CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 12 of 37 - CIA Live

October 19, 2021
CIA-1280x937.jpg
1min736

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. આ યાત્રા પર નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા હોવાના અહેવાલ છે. તા.18મી ઓક્ટોબરને સોમવારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાતા પ્રવાસીઓને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર 079-23251900

ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હોટેલો, ગેસ્ટ હાઉસોમાં સપડાયા છે. ત્યાં સપડાયેલા ગુજરાતીઓના ખબર અંતર અહીં ગુજરાતમાં વસતા તેમના સગાસબંધીઓ, સ્નેહીઓ વગેરેને મળી શકે એ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 079-23251900 જાહેર કર્યો છે. આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ અને સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારબાદ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ની સૂચનાને પગલે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

October 16, 2021
dakor.jpg
1min459

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
dussehra.jpg
1min487

આજે તા.15મી ઓક્ટોબર 2021ને શુક્રવારના રોજ દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને અનિષ્ટ પર સારાઇની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિજયાદશમીનું વિશેષ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ, દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દશમીના દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

શાસ્ત્રોમાં વિજયાદશમી શ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે વિજય મુહૂર્તમાં શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક નાના અને ખૂબ જ સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખશે. આ સાથે, માતા લક્ષ્મીના આશીર્વાદ સમગ્ર વર્ષ દરમિયાન રહેશે.

વિજયાદશમીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન કોણમાં રોલી, કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલની આકૃતિ બનાવવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના પાંદડા ચડાવવાથી આર્થિક લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિઓની અસર સમાપ્ત થાય છે.

દશેરાના દિવસે દુર્ગા દેવીની પૂજા કરતી વખતે ઓમ વિજયાય નમ: મંત્રનો જાપ કરો. આ સાથે માતાને 10 ફળ અર્પણ કરો. પછી આ ફળોને પ્રસાદમાં વહેંચો. આ પૂજા બપોરે કરો. આ પછી સાવરણી ખરીદો અને તેને મંદિરમાં દાન કરો. આ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

વ્યવસાયમાં પ્રગતિ માટે દશેરાના દિવસે નારિયેળને પીળા કપડામાં લપેટો. આ નાળિયેર સાથે જનોઇની એક જોડી, પાન અને મીઠાઈઓ રામ મંદિરમાં અર્પણ કરો. આ તમને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

October 6, 2021
chardham.jpg
1min596

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો હોવાને કારણે અંકુશો હટાવી દેવાની રાજ્ય સરકારે કરેલી અરજી કરી હતી.  રાજ્ય સરકારની અરજીને ધ્યાન પર લઈને ઉત્તરાખંડ હાઈ કોર્ટે ચારધામ યાત્રા માટે દૈનિક યાત્રાળુઓની સંખ્યાની મર્યાદા મંગળવારે હટાવી દીધી હતી.  ચારધામ યાત્રા અંગે ૨૮ જૂને આપેલો સ્ટે કોર્ટે ૧૬ સપ્ટેમ્બરે   હટાવી લીધો હતો જેને કારણે ૧૮ સપ્ટેમ્બરથી યાત્રાનો આરંભ કરવાનો માર્ગ મોકળો થયો હતો.  અગાઉ હાઈ કોર્ટે ચારધામ-કેદારનાથ માટે  દૈનિક યાત્રાળુઓની સંખ્યા કેદારનાથ (૮૦૦), બદરીનાથ (૧૦૦૦), ગંગોત્રી (૬૦૦) અને યમનોત્રી માટે ૪૦૦ જેટલી મર્યાદિત રાખી હતી

September 24, 2021
somnath.jpg
1min705

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.

” પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.

શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.’

ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

September 21, 2021
prayagraj-news-narendra-giri.jpeg
1min571

પ્રયાગરાજ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેઓએ કેટલાંક આરોપો પણ લગાવ્યા છે. જો કે, હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.

થોડા સમય પહેલાં મહંત નરેન્દ્ર ગિરિનો તેમના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદ થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પણ મોત પાછળનું સાચુ કારણ શું છે એ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ ફોરેન્સિક અને સ્પેશિયલ ટીમ પણ પહોંચી હતી. તેઓ વિવિધ પુરાવા એકત્ર કરી રહ્યા છે. પ્રયાગરાજ રેન્જ આઈજી કે.પી, સિંહે જણાવ્યું કે, સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે મહંતનું મોત થઈ ચૂક્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા લાગી રહી છે. મહંત પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. સુસાઈડ નોટમાં તેઓએ કેટલાંક ખુલાસા કર્યા છે.

નરેન્દ્ર ગિરિના નિધન પર પીએમ મોદી અને સીએમ યોગી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહેતા તેઓએ સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમના શ્રી ચરણોમાં તેમને સ્થાન આપે. ઓમ શાંતિ. તો સીએમ યોગીએ લખ્યું કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજીના નિધનથી આધ્યાત્મિક જગતમાં મોટી ખોટ પડશે. પ્રભુ રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા શોકાતુર અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

September 16, 2021
amba.jpeg
1min604

પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.

File Photo

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તેમજ તારીખ 13 સપ્ટેમ્બરથી લઇને તારીખ 25 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેઓને બાધા કે માન્યતા હોય તેમના પૂરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા, આખડી, માન્યતા હોય તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ના આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.

September 10, 2021
lalbaug_2021.jpg
1min458

સમગ્ર ભારતમાં આજે ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવાય રહ્યુ છે. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાં ગણેશજીની હજારો પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે.

મુંબઇના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા પંડાલમાં બિરાજમાન થયા શ્રી ગણપતિ બાપ્પા

ભારતમાં શાનદાર રીતે ગણેશોત્સવની દસ દિવસીય ઉજવણી શરૂ

આ વર્ષે ગણેશ ચતુર્થીનો દિવસ ઠપ્પ પડી ગયેલા વેપાર ઉદ્યોગ માટે નવા સમૃદ્ધિના દિવસો લાવશે. વિઘ્નહર્તા આવીને તમામ વિઘ્ન દૂર કરશે. વર્ષો પછી બાપ્પાની કૃપાથી અદભૂત યોગ બની રહ્યો છે.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી પાર્વતીએ વિશ્વમાં શુભતા લાવવા માટે ભાદરવા શુક્લ ચતુર્થી તિથિએ ભગવાન ગણેશને પોતાના શરીરના મેલમાંથી જન્મ આપ્યો હતો. તેથી જ ભગવાન ગણેશનો જન્મદિવસ દર વર્ષે ભાદરવા શુક્લ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે આજે સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસભેર ઉજવાય રહી છે. આ પ્રસંગે વિઘ્નહર્તા ગણેશ પોતાની સાથે ઘણા શુભ સંયોગો પણ લાવી રહ્યા છે. આવા શુભ સંયોગમાં ગણપતિની પૂજા કરવી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ રહેશે. ચાલો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જાણીએ કે શા માટે ગણેશ ચતુર્થી હવે ખૂબ જ ખાસ છે અને આ દિવસે કયા શુભ સંયોગો કરવામાં આવે છે.

જે શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરુઆત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં શુક્ર સાથે રહેશે. સૂર્ય પોતાની રાશિ સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ ચાર ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ રાશિમાં બે મોટા ગ્રહ ગુરુ અને શનિ વક્રી છે. આ પહેલા 59 વર્ષ પૂર્વે 3 સપ્ટેમ્બર 1962ના રોજ ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ હતી. તે સમયે પણ ચંદ્ર શુક્ર સાથે તુલા રાશિમાં હતો. સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહ પોત-પોતાની રાશિમાં સ્થિત હતાં. આ વર્ષે પણ તે જ ગ્રહ યોગ હોવાથી બધી રાશિઓ માટે સમય અનુકૂળ રહેશે.

August 20, 2021
somnath.jpg
1min465

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

July 8, 2021
rath2.jpg
1min472

અમદાવાદની 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક તેની જાહેરાત કરવામાં આવી હતી. આમ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાશે.

કેબિનેટની બેઠકમાં રથયાત્રાને કોરોના ગાઇડલાઇન અને અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રથયાત્રાને લઈને ગૃહવિભાગ અને મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનો પ્લાન બનાવશે.

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત આવેલા જગદીશ મંદિરેથી અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે. મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભ પહેલા વિધિ કરવામાં આવે છે. જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે. આ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજય રૂપાણી આ વિધિ કરશે. આ માટે તેમણે આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે રથયાત્રાની લંબાઈનો નિર્ણય શહેર પોલીસ દ્વારા કરશે.