra and Mahindra will increase prices of its vehicles from January 1 to offset the adverse impact of rising input costs.

Landline to Mobile phone calls

Callers will soon be required to add ‘0’ prefix for making calls from landlines to mobile phones in the country, with the telecom department asking telcos to make necessary arrangements by January 1 to implement the new system. The department has accepted sectoral regulator Trai’s recommendation for having the ‘0’ prefix for such calls, a move that will create sufficient numbering space for telecom services.

 LPG Cylinder Prices

Oil marketing companies revise the prices of LPG on the first day of every month depending on the crude rates in the international markets.

GST-registered small biz

Businesses with up to Rs 5 crore turnover will have to file only four GST sales returns, or GSTR-3B, from January instead of 12 at present, according to sources quoted by news agency PTI. The Quarterly filing of Return with Monthly Payment (QRMP) Scheme would impact almost 94 lakh taxpayers, about 92 per cent of the total tax base of the goods and services tax (GST). With this, from January onwards, small taxpayers would need to file only eight returns (four GSTR-3B and four GSTR-1 returns) in a year.

January 1, 2021
fastag.png
1min385

ફાસ્ટેગની નવી વ્યવસ્થા અંગે સરકારે નાગરીકોને મોટી રાહત આપી છે. વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની સમય મર્યાદા 1 જાન્યુઆરીથી વધારી 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આમ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ જરૂરી નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાને લઈ તેને લગાવવાની સમય મર્યાદા વધારી છે. આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થવા માટે ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી, ર0ર1થી તમામ વાહનોમાં ફાસ્ટેગ લાગેલુ હોવું ફરજિયાત રહેશે.

દેશના તમામ એનએચએઆઈ ટોલ પ્લાઝા કેશને બદલે ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવી રહ્યા છે. જો કોઈ ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પર પહોંચશે તો તેણે બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે નાગરીકોને વાહનમાં ફાસ્ટેગ લગાવવા માટે દોઢ મહિનાની મહેતલ અપાઈ છે. 100 ટકા કેશલેસ વ્યવસ્થા હવે 1પ ફેબ્રુ.થી અમલી બનશે. ફાસ્ટેગ બે પ્રકારના હશે. એક એનએચએઆઈનું ટેગવાળુ અને બીજુ બેંકો પાસેથી લેવામાં આવેલું.

December 28, 2020
car.png
1min399

કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.

અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.

December 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min665

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.

સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.

આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.

December 18, 2020
tollplaza-1280x715.jpg
1min482

દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.

આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.

જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે.
સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.

December 14, 2020
epf.jpg
1min398

દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.

December 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min777

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.

GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી

GJEPC Welcomes Measures Announced by Finance Minister to Boost Exports

GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.

December 9, 2020
serum.jpg
1min495

દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.