CIA ALERT

રમત જગત Archives - Page 40 of 43 - CIA Live

December 10, 2018
india_wins.jpg
1min4430

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.

ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.

December 6, 2018
Ind-vs-Aus_Playing-1.jpg
1min6720

સીડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં છેલ્લા બે દિવસો વરસાદને કારણે ધોવાઈ જતા મેચ ડ્રો રહી છે. પરંતુ વિરાટ કોહલી એન્ડ કંપનીને ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. સોમવારે સીડની ટેસ્ટના પાંચમાં દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે સ્ટમ્પ્સનો નિર્ણય આપ્યો હતો. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પર ૨-૧થી કબ્જો મેળવી લીધો છે.

ચેતેશ્વર પૂજાને મેન ઓફ ધી સીરિઝ અને મેન ઓફ ધી મેચનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરિઝ જિતનારો વિરાટ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાઇ રહેલી ચોથી અને આખરી ટેસ્ટના આજે તા.5 જાન્યુઆરી 2019ના રોજ ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 236 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદને કારણે મેચ વહેલી પૂર્ણ કરી દેવી પડી હતી. ભારતના 622 રનના સ્કોર સામે પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી દેતા તેનું ફોલોઓન નિશ્ચિત મનાય છે. હજુ ઓસ્ટ્રેલિયા 386 રન પાછળ ચાલી રહ્યું છે અને ટેસ્ટ મેચમાં બે દિવસની રમત હજુ બાકી છે.

આજે ભારત તરફે સ્પીનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ જોરદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાની બેટિંગ હરોળ તોડી નાંખી હતી. કુલદીપ યાદવએ 3, જાડેજાએ 2 અને શમીએ એક વિકેટ લીધી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 622 રન ફટકારીને દાવ ડિક્લેર કર્યો છે. ભારતે સિડનીમાં ચોથી વાર એક ઇનિંગમાં 500થી વધુ રન બનાવ્યા છે.

Ind vs Aus: સિડની ટેસ્ટનો બીજો દિવસ પૂરો, ભારતે 622 રને ડિક્લેર કરી પહેલી ઇનિંગ
ઋષભ પંતે ફટકારી સદી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ઇનિંગમાં સાત વિકેટ પર 622 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો. ભારતનો ઓસ્ટ્રેલિયામાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. તેનો ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટ સ્કોર સાત વિકેટ પર 705 રન છે, જે તેણે જાન્યુઆરી 2004માં સિડનીમાં બનાવ્યો હતો. ભારતે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયામાં 600થી વધુનો સ્કોર કર્યો છે. જાન્યુઆરી 1986માં સિડનીમાં જ ચાર વિકેટ પર 600 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે ઋષભ પંતે પણ પોતાની બીજી ટેસ્ટ સેન્ચુરી પૂરી કરી. ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી ટેસ્ટ સેન્ચુરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતે સિડનીમાં ચોથી વાર એક ઇનિંગમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લે જાન્યુઆરી 2008માં 500થી વધુ રન બનાવ્યા હતા. ત્યારે ભારતનો સ્કોર 532 રનનો હતો. આ પહેલા ભારતે જાન્યુઆરી 1986માં 4 વિકેટ પર 600 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે જાન્યુઆરી 2008માં 7 વિકેટ પર 705 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી.

ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 17મી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ, મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી

ROHIT SHARMA

ભારતીય બેટ્સમેનોએ દેખાડ્યો દમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે પકડ મજબૂત કરી છે. દિવસના ત્રીજા સેશન સુધીમાં ભારતે 7 વિકેટના નુક્સાને 443 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી છે. ભારતીય બેટ્સમેનોએ મેલબોર્ન ટેસ્ટમાં દમ દેખાડ્યો છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 17મી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ, મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી જેની મદદથી ભારત 443 રનના સ્કોરે પહોચી શક્યુ હતું.

ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ સ્ટાર્કે 2 અને હેઝલવુડ અને નાથન લાયને 1-1 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની ઈનિંગને આગળ વધારતા બીજા દિવસે ચેતેશ્વર પૂજારાએ સેન્ચુરી અને વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી પૂરી કરી હતી જો કે માંસપેશીઓમાં ખેચના કારણે થર્ડ મેન પર કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ઈનિંગ સંભાળતા નોટઆઉટ હાફ સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો:

ભારતે ત્રીજા સેશનના અંત પહેલા ઈનિંગ ડિકલેર કરી હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 6 ઓવર રમી હતી જેમા વિકેટ વિના 8 રન બનાવ્યા છે. .

 

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.

ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસના  અંતે ભારતે 166 રનની બઢત મેળવી છે. ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતે 151 રન 3 વિકેટના નુકશાને બનાવ્યા છે. ત્રીજા દિવસની શરૂઆત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ 235 રન બનાવતા ભારતને 15 રનની લીડ મળી હતી. ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા તરફથી 72 રનની સંઘર્ષપૂર્ણ ગેમ રમી હતી.

પ્રથમ ઈનિંગમાં ધબડકા પછી બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ મજબુત શરૂઆત આપી હતી જો કે આ પાર્ટનરશીપ વધુ ટકી ન હતી અને ભારતે 63 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ લોકેશ રાહુલ (44)  અને વિરાટ કોહલી (34) રન બનાવીને આઉટ થયા હતાં.  ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં હેઝલવુડ, સ્ટાર્ક, અને લીનને 1-1 વિકેટ મળી હતી.

ત્રીજા દિવસે મેચની શરૂઆત 191 રનથી શરૂઆત થઈ હતી અને ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઈનિંગમાં  કુલ 235 રન  બનાવી શકી હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 અને ઈશાંત અને શામીને 2-2 વિકેટ મળી હતી.

Second Day, 7 December 2018

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની વિકેટો ખેરવીને જબરદસ્ત કમ બેક કર્યું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 250 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન બનાવીને 7 વિકેટ ગુમાવી દેતા મેચ રસપ્રદ તબક્કામાં આવી ચૂકી છે.

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન અણનમ 60 રન બનાવ્યા છે. ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 3 વિકેટ અને ઇશાંત અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોની અસરકારક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા બીજા દિવસના અંતે 191 રનનો સામાન્ય સ્કોર બનાવી શક્યું છે. ભારત તરફથી સૌથી અનુભવી સ્પિન બોલર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પણ 100 રનની અંદર 4 વિકેટ ગુમાવી હતી ત્યારબાદ પીટર હેન્ડકોમ અને હેડે બાજી સંભાળી હતી જો કે હેન્ડકોમ પણ 34 રને બુમરાહનો શિકાર બન્યો હતો.

First Day, 6 December 2018

આજથી, તા.6 ડિસેમ્બર 2018થી ઓસ્ટ્રેલિયાના એડીલેડ મેદાન પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ચેતેશ્વર પૂજારાને બાદ કરતા ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે એક પછી એક વિકેટ ગુમાવતા ગયા હતા. એક સમયે ભારતના 100 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. ચેતેશ્વર પૂજારાની સદીના સથવારે ભારતનો સ્કોર પ્રથમ દિવસના અંતે 9 વિકેટના નુકશાન પર 250 સુઘી પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેડ સિવાય બધા જ બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 41 રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી ત્યારબાદ રોહીત શર્મા અને પુજારાએ બાજી સંભાળી હતી જો કે રોહીત પણ શોટ મારવા જતા માત્ર 37 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ ભારતીય ઇનિંગને સંભાળતા આગળ વધારી હતી અને 231 બોલમાં કરીયરની 16મી ટેસ્ટ સદી ફટકારી હતી અને 123 રને રનઆઉટ થયો હતો. પૂજારાની ઈનિંગને કારણે ભારત 250ના સામાન્ય સ્કોર પર પહોંચી શક્યું હતું.

 

December 3, 2018
bni_lympic.jpg
1min4740

BNI સુરતના 16 જેટલા ચેપ્ટર્સના મેમ્બર્સ તેમજ તેમના પરિવારજનો માટે BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સનો શનિવાર તા.1લી ડિસેમ્બર 2018થી શાનદાર રીતે શુભારંભ થયો હતો. શનિ, રવિના વીકએન્ડ દરમિયાન જેટલી પણ ગેમ્સ જ્યાં પણ રમાઇ હતી ત્યાં બિઝનેસમેન અને તેમના પરિવારજનોએ ખેલદિલની ભાવના ઉજાગર કરી હતી. ગેમ્સમાં ભલે પ્રતિસ્પર્ધી હોય પણ બાળ ખેલાડીઓથી લઇને મોટેરા ખેલાડીઓએ પણ હરીફો પ્રત્યે આદરભાવ સાથે કેરીંગ અને અભિવાદન શેરીંગ કરીને બિઝનેસમેન કેટલા સ્પોર્ટસમેન હોય છે તેની પ્રતીતિ કરાવી હતી. BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સ 23મી ડિસેમ્બર 2018 સુધી ચાલશે.

BNI સુરતના 16 જુદા જુદા ચેપ્ટર્સના ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનો જુદી જુદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે અને BNI સુરતને જે અપેક્ષા હતી તેના કરતા અનેક ગણા વધુ પાર્ટીસિપેટ્સ ગેમ્સને મળી રહ્યા છે. એટલું જ નહીં પણ BNI સુરતના વિવિધ ચેપ્ટર્સના મેમ્બર્સ કે જેમણે ભાગ લીધો ન હોય અગર તો તેમની પોતાની સ્પોર્ટસ ઇવેન્ટ ન હોય આમ છતાં તેઓ શ્રોતા બનીને BNI સુરતના મેમ્બર્સનો જુસ્સો વધારી રહ્યા છે આ પણ એક સ્પોર્ટસમેન સ્પિરીટ નથી તો શું કહેવાય.

અહીં BNI સુરત આયોજિત બાળ સ્વીમર્સ માટેની સ્વીમીંગ કોમ્પિટીશનમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની કેટલીક તસ્વીર અહીં શેર કરી રહ્યા છીએ.

બાળકો માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તસ્વીરમાં એક વયજૂથના સ્વીમર્સ વિજેતા નિવડ્યા હતા. જેમને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

ગર્લ્સ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર ગર્લ્સને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બોયઝ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર બોયઝને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બી.એન.આઇ. સુરત આયોજિત ઓલમ્પિક્સનું સુપેરે સંચાલન કરી રહેલા શ્રી અનુપ ઝાઝુ તેમજ અન્ય બીએનઆઇ મેમ્બર્સ દ્રશ્યમાન છે.

વિજેતા સ્વીમર ગર્લને સન્માનિત કરી રહેલા મહાનુભાવ દ્રશ્યમાન છે.

 

November 24, 2018
mary-kom-1543060481.jpg
1min9240

દિલ્હીના આંગણે રમાઇ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અન્વયે આજે તા.24મી નવેમ્બર 2018ના રોજ રમાયેલી મહિલા ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતમાં સુપરમોમના નામથી પ્રચલિત મેરીકોમએ પોતાનાથી 13 વર્ષ નાની અને હોટ ફેવરિટ ચેમ્પિયન ગણાતી યુક્રેનની હંટરના હુલામણા નામથી પ્રચલિત બોક્સરને હરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

ફાઈનલ મેચમાં બન્ને બોક્સરો ભારતની મેરીકોમ અને યુક્રેનની બોક્રસની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની હન્ના ઓકોતા હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.

દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.

અગાઉ 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું એ વખતે લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે આજરોજ તા.24મી નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હી ખાતે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

 

November 20, 2018
worldwomen.jpg
1min5280

રેફરીઓના વિવાદિત ચુકાદાને કારણે વિવાદ થયો હોવા છતાં દિલ્હીમાં ચાલતી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની આઠ બૉક્સર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

તા.19મી નવેમ્બર 2018ના રોજ સોનિયા ચહલ (૫૭ કિલોગ્રામ), પિન્કી રાની (૫૧ કિલોગ્રામ) અને સિમરનજિત કૌર (૬૪ કિલોગ્રામ) પોતપોતાની કૅટેગરીમાં પ્રિ-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો જીતી હતી. ગઈ કાલે કે. ડી. જાધવ સ્ટેડિયમમાં સ્વીટી બુરા (૭૫ કિલોગ્રામ) એકમાત્ર ભારતીય બૉક્સર પોતાની મૅચ હારી હતી.

મૅરી કૉમ (૪૮ કિલોગ્રામ), મનીષા મૌન (૫૪ કિલોગ્રામ), લોવલિના બોરગોહેઇન (૬૯ કિલોગ્રામ) અને કચરી ભાગ્યબતી (૮૧ કિલોગ્રામ) ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. સીમા પુનિયા સીધી જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

November 14, 2018
indiavsaus-1.jpg
1min6430

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ટેસ્ટ, વન ડે અને ટી ટ્વેન્ટી સિરીઝનો સમગ્ર કાર્યક્રમ

આગામી તા. 6 ડિસેમ્બરથી 4 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. પ્રથમ મેચ એડિલેડ ઓવલમાં, બીજી ટેસ્ટ પર્થમાં, ત્રીજી મેલબર્નમાં અને છેલ્લી આગામી વર્ષે જાન્યુઆરીમાં સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત વન-ડે સિરીઝ સાથે થશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર રમાશે.

21 નવેમ્બર: બ્રિસ્બેનમાં પ્રથમ ટી-20 (બપોરે 1.20)

23 નવેમ્બર: મેલબર્નમાં બીજી ટી-20 (બપોરે 2.20)

25 નવેમ્બર: સિડનીમાં ત્રીજી ટી-20 (બપોરે 2.20)

ચાર ટેસ્ટ મેચ સિરીઝનો કાર્યક્રમ 

6-10 ડિસેમ્બર: એડિલેડમાં પ્રથમ ટેસ્ટ (સવારે 6.30)

14-18 ડિસેમ્બર: પર્થમાં બીજી ટેસ્ટ (સવારે 7.50)

26-30 ડિસેમ્બર: મેલબર્નમાં ત્રીજી ટેસ્ટ (સવારે 6.00)

03-07 જાન્યુઆરી: સિડનીમાં ચોથી ટેસ્ટ (સવારે 6.00)

ત્રણ વન-ડે મેચ સિરીઝનો કાર્યક્રમ

12 જાન્યુઆરી: સિડનીમાં પ્રથમ વન-ડે (સવારે 8.50)

15 જાન્યુઆરી: એડિલેડમાં બીજી વન-ડે (સવારે 9.50)

18 જાન્યુઆરી: મેલબર્નમાં ત્રીજી વન-ડે (સવારે 8.50)

ભારતીય ટેસ્ટ ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, પાર્થિવ પટેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર.

ભારતીય ટી-20 ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ સુકાની), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને ખલીલ અહમદ.

November 10, 2018
iccwomen.jpg
1min5930

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને એના ઘરઆંગણે પછાડવા થનગની રહી છે ભારત સહિત બીજી ૮ ટીમ: આજે ગ્રુપ-Aની પાંચ ટીમ પર કરીએ એક નજર

પુરુષોના ક્રિકેટની જેમ વિમેન્સ ક્રિકેટમાં પણ T૨૦ની લોકપ્રિયતા જબરદસ્ત વધી રહી છે. ગઈ કાલથી કૅરિબિયન ટાપુમાં શરૂ થયેલા છઠ્ઠા ત્ઘ્ઘ્ વિમેન્સ વર્લ્ડ T૨૦ કપમાં ૨૩ મૅચો રમાશે. આ વખતની ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે મૅચો ડબલ હેડર નહીં રમાય. એનો અર્થ એમ કે પહેલાંની જેમ આ વખતે પુરુષોની મૅચ નહીં રમાય. આ પહેલાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પુરુષોની મૅચ શરૂ થાય એ પહેલાં એ જ ગ્રાઉન્ડ પર વિમેન્સ મૅચ રમાતી હતી જેથી લોકોમાં વિમેન્સ ક્રિકેટની લોકપ્રિયતા વધે. ૧૦ રાષ્ટ્રને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યાં છે. ગ્રુપ-ખ્માં સાઉથ આફ્રિકા, બંગલા દેશ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ છે અને ગ્રુપ-ગ્માં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, આયરલૅન્ડ છે. બન્ને ગ્રુપમાંથી ટૉપ બે ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. ૨૪ નવેમ્બરે ફાઇનલ મૅચ એન્ટિગાના સર વિવિયન રિચડ્ર્સ સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ પર એક નજર:

T૨૦ રેકૉર્ડ

વેસ્ટ ઇન્ડીઝ

યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમ સ્ટેફની ટેલરની કૅપ્ટન્સી હેઠળ માર્ચ-૨૦૧૬માં ભારતના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સના મેદાનમાં શક્તિશાળી ઑસ્ટ્રેલિયાને પછાડીને વિમેન્સ T૨૦ની સુપરપાવર ટીમ બની હતી. આ વર્ષે એ આઠમાંથી ફક્ત બે મૅચ જીતી શકી છે. શમીલિયા કૉનેલના રૂપમાં એની પાસે જબરદસ્ત પેસ બોલર છે જે કોઈ પણ ટીમની બૅટિંગ લાઇન-અપને ધરાશાયી કરી શકે છે. અનિસા મોહમ્મદે હાલમાં આ ફૉર્મેટમાં હૅટ-ટ્રિક લેવાની અસાધારણ સિદ્ધિ મેળવી છે. બૅટિંગમાં કૅપ્ટન ટેલર, હેલી મૅથ્યુઝ, નતાશા મૅકïલિન અને ડિયાન્ડ્રા ડૉટિન પર આધાર છે.

મૅચ : ૧૦૭, જીત : ૬૧, હાર : ૪૦,

ટાઇ-અનિર્ણીત : ૪-૨

સાઉથ આફ્રિકા

આ ટીમની છાપ એક દિવસે એકદમ શાનદાર પર્ફોર્મન્સ અને બીજે દિવસે સાવ કંગાળ પર્ફોર્મન્સ કરનાર ટીમ જેવી છે. હાઇએસ્ટ ટોટલ સ્કોર કરવા દેનાર સાઉથ આફ્રિકાની ટીમ આ વર્ષે ૭ મૅચ જીતી છે અને ૮ મૅચ હારી છે. ઑલરાઉન્ડર ડેન વૅન નીર્કેકની કૅપ્ટન્સીમાં ભાગ લેનાર આ ટીમે હાલમાં યજમાન વિન્ડીઝ સામે સિરીઝ ૨-૨થી ડ્રૉ કરીને ઘણો કૉન્ફિડન્સ મેળવી લીધો છે. ઓપનર લિઝેલ લી અને લૉરા વોલ્વાર્ટ ટીમને જોરદાર શરૂઆત અપાવે છે. બોલિંગમાં અનુભવી પેસર શબનીમ ઇસ્માઇલની વાપસીથી અટૅક ઘણો મજબૂત થયો છે.

મૅચ : ૮૭, જીત : ૩૬, હાર : ૪૩,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

બંગલા દેશ

ભારતને હરાવીને વિમેન્સ T૨૦ એશિયા કપ જીતનાર આ એશિયન ટાઇગર ટીમ હવે આ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પહોંચવાના સપના સાથે ઊતરશે. આ વર્ષે ૨૦માંથી ૧૨ મૅચ જીતનાર બંગલા દેશ આ પહેલાંની બન્ને ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. ૧૦.૭૩ની આર્યજનક ઇકૉનૉમી રેટથી ૨૬ વિકેટ લેનાર લેગ-સ્પિનર રૂમાના અહમદ અને ચશ્માધારી કૅપ્ટન અને ઑફ-સ્પિનર સલમા ખાતૂન આ વર્ષે જબરદસ્ત ફૉર્મમાં છે. બૅટિંગમાં શમીમા સુલ્તાના અને ફરગાના હક સ્કોરિંગ રેટ વધારશે.

મૅચ : ૫૪, જીત : ૧૭, હાર : ૩૭,

ટાઇ-અનિર્ણીત : ૦-૦

શ્રીલંકા

અત્યાર સુધીમાં રમાયેલી પાંચેય વિમેન્સ T૨૦ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શ્રીલંકા ક્યારેય બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી શક્યું નથી. આ વર્ષે એણે ૧૩માંથી ફક્ત ૩ મૅચ જીતી છે. ચમારી અટાપટ્ટéની કૅપ્ટન્સીમાં એ હાલમાં ઘરઆંગણે ભારત સામે પાંચ મૅચની સિરીઝમાં ૦-૪થી હાર્યું હતું, પણ એણે દરેક મૅચમાં વળતી લડત આપીને મૅચ રોમાંચક બનાવી હતી. સૌથી અનુભવી શશિકલા સિરિવર્દનેનો લગભગ આ છેલ્લો વર્લ્ડ કપ હશે જેણે પોતાની ઑફ-સ્પિન બોલિંગથી આ વર્ષે ૧૩ મૅચમાં ૧૫.૮૫ની ઍવરેજથી ૧૪ વિકેટ લીધી છે.

મૅચ : ૮૪, જીત : ૨૨, હાર : ૫૮,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

ઇંગ્લૅન્ડ

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ T૨૦માં સૌથી વધુ સક્રિય છે. એણે વિમેન્સ વર્લ્ડ T૨૦નું સૌથી પહેલું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૪માં એ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશ લીગની જેમ એણે પણ વિમેન્સ સુપર લીગ T૨૦ની શરૂઆત કરી છે જેમાં ભારતની સ્મૃતિ મંધાનાએ હાઇએસ્ટ રન બનાવ્યા હતા. ટોક્યોમાં જન્મેલી આ દેશની કૅપ્ટન નતાલી સિવરની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકા સામે T૨૦નો હાઇએસ્ટ ૨૫૦-૩ સ્કોર બનાવ્યો હતો. બિગ બૅશ લીગમાં સૌથી પહેલી સિક્સર તેણે ફટકારી હતી. આ ટીમ પાસે આક્રમક ઓપનર ડૅનિયલ વાઇટ અને ટૅમી બોમન્ટ છે જ્યારે મિડલ-ઑર્ડર કૅપ્ટન હેધર નાઇટ અને કૅથરિન બ્રન્ટ સંભાળશે. ડૅનિયલ હેઝલ અને આન્યા શ્રબસોલની બોલિંગ સામે હરીફ ટીમ માટે રન-રેટ વધારવો કઠિન બનશે.

મૅચ : ૧૧૫, જીત : ૮૧, હાર : ૩૧,

ટાઇ-અનિર્ણીત: ૨-૧

ભારત સામેના પરાજયથી અમે ઘણું શીખ્યા : મેગન શટ

ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો ભારત સામે પરાજય થતાં ઑસ્ટ્રેલિયન ટીમની પોતાના દેશના લોકો દ્વારા ઘણી ટીકા થઈ હતી. હરમનપ્રીત કૌરે એ મૅચમાં નૉટઆઉટ ૧૭૧ રન બનાવીને ઑસ્ટ્રેલિયન ટીમનું મનોબળ તોડી નાખ્યું હતું. ૨૫ વર્ષની ઑસ્ટ્રેલિયન પેસ બૉલર મેગન શટે કહ્યું હતું કે ‘ભારત સામેના પરાજયે અમને વિમેન્સ ક્રિકેટના પાયા મજબૂત કરવા પર મજબૂર કર્યાં. હું ૬ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમમાં આવી હતી ત્યારે અમે અમારી વાત સરળતાથી કહી શકતા નહોતા, પણ આજે સોશ્યલ મીડિયાને કારણે ઘણો ફાયદો થઈ રહ્યો હતો જેનું શ્રેય અમારા કોચ મૅથ્યુ મોટને જાય છે. આજે અમારી ટીમ એકદમ અલગ છે અને અમારી પાસે જીતવા માટે એકદમ અલગ ફૉમ્યુર્લા છે. આજે ડ્રેસિંગ રૂમનો માહોલ એકદમ હળવો છે, ખેલાડીઓના કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે સારી સમજણ છે. અમે કોઈ એવા ફરજિયાત નિયમ બનાવ્યા નથી. અમને અમારું લક્ષ્ય ખબર છે અને અમે બધાં ભેગાં મળીને એને અચીવ કરવા મહેનત કરી રહ્યાં છીએ. દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાના ગર્વથી અમારો કૉન્ફિડન્સ વધે છે. આશા છે કે આ વખતે અમે વર્લ્ડ કપની ટ્રોફી જીતીશું.’

October 31, 2018
Shikhar-Dhawan.jpg
1min10660

સનરાઈઝર્સ હૈદરાબાદે 2018ના ઓક્શન પહેલા શિખર ધવનને રિટેન નહોતા કર્યા

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આગામી IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ માટે ઓપનિંગ કરે તેવી શક્યતા છે. શિખર ધવન 2008માં પણ દિલ્હી તરફથી રમી ચૂક્યા છે. જો 2019માં ફરી દિલ્હીની ટીમમાંથી રમશે તો 11 વર્ષ બાદ ધવન માટે આ ઘરવાપસી હશે. શિખર ધવન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ દિલ્હીથી જ રમતા હતા.

IPLની આગામી સીઝનમાં ટીમ વચ્ચે ચાલી રહેલી અદલાબદલીમાં વિજય શંકર, શાહબાઝ નદીમ અને અભિષેક વર્માના બદલે શિખર ધવન પોતાની જૂની ટીમ દિલ્હીમાં સામેલ થઈ શકે છે. હવે ધવનના બદલે હૈદરાબાદને દિલ્હીના 3 ખેલાડી મળી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓને દિલ્હીએ કુલ 6.95 કરોડમાં ખરીદ્યા હતા. એટલે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ધવનના બદલે આ ખેલાડીઓને ખરીદવા માટે 1.75 કરોડની રકમ ચૂકવશે.

October 4, 2018
prithvi.jpg
1min4000

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 18 વર્ષીય પૂથ્વી શો પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી શો 15મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. શોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરીને ડેબ્યૂમાં જ સદી ફટકારી છે. આ સાથે જ ડેબ્યૂમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન બનવા ઉપરાંત પૃથ્વીએ રેકોર્ડ રચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોએ રાજકોટમાં જ રણજી કારકિર્દી આરંભી હતી. પોતાની પ્રથમ જ રણજી મેચમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. મુંબઈમાં સ્કૂલ ક્રિકેટથી તે રનના ઢગલા કરતો આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે તેની આગેવાની હેઠળ ભારતીય અંડર-19 ટીમે જુનિયર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

September 3, 2018
china-flag-759.jpg
9min4400

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552