ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા શિબુ સોરેનનું નિધન Date 4 August 2025 થઇ ગયું છે. તેઓ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે વેન્ટીલેટર પર હતા. હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી. આજે હું શૂન્ય થઇ ગયો.
શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષના હતા.
છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં જેની સૌથી વધુ ડિમાંડ હોય છે એવા મેડીકલ અભ્યાસક્રમ MBBSની બેઠકોમાં 39 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, મેડીકલની એક એક સીટ માટે અત્યંત તીવ્ર સ્પર્ધા થતી હોય છે આમ છતાં સમગ્ર ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ એમબીબીએસની બેઠકોની નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહી જાય છે, એમ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના આંકડા દર્શાવે છે.
મેડીકલ એડમિશન સિસ્ટમ પર સવાલ ઉભા કરે તેવી માહિતી મુજબ 2024માં સમગ્ર ભારતમાં એમબીબીએસની કુલ 2849 સીટ પર એડમિશન જ ન ફાળવી શકાયા. 2023માં 2959 સીટો ખાલી પડી રહી. 2022માં 4146 સીટો ખાલી રહી અને 2021માં 2012 સીટો સાવ ખાલી પડી રહી. સુરત સમેત ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓની એવી સ્થિતિ બને છે કે જો એમબીબીએસમાં એડમિશન ન મળે તો ક્યાં તો ડ્રોપ લઇ લે છે અથવા તો અભ્યાસમાંથી જ તેમનો રસ ઉડી જાય છે.
આટલી મોટી સંખ્યામાં એમબીબીએસની સીટો ખાલી પડી રહેતી હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એડમિશન કમિટી અને એડમિશન કમિટીની પ્રવેશ વ્યવસ્થામાં તળિયા ઝાટક ફેરફારો કરવા જોઇએ. એમબીબીએસના અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને પહોંચી જાય છે, જો ભારતમાં જ ખાલી પડેલી અઢીથી ત્રણ હજાર સીટો પર પ્રવેશ ફાળવવામાં આવે તો ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ જવું ન પડે અને કમસે કમ રૂ.300 કરોડથી વધુની રકમ વિદેશમાં ઘસડાય જતી બચાવી શકાય છે.
Academic year
Vacant UG seats (Excluding AIIMS & JIPMER)
2021-22
2012
2022-23
4146
2023-24
2959
2024-25
2849
આ માહિતી 1 ઓગસ્ટ 2025 ના રોજ લોકસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ અતારાંકિત પ્રશ્ન તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય પુટ્ટા મહેશ કુમાર દ્વારા પૂછવામાં આવ્યો હતો.
MBBS બેઠકોની સંખ્યા 2020-21 ભારતમાં 83,275 થી વધીને 2024-25 સુધીમાં 1,15,900 થઈ ગઈ છે; જોકે, ખાલી બેઠકોની સંખ્યા (AIIMS અને JIPMER સિવાય) 2022-23માં 4,146 પર પહોંચી ગઈ હતી, જે 2024-25 માં ધીમે ધીમે ઘટીને 2,849 થઈ ગઈ છે, પરંતુ એવી કેવી વ્યવસ્થા કે 2849 જેટલી એમબીબીએસની સીટો ખાલી પડી રહે અને વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહે. ગુજરાતની કુલ સીટોની સંખ્યાની સરખામણીમાં 40 ટકા સીટો તો દેશભરમાં ખાલી પડી રહે છે, આ વ્યવસ્થા બદલાવી જોઇએ.
દેશમાં હાલમાં કેટલી એમબીબીએસની સીટો
The government data also showed the number of medical seats in India across the country in 2020-21 and 2024-25. UP, Tamil Nadu, Karnataka, Maharashtra and Gujarat top the list.
સુરત સમેત ગુજરાત અને દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂરા કરનારા ડિરેક્ટરોને હાલમાં રાજીનામા આપી દેવાની ફરજ પડાતી હતી. એ દરમિયાન આજે કેન્દ્ર સરકારે સહકારી બેંકીંગ એક્ટમાં કેટલાક મોટા સુધારા કરીને સહકારી બેંકોના ડિરેક્ટરોની આગલી, પાછલી તમામ અસરો દૂર કરીને હવે પછી સહકારી બેંકોના ડિરેક્ટરોની 10 વર્ષની મુદતની ગણતરી તા.1 ઓગસ્ટ 2025થી કરવાની રહેશે તે સંદર્ભેનું નોટિફિકેશન ઘોષિત કરવામાં આવતા સહકારી બેંકોના ડિરેક્ટરોમાં રાહતની લાગણી ફરી વળી છે. વળી જે ડિરેક્ટરોએ તાજેતરમાં જ 10 વર્ષની અવધિ પૂર્ણ થઇ ગઇ હોય રાજીનામું આપી દીધું છે તેમને મોટો ફટકો પડ્યો હોવાની પણ લાગણી પ્રવર્તી ઉઠી છે.
કેન્દ્ર સરકારે કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રમાં નીતિ નિયમોમાં 12થી વધુ સુધારાઓ કરીને વહીવટી શૂન્યાવકાશ તરફ આગળ વધી રહેલી સહકારી બેંકોને ઓક્સીજન પૂરો પાડવાનું કાર્ય કર્યું હોવાની લાગણી કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનના કારણે છવાય જવા પામી છે. કેન્દ્ર સરકારે એવું જાહેરનામુ બહાર પાડ્યું છે કે જેને કારણે સહકારી બેંકો કે જેમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિએ ફરજિયાત રાજીનામુ આપી દેવું પડે છે અને એ પછી ડિરેક્ટર પદે ચૂંટાનાર વ્યક્તિ નવો નિશાળીયો હોઇ, બેંકીંગ સિસ્ટમને ઘેરી અસર થાય તેવી શક્યતા હતી.
સુરતની જ અનેક બેંકોમાં વર્ષો જૂના અને બેંકીંગ કામકાજના અનુભવી ડિરેક્ટરોએ આ જ કારણોસર રાજીનામા ધરી દેવા પડ્યા હતા.અને હજુ આ સિલસિલો પણ ચાલુ જ રહ્યો હતો. તાજેતરમાં જ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇએ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર પદે 10 વર્ષના આ નિયમને કારણે જ રાજીનામુ ધરી દેવું પડ્યું હતું.
સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરી દેનાર વ્યક્તિને ફરીથી બેંકમાં ડિરેક્ટર પદે નહીં આરુઢ થવા દેવાના નિયમને કારણે સમગ્ર સહકારી બેંકના સ્ટ્રક્ચર અને બેંકીંગને ઘેરી અસર પહોંચી રહી છે અને સહકારી બેંકોમાં વહીવટી શૂન્યાવકાશ સર્જાય તેવી સ્થિતિ છે એવી રજૂઆતો કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઇને સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષની ગણતરી માટે એક તારીખ મુકરર કરીને તમામ વાદવિવાદો અને ભૂતકાળમાં સર્જાયેલા કાનૂની પ્રકરણો પર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન અનુસાર આગામી તા.1 ઓગસ્ટ 2025થી સહકારી બેંકોમાં ડિરેક્ટર પદ માટેની 10 વર્ષની મુદતની ગણતરી કરવામાં આવશે. સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે નવા નોટિફિકેશનથી વર્તમાન ડિરેક્ટરોની ભૂતકાળની મુદત કે વર્ષને ગણતરીમાં લેવાના નથી. તા.1 ઓગસ્ટ 2025થી જ દરેક સહકારી બેંકોમાં ડિરેક્ટરની 10 વર્ષની મુદતની ગણતરી કરવાની રહેશે.
મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે આ પગલાંને કારણે સહકારી બેંકોમાં જે શૂન્યવકાશની સ્થિતિ સર્જાય તેવી ભીંતી હતી એ દૂર થઇ છે. હવે જૂના ડિરેક્ટરો નવી પેઢી, નવી કેડરને તૈયાર કરી શકશે અને આગામી દસ વર્ષ બાદ નવી પેઢીના અનુભવી ડિરેક્ટરો સહકારી બેંકોમાં અસરકારક વહીવટ કરી શકશે.
એક મોટા સુધારાના પગલામાં, કેન્દ્ર સરકારે બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની મુખ્ય જોગવાઈઓના અમલીકરણને સૂચિત કર્યું છે, જે સહકારી બેંકોમાં ડિરેક્ટર કાર્યકાળના લાંબા સમયથી ચર્ચાસ્પદ મુદ્દા પર સ્પષ્ટતા લાવે છે.
1 ઓગસ્ટ 2025 થી આ જોગવાઈઓ લાગુ કરવાના સરકારના નિર્ણયથી દસ વર્ષનો વધારાનો કાર્યકાળ પૂર્વવર્તી રીતે લાગુ થશે કે સંભવિત રીતે તે અંગેની મૂંઝવણનો પણ ઉકેલ આવે છે. સૂચનામાં ભવિષ્યની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાનૂની નિષ્ણાતો અને હિસ્સેદારો સંમત થાય છે કે આ જોગવાઈ સંભવિત રહેશે, એટલે કે તે શરૂઆતની તારીખ પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરોને લાગુ પડશે.
કાનૂની નિષ્ણાતોના મતે, 1 ઓગસ્ટ 2025 પહેલાં પદ પર દસ વર્ષ પૂર્ણ કરનાર કોઈપણ ડિરેક્ટર નવી જોગવાઈથી પ્રભાવિત થશે નહીં અને ફરીથી ચૂંટણી માટે પાત્ર રહી શકે છે. જો કે, 1 ઓગસ્ટ 2025 ના રોજ અથવા તે પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરો નવી નિર્ધારિત 10-વર્ષની મર્યાદાને આધીન રહેશે.
આ સ્પષ્ટતાથી દેશભરની સહકારી બેંકોને ફાયદો થવાની અપેક્ષા છે, જેમાંથી ઘણી ડિરેક્ટર લાયકાત અને મુદત મર્યાદા અંગે વિવાદોમાં ફસાયેલી હતી. આ ફેરફાર કાનૂની અનિશ્ચિતતાઓને ટાળવામાં, સરળ સંક્રમણોને સક્ષમ બનાવવામાં અને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં એકરૂપતા લાવવામાં મદદ કરશે.
બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 1 ની પેટા-કલમ (2) હેઠળ જારી કરાયેલ સત્તાવાર ગેઝેટ સૂચના અનુસાર, કલમ 3, 4, 5, 15, 16, 17, 18, 19 અને 20 ની જોગવાઈઓ 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે.
ખાસ કરીને કલમ 4 અને કલમ 5 મહત્વપૂર્ણ છે, જે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 માં સુધારો કરે છે, અને સહકારી બેંકોના શાસન માળખાને સીધી અસર કરે છે. આ જોગવાઈઓ ડિરેક્ટરોના મહત્તમ કાર્યકાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સ્તરે પ્રતિનિધિત્વ માટે તેમની પાત્રતા સાથે સંબંધિત છે.
સુધારા અધિનિયમની કલમ 4 બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 10A માં ફેરફાર કરે છે. તે સહકારી બેંકમાં ડિરેક્ટરના કાર્યકાળની હાલની મર્યાદા આઠ વર્ષથી વધારીને દસ વર્ષ કરે છે. આ સુધારામાં ખાસ કરીને “અને સહકારી બેંકના કિસ્સામાં દસ વર્ષ” વાક્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે સહકારી બેંકના ડિરેક્ટરો હવે દસ વર્ષ સુધી કાર્ય કરી શકે છે.
બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 5, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 16 માં સુધારો કરે છે. તે કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટરને, જો રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાય છે, તો બંને સંસ્થાઓમાં પદ સંભાળવાની મંજૂરી આપે છે.
આ સુધારામાં શબ્દો દાખલ કરવામાં આવ્યા છે: “અથવા રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાયેલા કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટર જેમાં તે સભ્ય છે”, જેનાથી બે બેંકોમાં પદ રાખવા પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલા ડિરેક્ટરોની શ્રેણીનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
અગાઉ, આ મુક્તિ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત ડિરેક્ટરો સુધી મર્યાદિત હતી. આ ફેરફાર સાથે, તે હવે ચોક્કસ ચૂંટાયેલા ડિરેક્ટરો સુધી પણ વિસ્તરે છે, જે RBI સમક્ષ સહકારી બેંકોનું વધુ સારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે અને લાંબા સમયથી ક્ષેત્રમાં કાર્યકારી પડકારો પેદા કરતા શાસન અંતરને દૂર કરે છે.
યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે, જેમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરાશે, યાર્ન એક્ષ્પો દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે
દેશભરમાંથી ૮પ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)થી આંતરરાષ્ટ્રીય બાયર્સ આવશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રપ–ર૬ના બીજા વિશાળ પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦રપ’નું આયોજન તા. ૧, ર અને ૩ ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. યાર્ન એક્ષ્પોમાં ૮પ એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, હુગલી (વેસ્ટ બંગાલ), લુધિયાણા (પંજાબ), બેંગ્લોર, સિલવાસા, પાનીપત (હરિયાણા), કોલકાતા, નમખલ (તમિલનાડુ), રાજકોટ, ગીર સોમનાથ, દમણ, ભરૂચ, ચેન્નાઇ, રાયપુર (છત્તીસગઢ) અને નાગપુરના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.
આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૧લી ઓગષ્ટ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફેશન યાર્ન બિઝનેસના સીઇઓ શ્રી સત્યકી ઘોષ, સંગમ ઇન્ડિયા લિમિટેડના વાઇસ ચેરમેન ડો. એસ.એન. મોદાની અને પલ્લવા ગૃપના એકિઝકયુટીવ ડિરેકટર શ્રી દુરાઇ પલનીસામી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.
ઇન્ચાર્જ માનદ્ મંત્રી શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.
માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે સ્વીત્ઝર્લેન્ડ (Switzerland) અને યુરોપિયન કન્ટ્રી ચેક રિપબ્લીક (Czech Republic)ના બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે
ચેમ્બર ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં ટેકનિકલ યાર્ન તથા તેના એપ્લીકેશન્સનું થીમ પેવેલિયન રહેશે. આ પેવેલિયનમાં વિવિધ ટેકનિકલ યાર્ન તથા તેના આધારે તૈયાર થતી પ્રોડકટસને રજૂ કરવામાં આવશે. ત્રણ મેનિકિવન મારફતે વિવિધ યુઝકેસ દર્શાવવામાં આવશે. જેમ કે નાયલોન આધારિત મોઈશ્ચર વિકિંગ ફેબ્રિકવાળો સ્પોટ્ર્સ વેર, નોમેકસ આધારિત ફાયર રેટારડન્ટ ઇન્ડસ્ટ્રીયલ વેર અને પોલિએસ્ટરથી બનેલો પ્રોટેકિટવ રેઇનકોટ દર્શાવવામાં આવશે. સાથે જ કાર્બન, પોલિપ્રોપિલિન, હાઈ ટેનાસિટી નાયલોન, કેવલર, ગ્લાસ અને કેન્વાસ માટે વપરાતા કોટન જેવા ટેકનિકલ યાર્ન અને તેના ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે. આ થીમ પેવેલિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને નવી દિશા આપશે.
યાર્ન એક્ષ્પો– ર૦રપના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં પ્યોર સિલ્ક, વૂલ, લિનેન જેવા મોંઘા કાપડમાંથી બનતા ગારમેન્ટ સામાન્ય લોકો માટે દુર્લભ બન્યા છે, ત્યારે પોલિએસ્ટર અને કેટોનિક જેવા યાર્ન શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભર્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગારમેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્સ સુધી વિસ્તર્યો છે. આવા યાર્નમાંથી આજની માંગ મુજબ સાડી, શર્ટિંગ–શૂટિંગ, ડ્રેસ મટિરિયલ, ગાઉન, પેન્ટ–શર્ટ, લેગિંગ અને હોમ ટેક્ષ્ટાઇલ્સ જેવા અનેક ઉત્પાદનો તૈયાર થાય છે, જે લુક, ફીલ અને સ્ટાઇલ સાથે લોકોના બજેટમાં હોય છે. સુરતના વિવર્સ ભાઇઓ યાર્ન એક્ષ્પોમાં પ્રદર્શિત થનારા વિવિધ યાર્નમાંથી નવા ફેબ્રિકસ બનાવશે. નવા ફેબ્રિકસમાંથી ગારમેન્ટ બનાવી ઉદ્યોગકારો સુરતથી ટેક્ષ્ટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટના એક્ષ્પોર્ટમાં વધારો કરી દેશના અર્થતંત્રને મજબુત બનાવવા માટે મહત્વનું યોગદાન આપી શકશે.
યાર્ન એક્ષ્પો દરમ્યાન દર ત્રણ કલાકે ફેશન શો યોજાશે
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના મેન્ટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશન દરમ્યાન ત્રણેય દિવસ દર બે કલાકે ફેશન શો યોજાશે, જેમાં વિવિધ પ્રકારના ટેકનિકલ યાર્નથી બનેલા ગારમેન્ટસ અને ફેબ્રિકસ રજૂ કરવામાં આવશે. આ ફેશન શો દ્વારા નવી ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી, ફંકશનલ કાપડ અને ટ્રેન્ડિંગ ડિઝાઈન્સનું જીવંત પ્રદર્શન થશે, જે ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનર્સ અને મ…
રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું.
રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે. દરિયા કિનારે સુધી દરિયાઈ મોજા પહોંચી ગયા છે.
રશિયાના કામચટકામાં આવેલા ભૂકંપને 1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. કામચાટકા એ રશિયાનો એક ટાપુ છે, જે રશિયાના દૂર પૂર્વીય ભાગમાં સ્થિત છે. તે સાઈબેરિયાના પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું છે.
ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ને શેરબજારની પીછેહઠના કારણે જુલાઈ ૨૦૨૫માં મોટું નુકસાન થયું છે.
બજારમાં સતત ઘટાડાને કારણે, તેના રોકાણનું મૂલ્ય રૂ. ૪૬,૦૦૦ કરોડ ઘટયું છે. ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ, કુલ ૩૨૨ કંપનીઓમાં એલઆઈસીના હિસ્સાનું મૂલ્ય રૂ.૧૬.૧૦ લાખ કરોડ હતું, જે ૨૫ જુલાઈ સુધીમાં ઘટીને રૂ. ૧૫.૬૪ લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, સારી વાત એ છે કે એલઆઈસીનું મૂલ્ય એપ્રિલ ૨૦૨૫માં શેરબજાર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યું હતું તેના કરતાં રૂા. ૧.૯૪ લાખ કરોડ વધુ છે.
એલઆઈસીને સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થયું છે. જુલાઈમાં આ કંપનીના શેરમાં ૭.૨% ના ઘટાડાથી એલઆઈસીના રોકાણમાં રૂ.૧૦,૧૮૦ કરોડનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ચાર આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો અને ટેક મહિન્દ્રામાં સંયુક્ત નુકસાન રૂ. ૧૫,૩૨૧ કરોડનું હતું. આ ઉપરામત, લાર્સન, ભારતી એરટેલઅને આઈટીસી જેવા મોટા શેરોએ પણ એલઆઈસીના હિસ્સાના મૂલ્યમાં ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કેટલીક કંપનીઓએ પોર્ટફોલિયોને થોડી રાહત આપી હતી જેમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂા. ૧,૮૨૧ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા. ૧,૫૦૭ કરોડ, સ્ટેટ બેકમાં રૂા. ૧,૧૩૩ કરોડ તેમજ મહિન્દ્રા અને મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, આઈટીસી હોટેલ્સ, યુપીએલ વગેરેએ કુલ રૂા. ૭૬૦ કરોડનો નફો કર્યો હતો.
ભારતના સૌથી મોટી આઈટી સેવા પૂરી પાડનારી કંપનીએ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. આ કંપની હવે આગામી વર્ષમાં પોતાના કૂલ કર્મચારીઓમાંથી 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની છે.
ચોંકાવનારી વાત એ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડશે. આ 12 હજાર કર્મચારીઓને કંપની આવતા વર્ષે છટણી કરવામાં આવશે.
આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના સીઈઓ કે. કૃતિવાસનએ જણાવ્યું કે, અત્યારે દુનિયા બદલાઈ રહી છે. હવે કંપની પણ આ બદલાવ માટે તૈયારી કરી રહી છે. ખાસ કરીને વાત એઆઈની છે. હવે એઆઈ દ્વારા નવું વર્ક મોડેલ તૈયાર કરવા માટે કંપની કામ કરી રહી છે.
કંપનીનું એવું પણ માનવું છે કે, ભવિષ્યમાં અત્યારેની જે કાર્યપદ્ધતિ છે તે કામ નહીં આવે તેથી તેમના બદલાવ કરવો અતિ આવશ્યક છે. આ છટણીમાં મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને વધુ અસર થઈ શકે છે.
TCSના મતે, તેમણે કર્મચારીઓને નવી કુશળતા શીખવવા અને તેમને નવા પ્રોજેક્ટ્સમાં તૈનાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ આ તૈનાતી ઘણી ભૂમિકાઓમાં સફળ રહી નહીં. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીએ એક નવી પેનલ બનાવી છે. જે કર્મચારી 35 થી વધારે દિવસ સુધી કોઈ પ્રોજેક્ટમાં કામ નહીં કરતો હોય તે તેનો રાજીનામું આપવામાં માટે કહેવામાં આવ્યું છે.
જે કર્મચારીએ જાતે રાજીનામું આપે છે તેને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે. પરંતુ જો કોઈ કર્મચારી જાતે રાજીનામું નહીં આપે તેને ટર્મિનેટ કરવામાં આવશે. જેમાં તેને પગાર પણ નહીં આપવામાં આવે! કંપની દ્વારા આ પ્રક્રિયાને સંભવિત એટલી સંવેદનશીલ રીતે કરવામાં આવી છે.
અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ પીરિયડ પગાર, નોકરી છોડવા પર વધારાનો પગાર, આરોગ્ય વીમા લાભો અને બહાર નોકરી આપવા જેવા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.
કંપનીનો દાવો છે કે, આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવી રહી હતું, પરંતુ ભવિષ્યમાં સ્કિલ્સની જરૂરિયાતોને ધ્યાને રાખવામાં આવી રહી છે. આ કંપની ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક છે.
જો TCS કંપની આટલો મોટો નિર્ણય લઈ રહી છે તે અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરી શકે છે. કંપની ભલે કહેતી હોય કે આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવતી પરંતુ મહત્વનું કારણે તો એઆઈ જ હશે! પરંતુ હવે અન્ય કંપનીઓ પણ આવો નિર્ણય લેશે કેમ તે જોવું રહ્યું!
સોનગઢ તાલુકાની દૂધ મંડળીઓ,સેવા સહકારી મંડળીઓ,એપીએમસી અને વ્યારા સુગર ફેકટરીના સભાસદો દ્વારા મહારાજા અગ્રસેન ભવન,સોનગઢ ખાતે સુમુલ ડેરીના પ્રમુખ ‘ઈફકો સહકાર રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ માનસિંહભાઈને સન્માનિત કરતા કહ્યું કે,.૪૦ વર્ષથી વધુ સમયથી સહકારી ક્ષેત્રે સેવારત માનસિંહભાઈ સહકારિતાના રત્ન સમાન છે. મહુવા અને વ્યારા સુગરના પ્રમુખ તરીકે પણ સેવારત માનસિંહભાઈએ આદિવાસી ખેડૂત અને પશુપાલક તરીકે સામાન્ય જીવનથી શરૂઆત કરી હતી અને આજે સહકાર ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આદિજાતિ બાંધવો માટે કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે અને અને યોજનાઓએ આદિવાસીઓના જીવનને ઉન્નત કર્યું છે. આવનારા સમયમાં તમામ દૂધ મંડળીઓ પર સોલર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત છે એમ જણાવી માનસિંહભાઈએ કહ્યું કે, સુમુલ ડેરી રૂ.૧૦૦ની આવકમાંથી ૮૪ રૂપિયા દૂધ ઉત્પાદક પશુપાલકોને આપે છે. ૨૫૦ લીટરના દૂધ ભરણાથી શરૂ થયેલ સુમુલ ડેરીમાં આજે દરરોજ ૧ લાખ ૪૦ હજાર પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ ભરે છે. દક્ષિણ ગુજરાતના સફળ સહકારી મોડેલ સમાન સુમુલ ડેરી સાથે લાખો પરિવારોનો ભરોસો જોડાયેલો છે એમ જણાવી સૌનો ઋણસ્વીકાર કર્યો હતો.
જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા અને ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીતે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે તાપી જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા,ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીત, શ્રી મોહનભાઈ કોંકણી,સુમુલ ડેરીના ડિરેક્ટરો જયેશભાઈ પટેલ અને ભરતસિંહ તથા સહકારી અગ્રણીઓ, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓના સભાસદો, ઉપસ્થિત રહ્યા હતા.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે SBC 3.0 – Textile Chapter શરૂ કરવામાં આવી રહ્યું છે. SBC (SGCCI Business Connect) ચેમ્બરની નવી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટેક્ષ્ટાઇલ્સના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ વચ્ચે સક્રિય નેટવર્કિંગ અને વ્યવસાયિક સહયોગ ઉભો કરવાનો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SBC 3.0 – Textile Chapterનો ઉદ્દેશ ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિશ્વસનીય નેટવર્ક ઊભો કરવાનો છે, જ્યાં સભ્યોને નવા બિઝનેસ કનેકશન્સ, વ્યવસાયિક માર્ગદર્શન, ઉદ્યોગની ઝીણવટભરી માહિતી તથા શીખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ ચેપ્ટર ખાસ કરીને ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજી, માર્કેટિંગ, નવું માર્કેટ એકસપ્લોરેશન અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન આપશે.
SBC પ્લેટફોર્મ પર ઉદ્યોગ સાહસિક સભ્યો સાથે મળીને પોતાના બિઝનેસનું પ્રમોશન કરે છે, બિઝનેસ માટે નવી તકો શોધે છે, નવી માહિતી મેળવે છે અને સમયાંતરે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેમજ બિઝનેસ મિટીંગ્સના માધ્યમથી નોલેજમાં વધારો કરી એકબીજાને બિઝનેસમાં મદદરૂપ થાય છે. હવે આ ફોરમ ખાસ કરીને ટેક્ષટાઇલ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે એક અલગ ચેપ્ટરના સ્વરૂપે શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં વીવર્સ, યાર્ન ડિલર્સ, પ્રોસેસર્સ, ફેબ્રિક અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ તેમજ ટ્રેડર્સ જેવા ઉદ્યોગકારો જોડાઈ શકશે.
SGCCI છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ હેતુ કાર્ય કરી રહયું છે અને SBC 3.0 – Textile Chapter પણ એ જ દિશામાં ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને બિઝનેસમાં નવી તકો માટે કામ કરશે. આ નવી પહેલથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને સ્થાનિકથી વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા તેમજ ઉદ્યોગકારોને ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક થવા માર્ગદર્શન મળશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંગળવાર, તા. ર૯ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે SBC 3.0 v Textile Chapter ના લોન્ચિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.
SBC 3.0 – Textile Chapter સાથે જોડાવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો શ્રી તપન જરીવાલા (93745 82238), શ્રી ચંદ્રકાંત પ્રજાપતિ (98255 95375) અને શ્રી મિહીર કાપડીયા (91063 71870)નો સંપર્ક કરી શકશે.
Gujarat Cervical Cancer: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું.
ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474, 2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30% જેટલો વધારો થયો હતો. આમ, ગર્ભાશયના મુખના કેન્સરના કેસના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડૉક્ટરોના મતે હ્યુમન પેપીલોમા વાઇરસ (એચ.પી.વી.) ખૂબ જ સામાન્ય વાઇરસ છે. 100થી પણ વધારે એચ.પી.વી.ના પ્રકાર શોધાયા છે. એચ.પી.વી.-16, એચ.પી.વી.-18 આ બંને હાઇરિસ્ક પ્રકાર છે. જે 70% સર્વાઇકલ કેન્સરના કારણે હોઇ શકે છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 10 હજાર જેટલી મહિલાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% જેટલા કિસ્સામાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસ સામે આવ્યા છે. કેન્સરનું નિદાન થયું તે પૈકી 4% જેટલી મહિલાને અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી જીસીઆરઆઇમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉ. પ્રકાશ પરમારે જણાવ્યું કે, ‘એચ.પી.વી. સામાન્ય વાઈરસ છે. શરીરમાં 6 મહિના પહેલા આ વાઈરસ એક્ટિવ થાય છે.
આ સ્થિતિમાં પેપ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની કેન્સરની શક્યતા ચકાસી શકાય છે. 9થી 14 વર્ષની ઉંમરે રસી આપવામાં આવે તો આ બીમારીથી બચી શકવાની સંભાવના વધી જાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવી 100 બહેનોને આ રસી વિનામૂલ્યે અપાઇ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.