CIA ALERT

Alert Archives - Page 426 of 521 - CIA Live

January 15, 2019
kumbh.jpeg
1min10790

કુંભમેળાને વિશ્ર્વનો સૌથી મોટો ધાર્મિક મેળો કહેવો ખોટું નહીં હોય. આ જ કારણ છે કે કુંભમેળાના સાક્ષી બનવા માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ મોટી માં ત્યાં પહોંચે છે. દર ચાર વર્ષે કુંભમેળો વારાફરતી નાસિક, અલાહાબાદ, ઉજ્જૈન અને હરિદ્વારમાં ભરાય છે. હરિદ્વારમાં કુંભમેળો ગંગા નદીના કિનારે, નાશિકમાં ગોદાવરી નદીના કિનારે, ઉજ્જૈનમાં નર્મદા નદીના કિનારેે ભરાય છે. આ વર્ષે કુંભમેળો સંગમનગરી પ્રયાગરાજમાં ભરાયો છે. જે તમામ કુંભ સ્થળોમાં સૌથી વિશેષ છે. જાણો છો શા માટે? કેમ કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમસ્થળ છે. પહેલા શાહી સ્નાન સાથે જ આજથી એટલે કે 15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગ ઉપરાંત કુંભમેળો નાશિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ ભરાય છે, પરંતુ પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું મહત્વ છે એટલું અન્ય કોઇ કુંભમેળાનું નથી. 

ત્રિવેણીસંગમ પર આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે એ તો આ માટેનું એક કારણ છે જ, પરંતુ એ ઉપરાંત પણ બીજી બાબતો છે જે પ્રયાગરાજના કુંભમેળાને ખાસ બનાવે છે. માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં જ્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તે જ બ્રહ્માંડનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાં જ પૃથ્વીનું કેન્દ્ર પણ છે.

એક એવી માન્યતા છે કે બ્રહ્માંડની રચના કરતા અગાઉ બ્રહ્માજીએ આ જ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. 

આ યજ્ઞના પુરાવા તરીકે અશ્ર્વમેધ ઘાટ અને બ્રહ્મેશ્ર્વર મંદિર આજે પણ અહીં મોજૂદ છે જેને યજ્ઞના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
કુંભમેળા દરમિયાન અનેક શાહીસ્નાન થાય છે. આ વખતે આઠ શાહીસ્નાન છે જેમાં પહેલું શાહીસ્નાન આજે (મંગળવારે) શરૂ થવાની સાથે જ કુંભમેળોના આરંભ પણ થયો છે. શાહીસ્નાનમાં સૌથી પહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુસંતો જ સ્નાન કર્યું હતું. અખાડાના સાધુસંતો સ્નાન કરી લીધા બાદ જ સામાન્ય જનતાએ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.

માનવામાં આવે છે કે શાહીસ્નાનમાં બ્રહ્મ મૂર્હુતમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન મળે છે. આ કારણે જ કુંભમાં શાહીસ્નાન દરમિયાન લોકોમાં ડૂબકી લગાવવાની સ્પર્ધા જોવા મળે છે.

કુંભમેળો 15 જાન્યુઆરી (આજથી) મકરસંક્રાંતિએ આરંભ થયો છે અને ચોથી માર્ચના મહાશિવરાત્રી સુધી ચાલશે. 

આ દરમિયાન આઠ શાહીસ્નાન થશે. પહેલું શાહીસ્નાન 15 જાન્યુઆરીએ અને છેલ્લું શાહીસ્નાન ચોથી માર્ચે થશે અને તે સાથે કુંભમેળાનું સમાપન પણ થશે. આ વર્ષે કુંભમેળામાં દેશવિદેશથી અંદાજે 12 કરોડ જેટલા લોકો આવે એવી શક્યતા છે.

પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે

કુંભમેળાનું આયોજન મોટો પડકાર છે. ઉત્તર પ્રદેશ પોલીસે કુંભમેળાની ભીડ અને અવ્યવસ્થાના પડકારને પહોંચી વળવા પહેલેથી જ અનેક યોજના તૈયાર કરી રાખી છે. સંગમ પર ગોઠવવામાં આવેલી પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે એમ જણાવતાં પોલીસ કમિશનર ઓ. પી. સિંહે કહ્યું હતું કે જો આના કરતા વધુ સમય ડૂબકી લગાવવા દઈશું તો ભાગદોડ મચી જવાનું ગંભીર જોખમ છે. આ વરસે કુંભમેળામાં ભારે ભીડ થવાની શક્યતા હોવાને કારણે પ્રમુખ સ્નાન દરમિયાન અક્ષયવટના દર્શન નહીં થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.

January 15, 2019
kite1.jpg
1min13780

ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.

સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

January 13, 2019
makar.jpg
1min8750

સૂર્યના આ મકર પ્રવેશને મકરસંક્રાંતિ કહે છે. વિક્રમ સંવત-૨૦૭૫માં તા.૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સાંજે ૭.૫૨ મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.  જોકે, મકર-સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરીના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે. મકરસંક્રાંતિએ ગુજરાતમાં પતંગોત્સવ પણ ઉજવાય છે અને ગુજરાતીઓ સાથોસાથ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને ગૌપૂજન પણ કરે છે. પતંગોત્સવ દરમિયાન દિવસભર સૂર્ય સમક્ષ જ રહેવાનું હોવાથી સૂર્ય-સ્નાન પણ આપોઆપ થઈ જતું હોય છે.

ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના દીર્ઘાયુ અપાવે છે. સાથોસાથ ધન-સંતાન-આરોગ્ય પણ અપાવે છે. માટે જ સૂર્ય નારાયણની ઉપાસના માટેનાં અનેક પર્વોમાંનું એક સામ્બ દશમી પણ છે. આ દિવસે સૂર્ય-નારાયણને અર્ઘ્ય અને ઓમ્ સૂર્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રનો યથા શક્તિ જાપ કરવાથી પણ ભગવાન સૂર્ય-નારાયણની કૃપા શ્રદ્ધાળુ ઉપર રહે છે અને તેને ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

ભગવાન સૂર્યનાં સંતાનોમાં સાવર્ણિ મનુ, યમ-યમુના, શનિ, અશ્વિનીકુમારો ઉપરાંત તાપીને પણ તેમની જ પુત્રી માનવામાં આવે છે. સાથોસાથ એવું પણ કહેવાય છે કે જેવી રીતે શાક્ત સંપ્રદાય, શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય છે તેવી જ રીતે એક સમયે ગુજરાતમાં સૌર-સંપ્રદાયનું અસ્તિત્વ હતું અને તે સમયે સૂર્યનાં અનેક પર્વ અને તહેવારો ઉજવવામાં આવતા હતા. જેમકે, રથ સપ્તમી, સૂર્ય-સપ્તમી, મકરસંક્રાંતિ, સામ્બ દશમી વગેરે. આ રીતે સૂર્યનારાયણની કૃપા મેળવવાનું પર્વ એટલે મકરસંક્રાંતિ.

January 13, 2019
government_gujarat.jpg
1min5440

કેન્દ્ર સરકારે જાહેર કરેલી આર્થિક રીતે પછાત સવર્ણો માટેની 10 ટકા અનામત ઉતરાણના દિવસથી ગુજરાતમાં અમલી બની જશે. લોકસભા, રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. અને ઉતરાણ એટલે કે તા. 14મી જાન્યુઆરી 2019થી ગુજરાત સરકારની નોકરીઓમાં બિન અનામતમાં આવતા અને આર્થિક રીત નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે.

રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા મળશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે.

January 12, 2019
patang1.jpg
1min16070

જયેશ બ્રહ્મભટ્ટ. સુરત

સુરતીઓની ઉતરાણ પહેલા જેવી ક્યાં રહી છે. દાયકા અગાઉ સુધી સુરતીઓ માટે ઉતરાણ એટલે જાણે પતંગ અને દોરી સિવાય બીજું કશું નહીં. હવે ઉતરાણ પતંગ-દોરાથી વિશેષ ખાણીપીણી અને પાર્ટીઓનો ફેસ્ટિવલ બની ગઇ છે. આ શબ્દો છે સુરતના સૌથી જૂના પતંગના વિક્રેતા શ્રી મનહરભાઇના. સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં મનહરભાઇએ જણાવ્યું કે પહેલા જેવા પતંગો ક્યાં સુરતીઓ ચગાવે છે, એવા ગ્રાહકો હતા જેઓ 500-500 પતંગ અને 6-7 ફિરકીઓ લઇને ધાબે ચઢી જતા અને બે દિવસ બસ અગાસી પર જ. હવે એ જ ગ્રાહકો 50 પતંગ માંડ ખરીદે છે અને ફક્ત ઉતરાણના દિવસે સાંજે 5 થી 7માં જે પતંગો ચગાવી શકાય એ ચગાવાના નહીં તો કંઇ નહીં.

symbolic photo

આવો જ માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સુરતીઓની હાલની યુવા પેઢી એટલે કે યંગસ્ટર્સ, કિડ્ઝીસ્તાનને પતંગ દોરા પરત્વે ખાસ આકર્ષણ નથી. 7થી 18 વર્ષની વયના સુરતીઓ તેમના ડેડીની જેમ પતંગના રસીયા નથી એટલે માહોલ નિરસ બની રહ્યો છે, તબક્કાવાર ઉતરાણ હવે ખાણી-પીણીનો ફેસ્ટિવલ બની રહ્યો છે.

પારિવારીક અને ફ્રેન્ડસ સર્કલના મેળાવડા, પાર્ટીઓ થાય પણ પહેલાની જેમ પતંગ ચગાવવાનું કામ પ્રાયોરિટીમાં નહીં પણ આખા દિવસમાં શું ખાવા પીવાનું અને ડ્રેસિંગ બસ એટલા પૂરતી ઉતરાણ સિમીત બની ચૂકી છે. પતંગ દોરાના વિક્રેતા કરતા આજે ઉંધીયું, પૂરી, રેડીમેડ ખાણું વગેરેનું માર્કેટ ઉતરાણમાં ઉંચકાય જાય છે પણ પતંગ અને દોરાનો વેપાર પહેલા જેટલો પણ નહીં તેનાથી ઓછો થયો છે. હાલાકી વસતિ વધી છે પણ પતંગ દોરાનો કારોબાર 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધવો જોઇએ તેવો વધ્યો ન હોવાનું રાંદેરના પતંગ વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવાર તા.14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મોટા ભાગે અગાસીઓમાં ખાણીપીણીની જયાફતો યોજાવાની છે. આમેય ઉતરાણના દિવસે પહેલા જેવો પવન પણ વાતો નથી કે ફૂંકાતો નથી, એટલે તબક્કાવાર એવું નોંધાયું છે કે સુરતીઓની પતંગ ચગાવવાની મઝા પણ પવનની ગેરહાજરી કિરકીરી કરી રહી છે.

January 12, 2019
sp.jpg
1min14550

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માટે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠીની બેઠક છોડી દેવામાં આવી છે.

માયાવતીએ કહ્યું કે જનહિત અને દેશભક્તિ માટે અમે 1995નો ગેસ્ટાહાઉસ કાંડ ભૂલાવી દીધો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઈમાની કરીને સરકાર બનાવી છે. બાદમાં અમે પેટાચૂંટણીથી જ ભાજપને રોકવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારથી જ ભાજપને રોકવા સપા-બસપા સાથે આવે તેવી ચર્ચા શરૂ થઈ હતી. દલિતો, પછાત, ગરીબો, અલ્પસંખ્યકોના હિતની ઉપેક્ષા થતા અમે ગેસ્ટહાઉસ કાંડ ભૂલીને ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

તો અખિલેશ યાદવે આ ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો. અખિલેશે કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓએ માયાવતી માટે અશોભનીય કમેન્ટ કરી હતી ત્યારથી જ ગઠબંધન કરવાની ઈચ્છા હતી. ભાજપે આવું બોલનાર સામે પગલાં લેવાને બદલે મંત્રી બનાવીને ઈનામ આપ્યું. ત્યારથી જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું. સાથે જ અખિલેશ યાદવે આ ગઠબંધન કાયમી રહેશે અને લાંબું ચાલવાનો પણ દાવો કર્યો છે.

January 12, 2019
vibmain.jpg
1min5210
  • ૧૨ કન્ટ્રી પાર્ટનર
  • ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે
  • ૨૬૦ થી વધુ બી ટુ જી અને
  • ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ
  • ૨૦ ક્ધટ્રી સેમિનાર અને
  • ૭ સ્ટેટ સેમિનારનું આયોજન
  • સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન
  • નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન
  • રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ

રાજ્યમાં આગામી ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર, ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. ૨૬૦ થી વધુ બી ટુ જી અને ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો અને અન્ય દેશોના મહાનુભાવો આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચાલી રહી છે.

ગુજરાતના મુખ્ય સચિવ જે. એન.સિંહે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.આ સમિટ વેળા આફ્રિકા ડે પણ ઉજવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયાની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન અત્રે પ્રદર્શન પણ યોજાશે.

આ સમિટ અંતર્ગત ૨૦ ક્ધટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન, રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્સ યોજાશે. આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

શોપિંગ ફેસ્ટિવલમાં ૨૦ હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવ સિંહે ઉમેર્યું હતું. મોદી ૧૭મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લોે મૂકશે, તેમજ વી.એસ. હૉસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. ૧૮મી જાન્યુઆરીએ તેઓ ૧૦ વાગ્યે વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે.

January 11, 2019
Swiggy-Zomato-Banner-Opt.jpg
1min9520
  • ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
  • હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.

એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.

 

January 11, 2019
sansad.jpeg
1min14090

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો. રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.

January 11, 2019
gst.jpg
1min15190

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.