CIA ALERT

બોલીવુડ Archives - Page 3 of 13 - CIA Live

April 22, 2022
tulsi.jpg
1min398

Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો.  ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.

આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.

પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?

April 20, 2022
junier_ntr.jpg
1min535

21 દિવસ ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે, બ્રહ્મચર્યનું પાલન કરશે

ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે. 

જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે. 

જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે. 

April 16, 2022
kgf2.jpg
1min513
K.G.F Chapter 2 | Official Trailer |Yash |Srinidhi Shetty|Sanjay  Dutt|Prashanth Neel|Concept Trailer - YouTube

 કેજીએફ ચેપ્ટર 2એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના ક્રેઝને ધ્યાને લઈને અનુમાન લગાડવામાં આવ્યું હતું તે સાચુ પડયું છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે ઓપનિંગ ડે ઉપર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. વોર, ઠગ્સ ઓફ હિન્દૂસ્તાન અને બાહુબલી 2ને પછાડતા કેજીએફ : ચેપ્ટર 2 હવે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે દેશભરમાં 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હિન્દી વર્ઝનમાં 63.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણીનો રેકોર્ડ ટાઈગર શ્રોફ અને રિતિકની ફિલ્મ વોરના નામે હતો. જેનું નેટ કલેક્શન 53.35 કરોડ હતું. જ્યારે કેજીએફનુ’ નેટ કલેક્શન 53.95 કરોડ રૂપિયા રહ્યું છે.

April 11, 2022
rrr.jpg
1min405

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે.

ફિલ્મ હવે 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.રામચરણ તેજા અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે.

આ પહેલા આમિર ખાનની દંગલ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 1000 કરોડની ક્લબમાં સામેલ થયેલી છે.બાહુબલીએ 1800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી હતી.જ્યારે દંગલે 2024 કરોડ રુપિયા કમાણી કરી હતી.

RRRના કારણે જોહન અબ્રાહમની ફિલ્મ એટેક સુપર ફ્લોપપ સાબિત થઈ છે.RRRનુ હિન્દી વર્ઝન પણ 213 કરોડ રુપિયાની કમાણી કરી ચુકયુ છે.ત્રીજા સપ્તાહમાં પણ RRR બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે.

April 3, 2022
aalia.jpg
1min404

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી હોય છે ત્યારે આ બંને પ્રેમી પંખીડા એપ્રિલમાં સગાઈ કરવાના છે અને ડિસેમ્બરમાં લગ્ન કરશે, એવી માહિતી મળી રહી હતી. જોકે, ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ કપલ ડિસેમ્બરમાં નહીં, પરંતુ આ જ એપ્રિલમાં લગ્નબંધને બંધાશે પરિવારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

લગ્ન સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. રણબીર તથા આલિયા લૅવિશ હોટલમાં લગ્ન નથી કરવાના, પરંતુ કપૂર પરિવારના પૈતૃક ઘરમાં લગ્ન કરવાના છે. ચેમ્બુર સ્થિત આવેલા RK (રાજ કપૂર) હાઉસમાં તેઓ ફેરા ફરશે. રણબીર કપૂરે જ આ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે 1980માં 20 જાન્યુઆરીના રોજ આ ઘરમાં લગ્ન કર્યા હતા.

કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નમાં 450 મહેમાનોને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.

રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.

December 21, 2021
aishwarya.jpg
1min671

૨૦૧૬માં લિક થયેલા કરચોરી વિશેના વૈશ્ર્વિક ‘પનામા પૅપર કૌભાંડ’ મામલે ઐશ્ર્વર્યા રાય બચ્ચનની સોમવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરૅટ (ઇડી) સમક્ષ હાજર થઇ હતી અને ઇડીના અધિકારીઓએ એની છ કલાક સુધી પૂછતાછ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 
ફેમા કાયદા હેઠળ ઐશ્ર્વર્યાની પૂછતાછ કરવામાં આવી હતી અને ઐશ્ર્વર્યાએ આપેલા જવાબો નોંધવામાં આવ્યા હતા. 

Aishwarya Rai leaves ED office after five hours of questioning in Panama  Papers leak case. Watch | Bollywood - Hindustan Times

ઇડીના અધિકારીઓ સમક્ષ ઐશ્ર્વર્યાએ કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. નવી દિલ્હીના જામ નગર હાઉસ ખાતે આવેલા ઇડીના કાર્યાલયમાં ઐશ્ર્વર્યાની સાંજે ૭ વાગ્યા સુધી પૂછતાછ કરવામાં આવી હતી. 

વોશિંગ્ટનના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટોના એક જૂથે ૨૦૧૬માં વિશ્ર્વના નેતાઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ દ્વારા વિદેશની કંપનીઓ તથા સંપત્તિમાં કરેલા બેનામી રોકાણની માહિતી જાહેર કરી હતી અને એ ‘પનામા પૅપર કૌભાંડ’ના નામે ઓળખાય છે. એમાંથી કેટલીક વ્યક્તિઓનું રોકાણ કાયદેસરનું  પણ છે.


લિક કરાયેલી માહિતીમાં ભારત સાથે સંકળાયેલા ૪૨૬ કેસની વિગતો છે. ૨૦૧૬-૧૭થી ઇડી બચ્ચન કુટુંબની આ કેસમાં સંડોવણી વિશે તપાસ કરી રહી છે. આ અગાઉ અભિષેક બચ્ચનને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો.

December 4, 2021
kangana_ranaut-1280x720.jpg
1min416

અવારનવાર પોતાનાં ભડકાઉ વિધાનોથી વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રણૌતને આજે પંજાબમાં કિસાનોનાં પ્રચંડ વિરોધનો સામનો કરવો પડયો હતો. આજે તે મનાલીથી મુંબઈ જતી વખતે કીરતપુર સાહેબ ટોલ પ્લાઝા પાસે કારમાં પહોંચી ત્યારે કિસાનોનાં ટોળાએ તેનાં કાફલાને રોકી લીધો હતો. આ દરમિયાન નારાબાજી અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો કંગના માફી માગે તેવી માગણી કરતાં રહ્યાં હતાં.

તનાવ વધતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આશરે બે કલાકનાં હંગામા બાદ આખરે કંગનાએ માફી માગી લીધા બાદ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી.

દેખાવકાર કિસાનોનું કહેવું હતું કે, એકથી વધુ વખત કંગનાએ ખેડૂતો માટે ગેરશબ્દો ભાંડયા છે. જ્યાં સુધી તે માફી ન માગે ત્યાં સુધી તેને આગળ જવા નહીં દેવાં માટે ખેડૂતો મક્કમ રહ્યા હતાં.’

October 30, 2021
Aryan-Khan.jpg
1min379

ક્રૂઝ-ડ્રગ્સમાં પકડાયેલા આર્યન ખાનને જામીન મળ્યાના એક દિવસ પછી બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ‘ઓપરેટિવ ઓર્ડર’ જાહેર કર્યો હતો. આર્યન ખાન પર જામીનની ૧૪ શરતો લાદવામાં આવી હતી. પાંચ પાનાંના ઓર્ડરમાં હાઇ કોર્ટે ક્હ્યું હતું કે આર્યન ખાન અને અન્ય બે સહઆરોપી વતી પર્સનલ બોન્ડ અને સ્યોરિટી રજૂ કરવાની રહેશે.

તેણે વિશેષ એનડીપીએસ કોર્ટ સમક્ષ પાસપોર્ટ જમા કરવા પડશે. વિશેષ કોર્ટ પાસેથી પરવાનગી લીધા વગર તેઓ ભારત છોડી નહીં શકે અને દર શુક્રવારે તેણે એનસીબીની ઓફિસમાં હાજર થવું પડશે. આ ત્રણે દ્વારા જો શરતોનો ભંગ થશે તો એનસીબી વિશેષ કોર્ટ સમક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે તેવું કોર્ટે ક્હ્યું હતું.

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ‘પ્રત્યેક અરજદારો/આરોપીઓએ એક લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ આપવો પડશે અને તેટલી જ રકમની એક અથવા વધુ સ્યોરિટી જમા કરાવવી પડશે. પુરાવાઓ સાથે છેડછાડ અથવા સાક્ષીઓ પર વ્યક્તિગત રીતે અથવા કોઇના દ્વારા પ્રભાવિત કરવાનો ઓરોપીઓએ પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું.

મુંબઇ છોડવા અગાઉ આરોપીઓએ એનસીબીને જાણ કરવી પડશે. કેસમાંના અન્ય આરોપીઓ અથવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા કોઇ સાથે આ ત્રણેય સંપર્ક કરી શકશે નહી તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. ‘એકવાર અદાલતી કાર્યવાહી શરૂ થશે તે પછી અરજદારો/આરોપીઓએ કાર્યવાહીમાં વિલંબ કરાવવાનો પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. અરજી આપવાના કારણો સહિતનો વિગતવાર આદેશ આગામી સપ્તાહમાં આપવામાં આવશે તેવું જજે કહ્યું હતું.

October 28, 2021
aryan.jpg
1min419

ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.

આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.

વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.

જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.

October 26, 2021
rajnikanth.jpg
1min371
Rajinikanth surprises after receiving Dadasaheb Phalke award

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો. 

મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.  નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો. 

ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. 
રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો.  આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું. 

રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો. 

અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી.  રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.