CIA ALERT

Alert Archives - Page 450 of 521 - CIA Live

November 14, 2018
sachin.jpg
1min8150

સચીન નોટિફાઇડ એરીયા ઓથોરિટી હેઠળ વિકસેલા નાના અને લઘુ ઉદ્યોગકારો માટે તા.15મી નવેમ્બર 2018ના રોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી લિડ બેંકની ટીમ દ્વારા જુદી જુદી સરકારી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે માહિતી આપશે.

સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હોલ ખાતે ગુરુવાર તા.15મી નવેમ્બર 2018ના રોજ સવારે 11થી 5 દરમિયાન જુદી જુદી નેશનલાઇઝ્ડ તેમજ સરકારી બેંકોના અધિકારીઓ હાજર રહીને એમ.એસ.એમ.ઇ સ્કીમ્સ અંગેની માહિતી તેમજ માર્ગદર્શન આપશે.

નાના અને મધ્યમકદના ઉદ્યોગકારો, કારખાનેદારો, ઉદ્યમીઓ માટે આ કેમ્પ અત્યંત મહત્વપૂર્ણ નિવડશે. સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના અગ્રણી શ્રી મહેન્દ્રભાઇ પટેલએ રસ ધરાવનાર સૌને આ કેમ્પનો લાભ લેવા માટે ખાસ આગ્રહ કર્યો છે.

November 14, 2018
surat_police.jpg
1min7340

સુરત શહેર પોલીસના ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ વિશેષ કામગીરી બદલ બહુમાન કર્યું હતું.

જેના પરીણામ સ્વરૂપ રાજ્યના ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા (I.P.S.) દ્વારા સુરત શહેરના હે.કો. જયેશભાઈ બાલકૃષ્ણ, ( ડી.સી.બી. પો.સ્ટે.) અને હે.કો. પરેશકુમાર ધીરજલાલ (ડી.સી.બી પો.સ્ટે)ને સપ્ટેમ્બર-૨૦૧૮ નો e-cop of the month અને cyber cop of the month નો એવાર્ડ એનાયત કરવામાં આવી હતી.

પ્રસ્તુત તસ્વીરો સુરત પોલીસના ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની છે.

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઇ બાલકૃષ્ણને સપ્ટેમ્બર 2018 મહિનાનો ઇ-કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી પરેશભાઇ ધીરજલાલ ને સપ્ટેમ્બર 2018 મહિનાનો સાઇબર કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

 

November 14, 2018
suratairport1.jpg
1min7630

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 14, 2018
crud.jpg
1min7130

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ડિસેમ્બરથી ક્રૂડના ઉત્પાદન કાપ સામે ટ્વિટ કરીને વર્તમાન ભાવ હજી નીચા આવવા જોઈએ એમ જણાવતાં સોમવારે આવેલો ઉછાળો શમી ગયો હતો.

વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારની ટોચથી લગભગ ચાર ટકા ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આગલા બંધની સામે લગભગ બે ટકા ઘટીને બેરલે 69 ડોલરની નીચે ગબડીને 68.32 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે 12 ફેબ્રુઆરી 2018 પછીનો સૌથી નીચો ભાવ હતો. આમ બ્રેન્ટ છેલ્લાં 12 દિવસથી સળંગ ઘટ્યું છે જેમાં વધ્યા મથાળેથી 20 ટકાનું ધોવાણ થયું છે.

માત્ર 12 દિવસના ઘટાડામાં ક્રૂડ નવ મહિનાની નીચી સપાટીએ ગબડ્યું છે. બ્રેન્ટને પગલે પગલે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (ડબલ્યુટીઆઇ)માં પણ એક તબક્કે 2.8 ટકાનો કડાકો બોલાયો હતો જે 26 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 11 ટકા ઘટીને બેરલે 59 ડોલરની નીચે ગબડીને 58.34 ડોલરની સપાટીએ રહ્યું હતું.

સાઉદીના ઊર્જા પ્રધાને ડિસેમ્બરથી દૈનિક પાંચ લાખ બેરલ્સના ઉત્પાદન કાપની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં આવેલો ઉછાળો ઝડપથી શમી ગયો હતો. ભાવ તૂટવાની સાથે વોલ્યુમ પણ 100 દિવસની એવરેજની સામે 67 ટકા વધીને રહ્યું હતું જે સૂચવે છે કે તેજીની પોઝિશન ઝડપથી સુલટાઈ રહી છે.

November 14, 2018
walmart-flipkar.jpg
1min10820

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં ભારતની આ સૌથી વધુ પ્રચલિત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપ કાર્ટની સ્થાપના કરનાર બન્ને બંસલો આજે કંપનીમાંથી આઉટ થઇ ચૂક્યા છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કંપનીઓમાં આ હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ પૈકી એક છે.

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં બંસલે વિદાય લીધી છે. અમેરિકન કંપની વોલમાર્ટે ‘ગંભીર વ્યક્તિગત ગેરવર્તન’ની તપાસ શરૂ કર્યા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. વોલમાર્ટે આરોપો કયા પ્રકારના છે તે જણાવ્યું ન હતું.

તપાસમાં બિન્ની સામેના આરોપોને સમર્થન મળે તેવું કંઈ મળ્યું નથી. પરંતુ તેણે જજમેન્ટમાં બીજી ખામીઓ ટાંકી હતી, જેમ કે પારદર્શિતાનો અભાવ. બિન્નીએ પરિસ્થિતિનો જે રીતે પ્રતિભાવ આપ્યો તે પણ ખામીયુક્ત ગણવામાં આવે છે. તેના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તેમ વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.

35 વર્ષીય બિન્ની બંસલે ૨૦૦૭માં સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને આઇઆઇટી દિલ્હીના ગ્રેજ્યુએટ્સ છે. બિન્ની બંસલ હવે ફ્લિપકાર્ટના બોર્ડમાં રહેશે. હિલચાલથી વાકેફ સૂત્રોએ કહ્યું હતું કે બિન્ની બંસલ સામેની સ્વતંત્ર તપાસ ચાલુ વર્ષમાં જુલાઈમાં શરૂ થઈ હતી અને સ્વતંત્ર કાનૂની પેઢી દ્વારા આ તપાસ કરવામાં આવી હતી.

બંસલે તા.13મી નવેમ્બર 2018ના રોજ ફ્લિપકાર્ટના કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “મારી સામેના આરોપોથી મને આઘાત લાગ્યો છે અને હું તેને નકારી કાઢું છું. જોકે, તપાસમાં કેટલીક ખામીઓ શોધવામાં આવી છે. ખાસ કરીને પારદર્શિતાનો અભાવ. મારા માટે અને મારા પરિવાર માટે આ પડકારજનક સમય હતો.

તેના કારણે કંપની અને ટીમનું ધ્યાન અન્યત્ર ખેંચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હું ચેરમેન અને ગ્રૂપ સીઇઓ તરીકે રાજીનામું આપું તે વધુ યોગ્ય છે.”એક સૂત્રે કહ્યું કે, “મુખ્ય વાત એ છે કે બિન્ની કેટલાક સમયથી રાજીનામું આપવા વિચારતા હતા અને આ તપાસથી તેમનો નિર્ણય વધારે ઝડપથી લેવામાં આવ્યો છે.”

November 11, 2018
iccwomen.jpg
1min7950

પુરુષોની ક્રિકેટમાં તેમ જ હૉકીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળતી હોય છે, પરંતુ આજે અહીં મહિલા વર્લ્ડ કપમાં બન્ને દેશોની મહિલા ખેલાડીઓ એકમેક સામે ચડિયાતા પુરવાર થવા મુકાબલામાં ઊતરતી જોવા મળશે. આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ભારતીય સમય મુજબ રાત્રે ૮.૩૦થી ભારત-પાક મૅચ છે જેમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારત જીતવા માટે ફેવરિટ છે.

૨૦૧૬ની સાલમાં ઘરઆંગણે યોજાયેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે પરાભવ થયો હતો અને એનો આજે ભારતે બદલો લેવાનો છે. જોકે, વાસ્તવમાં ૨૦૧૬ની એ મૅચ પછી ભારતે ત્રણેય વાર પાકિસ્તાનની મહિલા ટીમને હરાવી છે. આજની મૅચમાં જવેરિયા ખાન પાકિસ્તાનની કૅપ્ટન છે.

November 11, 2018
jain.png
1min12540

જૈન બહુલ વસતિ, તેમજ જૈન દેરાસરોના વિસ્તાર તરીકે જાણીતા સુરતના ગોપીપરા વિસ્તારમાં એક જૈન સાધ્વીની છેડતીની ઘટનાએ સમગ્ર જૈન સમાજને હચમચાવી મૂક્યો છે. તા.10મી નવેમ્બર 2018ના રોજ શનિવારે રાત્રે સાધ્વી જૈન ઉપાશ્રયમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યાએ આવીને છેડતી કરી હતી સાધ્વીએ બુમાબુમ કરતા અજાણ્યો ભાગી છુટયો હતો. છેલ્લાં બે મહિનામાં  આવી ત્રીજી ઘટના બનતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

ગોપીપરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધ્વી એકલા હતા  એટલે  તાળા મારીને સુતા હતા પણ શનિવારે રાત્રે કોઇ અજાણ્યો તાળું તોડીને સાધ્વીના રૂમમાં ઘુસ્યો હતો અને છેડતી કરી હતી. સાધ્વીએ બુમાબુમા કરી મુકતા અજાણ્યો ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જૈન સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનવાને કારણે જૈન સમાજ આગામી દિવસોમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને પેટ્રોલિંગની માગ કરશે એમ જાણવા મળ્યું છે.

November 11, 2018
MARKET.jpg
1min5870

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

November 11, 2018
ap.jpg
1min7200

આંધ્ર પ્રદેશના એક ગામમાં દિવસે નાઇટી પહેરનાર મહિલાને રૂ.2000નો દંડ કરાતો હોવાની વાત જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના ટોકાપલ્લી ગામના નવ વડીલોની કમિટીએ એવો ફતવો કાઢયો છે કે જે મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે નાઇટી પહેરીને ફરતી દેખાશે એને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આટલું ઓછું હોય એમ, જે કોઇ મહિલા દિવસે નાઇટી પહેરીને ફરતી મહિલાની માહિતી આપે એને રૂ. 1000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ફતવો આમ તો નવ મહિના પહેલા કાઢવામાં આવ્યો હતો, પણ કોઇ કામે એ ગામમાં ગયેલા જકાત અધિકારીઓને ગત ગુરુવારે જ જાણવા મળી હતી. આ વાત બહાર ગઇ તો વાત કરનાર ગામની મહિલાનો જાહેર બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય આ વાત ગુપ્ત રાખવાની અને સરકારી અધિકારીઓને ન જણાવવાની ચેતવણી ગામના અન્ય લોકોને અપાઇ હતી.

ટોકલપલ્લીના સરપંચ ફેન્ટાસીયા મહાલક્ષ્મીએ જણાવ્યું હતું કે નાઇટી પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી યોગ્ય વાત ન ગણાય.

જોકે, એમણે મહિલાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી હોવાની અને આવો કોઇ ફતવો કાઢયો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

November 10, 2018
drawan1.jpg
1min10740

અમેરિકાને પોતાનું દોસ્ત માની રહેલા પાકિસ્તાનની હાલત એવી થઇ છે કે અમેરિકા દોસ્તના સ્વરૂપમાં મોટામાં મોટું દુશ્મન સાબિત થયું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનમાં 409 જેટલા ડ્રોન વિમાની હુમલા કરીને 2700થી વધુ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે. ખુદ પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ત્રાસવાદી નહીં પણ સામાન્ય નાગરિકો હતા.

અમેરિકા કહે છે કે આતંકવાદને ખતમ કરવાના ઉદ્દેશથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંચાલિત ડ્રોનહુમલા પાકિસ્તાનના બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ર્નોથ વઝીરીસ્તાન, સાઉથ વઝીરીસ્તાન અને ઓરવઝઈમાં ૨૦૦૪થી શરૂ કરવામાં આવ્યા હતા.

સૌથી વધારે ડ્રોન હુમલા ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસનકાળમાં કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની નૅશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૦૮થી ૨૦૧૨ના ગાળામાં ૩૩૬ હવાઈ હુમલામાં ૨૨૮૨ લોકો માર્યા ગયા હતા અને ૬૫૮ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત ૨૦૧૦માં ૧૧૭ હુમલામાં ૭૭૫ જણ માર્યા ગયા હતા અને ૧૯૩ જણ ઈજા પામ્યા હતા. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાસનકાળમાં ૬૫ ડ્રોનહુમલામાં ૩૦૧ જણ માર્યા ગયા હતા અને ૭૦ જણ ઘાયલ થયા હતા. ૨૦૧૮માં કરવામાં આવેલા બે ડ્રોનહુમલામાં એક જણ માર્યો ગયો હતો અને એક જણ ઈજા પામ્યો હતો. તહરીક-એ-પાકિસ્તાનના ટોચના નેતાઓ, તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર અને આતંકવાદી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અને અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન સહિત અનેક મોટા આતંકવાદીઓ અમેરિકાના આવા ડ્રોન-અટૅક્સમાં માર્યા ગયા છે.