CIA ALERT

Alert Archives - Page 413 of 512 - CIA Live

January 26, 2019
liquor.jpg
1min7710
  • રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ
  • રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી
  • અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ
  • મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી
  • એક તરફ સરકારે દારુબંધીનો કડક અમલ ફક્ત અમીર, વીઆઇપી, ધનવાન લોકો પર કરાવ્યે રાખ્યો છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાના પરવાનાઓ પણ સરકાર ધડાધડ મંજૂર કરી રહી છે
લિકર શોપનો પ્રતિકાત્મક ફોટો

ગુજરાતમાં એક તરફ રૂપાણી સરકારે દારુબંધીનો કડક અમલ કરાવવાના બહાને ધનવાન ઘરના, ખાનદાન ઘરના, મોટા લોકો પર દારબંધીના કેસો ઠોકાવ્યા છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાની પરવાનગી પણ આ જ રૂપાણી સરકાર આપી રહી છે. દારુબંધીના મુદ્દે સરકારના બેવડા વલણો હોવાની હદ તો ત્યારે દેખાઇ રહી છે કે ગુજરાતમાં દારુબંધી જેના કારણે અત્યારપર્યંત અણનમ રહી છે એ પૂ.મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમના 500 મીટર વિસ્તારમાં બબ્બે સ્થળોએ સત્તાવાર રીતે દારુ વેચવા માટે નોટીફાઇડ લિકર શોપની મંજૂરી આપી દેવામાં આવી છે.

રાજ્યમાં એક તરફ દારુબંધીના કડક અમલના નામે પોલીસે રીતસર જુલ્મો કરવા માંડ્યા છે. પીધેલા પોલીસવાલાઓ જ દારુડીયા લોકોને પકડી પકડીને કેસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એવા લોકોની સામે પગલાં ભરવાની જગ્યાએ દારુ પીનારાઓને પકડી પકડીને પોલીસ મીર માર્યો હોય તેવો ડોળ કરી રહી છે. દારુબંધીના કડક અમલના નામે આજકાલ મહિલાઓને પાર્ટીઓમાંથી પકડી લાવીને પોલીસ મિડીયા માઇલેજ મેળવીને દારૂબંધીનું પ્રમોશન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. દેશી દારુ પીને રસ્તે રખડતા લોકો પર કોઇ દારુબંધી જોવા મળતી નથી. પોલીસ મથક કે પોલીસ સ્ટેશનની સામેથી લથડીયા ખાતા ખાતા પસાર થતા દારુડીયાઓ પોલીસ તંત્ર માટે કામના નથી. ફક્ત ધનવાન, જાણીતા, વીઆઇપી લોકો પર જ પોલીસ દારુબંધીનો અમલ કરાવી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે. દારૂના વેચાણ માટે હોટલમાં પરમીટ માટેની અરજીઓની સમીક્ષા કરતી હાઇ-પાવર કમિટી તેની આગામી મીટિંગમાં વધુ 12 હોટલોને કાયદેસર રીતે દારુ વેચવાના લાયસન્સ આપશે એમ મનાય છે. નશાબંધી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 15 હોટલો કે જેમણે લાયસન્સ માગ્યા છે તેમાં 10 નવી હોટલો એકલા અમદાવાદની છે.

ગુજરાતમાં ચાર નવી હોટલો કે જ્યાં દારુ વેચવાની સરકારે પરવાનગી આપી છે એ અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે હોટેલોને ઉદારતાથી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ છે.

માત્ર અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં શરાબનું વેચાણ કરતી હોટલોની સંખ્યા માત્ર પાંચ હતી. સરકારે સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શરાબ વેચતી હોટલોની સંખ્યા 13 થવા જાય છે.

January 24, 2019
ausi_baba.jpg
1min5200

સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ

ઓસ્ટ્રેલિયન બાબા શરભંગગિરી

અલાહાબાદમાં ચાલી રહેલા કુંભમેળામાં માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના લોકો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કુંભમેળામાં સાધુસંતો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ. આ બાબા ૧૯૯૮માં પહેલી વાર ટૂરિસ્ટ તરીકે ઑસ્ટ્રેલિયાથી ખાસ કુંભમેળો જોવા આવ્યા હતા. તેમણે સાંભળેલું કે આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ફેસ્ટિવલ છે. એ પહેલાં તેઓ એથિસ્ટ હતા. અહીં આવીને તેઓ ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેયને મYયા. તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સાધુ જીવનશૈલી આકર્ષી ગઈ. મેલબર્ન છોડીને શરભંગગિરિએ સંન્યાસ લઈ લીધો અને ત્યારથી સાધુની જેમ કુટિરમાં જીવન ગાળે છે.

January 24, 2019
railway-recruitment-board.jpg
1min8710

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 24, 2019
1min11270

બજેટ પણ રજૂ કરે તેવી શક્યતા : જેટલી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ખાતા વગરનાં મંત્રી

અરુણ જેટલી અગાઉ કિડની રિપ્લેશમેન્ટની ટ્રીટમેન્ટને કારણે અને હવે ઘોષિત નહીં થયેલી બિમારીની સારવારના કારણે દેશના ખાતા વગરના મંત્રી બન્યા છે. કેમકે અરુણ જેટલી જે ખાતું સંભાળે છે એ નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો જેટલીની અસ્વસ્થતાને કારણે રેલવે મંત્રી પીયૂષ ગોયલને સોંપીને કામચલાઉ નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે.

આ ઘટનાક્રમને પગલે હવે વચગાળાનું બજેટ પણ ગોયલ જ સંસદમાં રજૂ કરે તેવી શક્યતા દેખાય છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ પીયૂષ ગોયલને અસ્થાયી ધોરણે નાણા અને કોર્પોરેટ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. જ્યાં સુધી જેટલી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેઓ મંત્રાલય વગરનાં મંત્રી બની રહેશે.

January 24, 2019
shankar-1.jpg
1min5530

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.

કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાશે
હવે ‘ઘડિયાળના કાંટે’ ચાલશે બાપુ

પહેલા ભાજપ, પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનવિકલ્પ મોરચો અને હવે શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ મોરચો ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હોવા દરમિયાન શંકરસિંહ વાઘેલા અને પક્ષના નેતાઓ વચ્ચે વારંવાર મતભેદ સામે આવતા હતા. બાદમાં બાપુએ હાથનો સાથ છોડી દીધો હતો.

ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા એનસીપી પણ ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવા બાપુનો સાથ લઈ રહી છે. જો કે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું વજન હજીય કેટલું પડે છે તે આગામી ચૂંટણીમાં જાણી શકાશે.

January 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7230

દાહોદ નજીકના એક ગામની યુવતી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે ઘરે લઈ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં અચાનક હલનચલન થતા તેને ફરી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની તબિયત સુધારા પર છે.

દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને ગત તા. 19મી જાન્યુઆરીએ રાતના સમયે દાહોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી જેથી તેને સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર દરમિયાન બીજા દિવસે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા દાહોદ વસતા આ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને યુવતીની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે લઈ જવાશે તેવું પરિવાર દ્વારા નક્કી કરાયા બાદ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરી દેવામાં આવી હતી. જોકે દાહોદ પરત લાવતી વખતે ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતીનું શરીર હલાવતા તે જીવિત હોવાનું જણાયું હતું જેથી યુવતીને દાહોદના ખાનગી દવાખાનામાં લઈ જઈને તપાસ કરવામાં આવતા યુવતી જીવિત હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક સારવાર બાદ યુવતીને વધુ સારવાર માટે ફરીથી વડોદરા ખાતે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરના તબીબોના મત પ્રમાણે દર્દી શોકમાં જતો રહે તે અવસ્થામાં તેના ધબકારા અનિયમિત થઈ જાય છે, જેથી તે સાંભળવા અતિમુશ્કેલ હોય છે. આ સંજોગોમાં પલ્સ અને બીપી બિલકુલ આવતું નથી, જેથી દર્દી મૃત છે કે જીવિત તે અનુમાન થતું નથી. આ સંજોગોમાં ક્યારેક ભૂલ થઈ પણ શકે છે.

January 24, 2019
swine-flu_.jpg
1min7730

ગુજરાતમાં સ્વાઇન ફ્લુ રોગચાળાએ બિલ્લી પગે જાહેર આરોગ્ય પર જબરદસ્ત શિકંજો કસી દીધો હોવાની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ સ્વાઇન ફ્લુના રોગોના કેસોની સંખ્યાએ ભૂકંપ મચાવી દીધો છે. છેલ્લા 22 દિવસ દરમિયાન સ્વાઇન ફ્લુના 210થી વધુ કેસો નોંધાતા સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓને એલર્ટ પોઝીશનમાં લાવી દેવામાં આવ્યા છે. હાલમાં રાજકોટ અને અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લુના રોગો સૌથી વધુ સંખ્યામાં મળી રહ્યા છે.

  • દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે
  • અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત
  • રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા
  • રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ

ગુજરાતભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 210 કેસ નોંધાયા છે. તેમ જ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત થયા હતા. ફક્ત અમદાવાદ સિવિલમાં સ્વાઈન ફ્લૂના 31 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા હતા જેમાં રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે જેથી આરોગ્ય વિભાગના સલામતીના દાવા પોકળ સાબિત થયા છે. દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. રાજસ્થાનમાં 33માંથી 31 જિલ્લા સ્વાઈન ફ્લૂના સકંજામાં છે. તેમ જ રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 789 કેસ નોંધાયા છે તેમ જ 51 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ માઝા મૂકી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 66 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 19 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 19 કેસ અને રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 27 કેસ નોંધાયા છે જેમાંથી રાજકોટ શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3 અને રાજકોટ જિલ્લામાં 6 લોકોના મોત થયા છે.

(Swine Flu image)

January 24, 2019
SGCCI.jpg
1min7540

શુક્રવારે, તા. ર5/01/ર019 થી શરૂ થનાર આ ચાર દિવસીય પ્રદર્શન રોજ સવારે 10.00 થી સાંજે 07.00 કલાક સુધી ખુલ્‍લું રહેશે. જાહેર જનતા માટેનો પ્રવેશ સાંજે 06.00 કલાકે બંધ કરવામાં આવશે.

પશ્‍ચિમ ભારતનું સૌથી વધુ આકર્ષણ ધરાવતું એકઝીબીશન સુરત ઈન્‍ટરનેશનલ ઓટો એક્ષ્પો 2019

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે રીતે ઓટો એક્ષ્પો 2019નું આયોજન તેમજ પબ્લિસીટી કરવામાં આવી છે એ જોતા એવું જણાય આવે છે કે આ વખતે ઓટો એક્ષ્પો 2019 જોવા જાણવા માટે અડધો લાખથી વધુ લોકો ઉમટી પડશે. આ વખતે વાહનો પણ મોટી સંખ્યામાં ડિસ્પ્લે કરાયા હોવા ઉપરાંત નવા પાંચ વ્હીકલ્સ સુરતના ઓટો એક્ષ્પોથી લોંચ થવાના છે, વિન્ટેજ કારોથી લઇને ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ પણ હશે એટલું જ નહીં પણ સુરતની પહેલી ટેસ્લા કાર કે જે હાલમાં એસ.આર.કે. પરિવાર પાસે ઉપલબ્ધ છે એ મોડેલ પણ અહીં ડિસ્પ્લે કરવાનું આયોજન છે. આમ, ચેમ્બરનું ઓટો એક્ષ્પો પ્રદર્શન જોવા માટે મોટી સંખ્યામાં સમગ્ર દક્ષિણ ગુજરાતથી લઇને વડોદરાથી પણ મોટી સંખ્યામાં વાહનપ્રેમીઓ ઉમટી પડે તેમ છે. ચાર દિવસ દરમિયાન રોજના 9 કલાક પ્રદર્શન ખુલ્લું રહેશે, ઓટો એક્ષ્પોમાં પબ્લિક એન્ટ્રી રોજ એક કલાક વહેલી બંધ થશે એ હિસાબે ચાર દિવસના 32 કલાકના ઓટો એક્ષ્પોમાં અડધા લાખથી વધુ લોકો ચેમ્બરનું વાહન પ્રદર્શન જોવા ઉમટી પડે તેવો અંદાજ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમેયોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્‍ચે ઓટો એક્ષ્પો શ્રેણીના પાંચમા પ્રદર્શન ભસુરત ઈન્‍ટરનેશનલ ઓટો એક્ષ્પો 2019નું આયોજન તા. ર5/1/ર019 થી ર8/1/ર019 દરમિયાન સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર, સરસાણા ખાતે કરવામાં આવ્‍યું છે.

ચેમ્બર પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ જણાવ્યું કે આ ઓટો એક્ષ્પોમાં વિન્ટેજ કાર્સ ડિસ્પ્લે કરવામાં આવી રહી છે, સાથોસાથ હાલના સમયની શ્રેષ્ઠત્તમ કારો તેમજ ભવિષ્યમાં માર્કેટ કેપ્ચર કરે તેવી કાર્સનું પણ ડિસ્પ્લે થશે આમ, કલ, આજ ઔર કલની તર્જ પર સુરતવાસીઓને કાર્સનો કાફલો જોવા મળશે. હેતલ મહેતાએ ઉમેર્યું કે કન્વેન્શન સેન્ટરની તમામ જગ્યા ઉપરાંત ડિસ્પ્લે માટે બે ડોમ બનાવવા પડ્યા છે, એટલા વ્યાપક પ્રમાણમાં વાહનો ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે નવી કાર ખરીદનારાઓ માટે એક જ સ્થળે અલગ અલગ બ્રાન્ડની કાર જોવા, જાણવા માટે આ સૌથી અમૂલ્ય તક મળી રહેશે.

(File Photo of Auto Expo)

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ગુજરાત જયારે ઓટોમોબાઈલ ઈન્‍ડસ્‍ટ્રીના હબ તરીકે પ્રસ્‍થાપિત થઈ રહયું છે ત્‍યારે રાજયમાં યોજાનારા આ મેગા ઓટોમોટીવ શોમાં દેશની અગ્રગણ્‍ય ઓટો કંપનીઓ પોતાના ઉત્‍પાદનો જેવા કે કાર, ટુ વ્‍હીલર્સ, કોમર્શિયલ વ્‍હીકલ્‍સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાર્ટસ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્‍સ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન પશ્‍ચિમ ભારતનું સૌથી મોટું એકઝીબીશન બની રહેશે છે.

તેમણે વધુમાં કહયુ હતુ કે, સુરતમાં યોજાનારા ઓટો ઇન્‍ટરનેશનલ એક્ષ્પોને દર વખતે જબરજસ્‍ત પ્રતિસાદ મળે છે. ભારતમાં દિલ્‍હી બાદ સુરતમાં બીજા ક્રમે ઓટો ઇન્‍ટરનેશનલ એક્ષ્પોનું ભવ્‍ય પ્રદર્શન યોજાય છે. આ વખતે પણ આ પ્રદર્શનમાં મોટાભાગની દરેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓટો કંપનીઓએ ભાગ લીધો છે.

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યુ હતુ કે શુક્રવારે, તા. રપમી જાન્‍યુઆરી ર019ના રોજ સવારે 10.30 કલાકે સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકિઝબિશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટરમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે નેશનલ સ્‍મોલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (એન.એસ.આઇ.સી., અમદાવાદ)ના ઝોનલ જનરલ મેનેજર શ્રી પી.કે. ઝા તથા માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ કામરેજના વિન્‍ટેજ કારના પ્રિઝર્વર એન્‍ડ કન્‍ઝર્વેટર શ્રી કે.કે. પટેલ અને યસ બેન્‍કના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી ખુશરો અંકલેશ્વરીયા ઉપસ્‍થિત રહેનાર છે.

ઓટો પ્રદર્શન વિશે માહિતી આપતા ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈ અને કો – ચેરમેન શ્રી વિશાલ સિંહાએ જણાવ્‍યુ હતુ કેઆ વખતના પ્રદર્શનમાં ફોર વ્‍હીલર કેટેગરીમાં લેકસસ, મર્સિડીઝ બેન્‍ઝ, વોલ્‍વો, જેગુઆર, લેન્‍ડ રોવર, બી.એમ.ડબ્‍લ્‍યુ., ઈસુઝુ, મહિન્દ્રા એન્‍ડ  મહિન્દ્રા, ફોર્ડ, ટાટા, નિસાન, મારૂતી અને હયુન્‍ડાઇ જેવી બ્રાન્‍ડ ભાગ લઈ રહી છે. ટુ વ્‍હીલર્સ કેટેગરીમાં સુઝુકી, હાર્લી ડેવીડ્‍સન, બીએમડબ્‍લ્‍યુ મોટોરાડ, ટીવીએસ, યામાહા, ટ્રાયમ્‍ફ અને રોયલ એન્‍ફીલ્‍ડ જેવી બ્રાન્‍ડ જોવા મળશે. જયારે કમર્શિયલ કેટેગરીમાં ટાટા અને મહિન્દ્રા કમર્શિયલ જેવી બ્રાન્‍ડ જોવા મળશે.

આ વખતે પાંચથી વધુ નવા વાહનોનું લોન્‍ચીંગ પણ કરવામાં આવશે. આ પ્રદર્શનના મુખ્‍ય આકર્ષણોમાં વ્‍હીલ્‍સ ઓન રેમ્પ, સ્‍ટન્‍ટ બાઇકીંગ, વિન્‍ટેજ કાર અને સુપરકાર્સ રહેશે.

January 23, 2019
calogo1.jpg
3min18400

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 23, 2019
gpsc_logo.jpg
1min29500

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.

આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.

આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.