CIA ALERT

Alert Archives - Page 504 of 521 - CIA Live

July 25, 2018
ICSI-875.jpg
1min9160

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગયા જુન 2018માં ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાયેલી સી.એસ. કોર્સની ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આઇ.સી.એસ.આઇ. સુરત ચેપ્ટરનું પરીણામ છપ્પર ફાડ રહ્યું હતું. સુરતના પહેલા પાંચ ક્રમ પર પાંચેય દિકરીઓએ સ્થાન હાંસલ કરીને વુમન્સ એમ્પાવરન્મેન્ટનો દાખલો બેસાડ્યો હતો. સુરત ચેપ્ટરમાંથી સી.એ. ફાઉન્ડેશન પ્રોગ્રામ જુન 2018ની પરીક્ષામાં કુલ 176 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 117 વિદ્યાર્થીઓનું પરીણામ આજે પાસમાં આવ્યું હતું.

સુરતની મનિષા સુરેન્દ્ર જૈનએ 86.5 ટકા માર્ક્સ સાથે સુરત ચેપ્ટરમાં સૌપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

 

 

 

 

સુરતની જ ફાતેમા કુરેશ કોઠારીએ 85.5 ટકા માર્ક્સ મેળવીને સમગ્ર સુરત ચેપ્ટરમાં દ્વિતીય ક્રમ હાંસલ કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

 

 

સાક્ષી નરેશ જૈન નામની વિદ્યાર્થિનીએ 80 ટકા માર્ક્સ મેળવીને કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.

 

 

 

July 25, 2018
mumbai1.jpeg
1min14550

મરાઠા અનામતની માંગને લઈને બીજા દિવસે પણ મહારાષ્ટ્ર બંધના એલાનના હિંસક પ્રત્યાઘાત પડ્યા છે. ટ્રેન, બસ, પબ્લિકપ્રોપર્ટી પર બેફામ પથ્થરમારો કરીને પારાવાર નુકસાની પહોંચાડવામાં આવી છે. માયા નગરી મુંબઇ જાણે ઠપ થઇ ગઇ છે. સ્કુલ કોલેજોને તકેદારીના પગલા રૂપે પહેલેથી જ બંધ રખાયા છે. પ્રાઇવેટ ઓફિસો પણ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાક માર્ગો પરથી કરફ્યુ હોય તેવી સ્થિતિ ભાસી રહી છે.

થાણે અને નવી મુંબઈમાં બંધ દરમિયાન રાજ્ય પરવિહન નિગમની બસોને નિશાન બનાવવામાં આવી હતી. ટોળા દ્વારા બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈમાં બંધને પગલે કંજુરમાર્ગ અને ભાંડુપમાં પણ બે બેસ્ટ બસને ટાર્ગેટ બનાવાવમાં આવી હતી. બસો પર પથ્થરમારો કરવાની ઘટનાને પગલે બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ કેટલાક ભાગોમાં સેવા સ્થગિત કરી દીધી હતી.

અનામતની માગણી સાથે થાણે પછી ઘંસોલી રેલવે સ્ટેશન પર ટ્રેક પર લોકો ઉતર્યા હતા અને ટ્રાંસ-હાર્બર સેવા ઠપ થઈ ગઈ હતી. થાણે-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મરાઠા સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન બાદ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી પડી હતી.

July 25, 2018
truck-1.jpg
1min6290

ટ્રકચાલકોની હડતાલ પાંચમા દિવસમાં પ્રવેશી છે ત્યારે રોજિંદી જરૂરિયાતની ચીજો, ઘરવપરાશની વસ્તુઓ અને મોબાઇલ ફોનના સપ્લાય પર પ્રતિકૂળ અસર શરૂ થઈ છે. કેટલાક કિસ્સામાં કાચા માલના પુરવઠાના અભાવે ફેક્ટરીઓ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ થોડો વધુ સમય ચાલુ રહેશે તો રિટેલ સ્ટોર્સમાં સપ્લાયની તંગી થવાની આશંકા છે.

ટ્રકની હડતાલને પગલે ઇ-કોમર્સ કંપનીઓના પેકેજની ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. રોજિંદી જરૂરિયાતની ચીજો અને ખાસ કરીને ફળો, ડેરી પ્રોડક્ટ્સના મર્યાદિત પુરવઠાના કારણે ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તમામ કેટેગરીના કન્ઝ્યુ ગૂડ્ઝના સપ્લાય પર માઠી અસર થશે. અત્યારે અમારા સ્ટોકની હેરફેર યોજના મુજબ થઈ રહી છે. જોકે, કેટલાક સ્થળે થોડી મુશ્કેલી છે, જેનો ઉકેલ પછીના દિવસે આવી જાય છે.

ટ્રકચાલકોની હડતાલ એવા સમયે થઈ છે જ્યારે સારા ચોમાસાના કારણે કન્ઝ્યુ ગૂડ્ઝ ઉદ્યોગને પ્રોત્સાહક ક્વાર્ટરનો અંદાજ હતો. કેટલાક અંદાજ મુજબ હડતાલથી ₹૧૦,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. હડતાલને સ્થાનિક કામદાર સંઘોનો ટેકો છે. જેની અસર તમામ સેક્ટર્સને થઈ છે.

કન્ઝ્યુ ગૂડ્ઝ કંપનીઓની ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો સપ્લાય બે દિવસમાં ધીમો પડ્યો છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં સ્થિતિ ઉકેલાશે અને ફળો, શાકભાજીના સપ્લાય પર વધુ માઠી અસર નહીં થાય.

July 25, 2018
1min5170

રૂપિયા નવ હજાર કરોડની બૅંક સાથે છેતરપિંડી કરનાર ભાગેડુ વિજય માલ્યાએ ભારત પાછા ફરવાની ઇચ્છા પ્રશાસન સમક્ષ વ્યકત કરી હોવાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી છે.


ભારત સરકારની એને ત્યાંથી દેશનિકાલ કરવાના પગલાનો વિરોધ માલ્યા લંડનની કોર્ટમાં કરી રહ્યો છે, પણ કહેવાય છે કે એણે પ્રશાસનને એવો સંદેશ મોકલ્યો છે કે એ ભારતમાં કાનૂની પ્રક્રિયામાં સામેલ થવા ઇચ્છે છે અને તાજેતરમાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર ઓર્ડિનન્સ હેઠળ લેવાયેલા પગલાં સામે કોર્ટમાં કેસ લડવા માગે છે. તાજેતરમાં સરકારે ખરડામાં કરેલા ફેરફાર અનુસાર
સરકાર માલ્યાની ભારત અને વિદેશની બધી સંપત્તિ પર ટાંચ મારી શકે એમ છે.
જોકે, આ મામલે ખરી વાત વિશે હજુ કશી સ્પષ્ટતા થઇ ન હોવાની વાત ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવી હતી.
ગયા મહિને મુંબઈની મની લોન્ડરિંગ કોર્ટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પ્રમાણે રૂપિયા નવ હજાર કરોડની બૅંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં માલ્યાને 27મી ઑગસ્ટે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
ઇડીએ આ સાથે માલ્યાની અંદાજે રૂ. 12,500 કરોડની સંપત્તિ પર ટાંચ મારવાની પરવાનગી પણ કોર્ટ પાસે માગી છે.
જો માલ્યા કોર્ટ સમક્ષ હાજર નહીં થાય અથવા સમન્સનો જવાબ નહીં આપે તો એને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરી દેવાય એવી શક્યતા ઊભી થઇ છે.
ઇડી અને સીબીઆઇએ અલગથી માલ્યા સામે આ મામલે કેસ દાખલ કર્યા છે.
લંડનથી એને દેશનિકાલ કરવાના કેસની સુનાવણી આ મહિનાના અંતમાં લંડનમાં થવાની શક્યતા છે અને ભારતીય તપાસ અધિકારીઓ એ વખતે ત્યાં હાજર રહેશે.

July 24, 2018
sh4.jpg
1min10590

સુરત : ગુજરાતના સૌ પ્રથમ ફુલ્લી ફેમિલી એન્ટરટેનમેન્ટ સેંટર શોટ ખાતે“લીડર્સ ડેઆઉટ” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૉડલ્સબ્લોગર્સ, ડાન્સર, આર્ટિસ્ટ, બાઈકિંગ ક્વીન્સ, યંગ આન્ત્રપ્રિન્યોર્સ,સોશ્યાલિસ્ટ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ઇવેન્ટ દરમિયાન તમામે ફેમ પોન્ડ, આઈસ બ્રેકીંગ, બોલિંગ જેવી રમતોનો ભરપૂરઆનંદ લીધો હતો. સાથે વિવિધ પ્રેરણાદાયી વિષયો પર ચર્ચા ગોષ્ઠિ અને પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં યુથ નેશનના વિકાસ દોષીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ કશે પણ પહોંચવા કામનો નશો હોવા ઘણો જરૂરી છે.એમ્બિશન હોવું પણ એટલુંજ જરૂરી છે. આજનું યુથ યુરેનિયમ છે. જો એને સાચી દિશામાં યૂટિલાઇઝ કરવામાં આવે તો. જ્યારે કોરિયોગ્રાફર નિખિલ ઘીગરાંએ જણાવ્યું હતું કે લોકોએ પહેલાતો એ સમજવું જોઈએ કે તેમનું પેશન શું છે. પછી તેની પાછળ મંડી પડવું જોઈએ, અને એવી રીતે ડેડિકેટ બનો કે પાછળ વળીને ન જુઓ આ ઉપરાંત અન્ય લોકોએ પણ પોતાની કારકિર્દીની યાત્રા સમક્ષ મૂકી હતી.

July 24, 2018
Brics-1280x720.jpg
1min5670

BRICS સમ્મેલન 25 જુલાઈના યોજાશે જેની યજમાની આ વર્ષે દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવી છે. BRICSની આ10મી બેઠકમાં BRICS દેશો વચ્ચે ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. વડાપ્રઘાન મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમા થનારી BRICS સમ્મેલનમાં ભાગ લેશે.

Meaning of BRICS

BRICS is the acronym for an association of five major emerging national economies: Brazil, Russia, India, China and South Africa. Originally the first four were grouped as “BRIC” (or “the BRICs“), before the induction of South Africa in 2010.

ભારતના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસના આફ્રિકા પ્રવાસ ઉપર છે. વડાપ્રધાન મોદી ગઇ તા.23મી જુલાઇએ રવાંડા પહોચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગ્મની સાથે વાતચીત કરી હતી અને વ્યપાર, કુષિના ક્ષેત્રમાં સહયોગ મજબુત કરવાના ઉપાયો પર ચર્ચા પણ કરી હતી. આ સાથે વડાપ્રઘાન મોદીએ રવાંડાને 200 ગાયોનુ દાન પણ કર્યું હતું. જોકે હવે મોદી યુગાંડા અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પહોંચશે.

July 24, 2018
cod.jpg
1min7880

જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ ઓન ડિલિવરી’ શરૂ કરી હતી. કારણ કે એ સમયે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બહુ પ્રચલિત ન હતા અને ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ બાબતે ખચકાટ હતો. ભારતમાં ઇ-કોમર્સની ઝડપી વૃદ્ધિ માટે ‘કેશ ઓન ડિલિવરી’ મહત્ત્વનું પરિબળ રહ્યું છે.

કેશ ઓન ડિલિવરી સિસ્ટમ અન્વયે ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય માર્કેટપ્લેસ પાર્સલ પહોંચાડતી વખતે થર્ડ-પાર્ટી વેન્ડર્સ વતી ગ્રાહકો પાસેથી રોકડ મેળવે છે, પણ RBIના જણાવ્યા અનુસાર ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે એપ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા એગ્રિગેટર્સ કે પેમેન્ટ ઇન્ટરમીડિયરીઝને PSS (પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ) એક્ટ, 2007ની કલમ 8 હેઠળ ડિલિવરી સામે રોકડ લેવાની કોઇ જ સત્તા નથી.

બીજી તરફ કાનૂની નિષ્ણાતો કહે છે કે  ઓનલાઇન શોપિંગ સંદર્ભના કાયદાઓમાં ‘કેશ ઓન ડિલિવરી’ માટે મનાઈ ફરમાવાઈ નથી. કાયદામાં ઇલેક્ટ્રોનિક અને ઓનલાઇન પેમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ ‘કેશ ઓન ડિલિવરી’ના વિકલ્પ દ્વારા મળેલાં નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વેપાર સંગઠનો, યુનિયન્સ, ખેડૂતોનાં જૂથો અને લઘુઉદ્યોગોના ગ્રૂપ FDI વોચના ધર્મેન્દ્ર કુમારે એક પ્રશ્નમાં RBIને પૂછ્યું હતું કે, “ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા કેશ ઓન ડિલિવરી દ્વારા પેમેન્ટ કલેક્શન અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સને તેની વહેંચણી પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ એક્ટ, 2007ના નં.51 હેઠળ પેમેન્ટ સિસ્ટમ અને સિસ્ટમ પ્રોવાઇડરની વ્યાખ્યામાં સામેલ છે કે નહીં. જો જવાબ ‘હા’માં હોય તો આ પેમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ 8 મુજબ અધિકૃત છે કે નહીં?”

મહત્ત્વની બાબત એ છે કે, રિઝર્વ બેન્કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન અંગે કાયદો બનાવ્યો છે કે નહીં. RBIએ જવાબમાં કહ્યું હતું કે, “રિઝર્વ બેન્કે આ બાબતે કોઈ ચોક્કસ સૂચના જારી કરી નથી.” રિઝર્વ બેન્કે ઇન્ટરમીડિયરીઝની ‌વ્યાખ્યા અંગે જણાવ્યું હતું કે, “ઇન્ટરમીડિયરીઝમાં મર્ચન્ટ્સને પેમેન્ટ કરવા માટે ગ્રાહકો પાસેથી ઇલેક્ટ્રોનિક કે ઓનલાઇન પેમેન્ટના વિકલ્પ દ્વારા નાણાં લેતી તમામ એન્ટિટીનો સમાવેશ થાય છે. આ ગૂડ્ઝ પર GST ચૂકવાયેલો હોય તે જરૂરી છે અને આખરી સેટલમેન્ટ તરીકે જે તે એન્ટિટીએ નાણાં મર્ચન્ટ્સને ટ્રાન્સફર કરેલા હોવા જોઈએ.”

July 24, 2018
pharmacy.jpg
1min7850

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ રાજ્યભરમાં આવેલી બી.ફાર્મ. કોર્સની કોલેજોમાં હાથ ધરેલી પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને અંતે ફાર્મસી કોલેજોમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની સઘળી માહિતી અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાલી પડેલી આ બેઠકોની માહિતી જોયા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇશમાં સુધારો કરી શકે છે.

July 23, 2018
platinum1.jpg
1min9400

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણે સમગ્ર વિશ્વમાં વેપાર-વણજની સ્થિતિ ડામાડોળ થઇ જવા પામી છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી ટેરિફમાં વૃદ્ધિને પગલે સોના, ચાંદી, પ્લેટિનમ, પેલેડિયમ જેવા કિંમતી ધાતુઓના ભાવ લપસીને તળીયે બેઠા હોવાનું નોંધાયું છે. ટેરિફ, ટ્રેડ વોર, ટ્રમ્પ અને અમેરિકન ફેડરલ આ નામો હાલ બુલિયન માર્કેટમાં બોલિવુડના પિક્ચરમાં આવતા વિલન સમાન બન્યા છે.

સોના, ચાંદી કે પેલેડિયમ કરતાં વર્તમાન વિષમ સ્થિતિમાં પ્લેટિનમની થઇ છે. સફેદ સોનું તરીકે પણ ઓળખાતા પ્લેટિનમના ભાવ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ 10 વર્ષની નીચી સપાટીએ ગબડ્યા હતા જે આ મિલેનિયમની શરૂઆતમાં એક તબક્કે ઊંચામાં 2,200 ડોલરની વિક્રમ સપાટીએ હતા. ભારતમાં હાલ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ભાવ (31.1 ગ્રામ) ₹56,954ના સ્તરે હોવાનું ગોલ્ડબ્રોકર નામની એજન્સીના ડેટા સૂચવતા હતા.

પ્લેટિનમના ભાવ ઝડપથી તૂટવા પાછળનું કારણ વૈશ્વિક ટ્રેડ વોરના વાતાવરણમાં ઓટો ઉદ્યોગ પણ અડફેટે આવ્યો છે. યુરોપ અને ચીનમાં વેચાતી મોંઘી કારના પાર્ટ્સ બનાવવામાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. ઓટો ઉદ્યોગને સંભવિત ટ્રેડ વોરને કારણે વિપરીત અસર થશે તો તેની અસર પ્લેટિનમ પર થઈ શકે છે એમ ડોએચ્ચ બેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

ચીનના જૂન મહિનાના ઝવેરાત વેચાણના આંકડા પણ પ્લેટિનમ માટે નિરાશાજનક હતા. ચીનમાં સોનાના ઝવેરાતની માગ સુધરવા સામે પ્લેટિનમમાંથી બનતા દાગીનાની માગ નેગેટિવ રહી હોવાનું જોવાયું હતું. સોના અને પ્લેટિનમના ભાવ માટે ચીનનું જ્વેલરી વેચાણ અત્યંત મહત્ત્વનું ગણવામાં આવે છે કેમ કે કુલ માગમાં તેનો હિસ્સો 14 અને 16 ટકાનો રહ્યો છે.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, પ્લેટિનમની ઇન્ડસ્ટ્રિયલની સાથે જ્વેલરી માગ પણ નીચી રહેતાં તેનો આંચકો ભાવ પર જોવાયો હતો. વધુમાં સોના કરતાં પ્લેટિનમનો એક્સ્ચેન્જ ખર્ચ પણ વધુ રહેતાં તે ઓછું આકર્ષક રહ્યું હતું.

July 23, 2018
DSC_5336.jpg
1min6280

આગામી 29મી જુલાઈના રોજ સરસાણાના પ્લેટીનમ હોલ ખાતે ફેસ ઓફ ગુજરાતની ગ્રાંડ ફિનાલે યોજાશે

સુરત : ઓરા એકેડેમી દ્વારા આયોજિત “ફેસ ઑફ ગુજરાત 2018”સ્પર્ધાના ભાગરૂપે વિવિધ એક્ટિવિટીનું આયોજન થઇ રહ્યું છે. જે અંતર્ગત તા.23 જુલાઇ 2018ના રોજ બોક્સ ક્રિકેટનું આયોજન થયું હતું જેમાં સ્પર્ધકો સહીત અન્ય લોકોએ ભાગ લીધો હતો.

ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે ફેસ ઑફ ગુજરાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32 ફાઇનાલિસ્ટસની પસંદગી  કરવામાં આવી છે. જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ છે. આગામી 29મી જુલાઈના રોજ સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ગ્રાંડ ફિનાલે યોજાશે.

સ્પર્ધાની તસ્વીરી ઝલક આ મુજબ છે.