ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.
1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.
ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ સહિત ભારતની 8 ખેલાડીની ટીમ બીડબ્લ્યૂએફ (વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સહિત બેંકોકમાં રમાનાર આગામી ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા ઓલિમ્પિક કવોલીફિકેશનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં યોજાનાર આ ટૂર્નામેન્ટો માટે મજબૂત ટીમ જાહેર કરી છે.
ટીમમાં પીવી સિંધુ, સાઇના નેહવાલ, બી. સાઇ પ્રણિત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી સામેલ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ 12થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેકસ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન ટોયોટો થાઇલેન્ડ ઓપનમાં રમશે. જ્યારે 27થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે.
માર્ચમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન આવ્યું હતું. આ પછી પહેલીવાર શ્રીકાંત સિવાય બાકીના ભારતીય શટલરો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શ્રીકાંતે ઓકટોબરમાં ડેનમાર્ક ઓપનથી વાપસી કરી હતી. ભારતીય ટીમ સાથે કોચ, ટ્રેનર અને સપોર્ટ સ્ટાફ પણ થાઇલેન્ડ જશે.
ભારતમાં વન-ડે મૅચોનો વર્લ્ડ કપ ફરી ૨૦૨૩માં યોજાશે. એ સ્પર્ધાનું ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થશે. ભારત અને સુપર લીગની બીજી ટોચની સાત ટીમો આ વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થઈ છે.
દરમિયાન, ૨૦૨૩ના વિશ્ર્વકપની ક્વૉલિફાઇંગ મૅચો ઝિમ્બાબ્વેમાં આગામી ૧૮ જૂનથી ૯ જુલાઈ દરમિયાન યોજાશે, એવી જાહેરાત બુધવારે આઇસીસી દ્વારા કરાઈ હતી. આ શેડ્યુલ કોવિડ-૧૯ની મહામારીને કારણે અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું.
આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે. એમાં ઓમાન, અમેરિકા, નેપાળ વચ્ચે મૅચો રમાશે. આઇસીસી હવે નવા-નવા અને નાના દેશોને પણ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે અને એના ભાગરૂપે ચૅલેન્જ લીગ સ્પર્ધા આવતા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે. એ મૅચો કૅનેડા તથા જર્સીમાં રમાશે અને એમાં ડેન્માર્ક, મલયેશિયા, કતાર, સિંગાપોર, વાનુઆટુ, બર્મુડા, હૉંગકૉંગ, ઇટલીની ટીમો ભાગ લેશે. એમાંથી ટોચની બે ટીમો ક્વૉલિફાયર માટે લાયક ઠરશે અને પછી તેમને ૨૦૨૩ના ભારતના વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળશે.
ऑस्ट्रेलिया की प्रतिष्ठित टी-20 लीग बिग बैश लीग का 10वां संस्करण 10 दिसंबर से शुरू हो जाएगा। लीग मुकाबले 26 जनवरी तक होंगे। टॉप-5 टीमें प्लेऑफ के लिए क्वालिफाई होंगी। इसके बाद प्लेऑफ और 6 फरवरी को फाइनल खेला जाएगा। शुरुआती मैच में होबार्ट हरिकेन्स के सामने सिडनी सिक्सर्स होंगे। टूर्नामेंट में कुल 61 मैच खेले जाएंगे। क्रिकेट ऑस्ट्रेलिया बीबीएल-10 में 3 नए नियम – पावर सर्ज, एक्स-फैक्टर प्लेयर और बैश बूस्ट भी ला रहा है।
18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયર બાદ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજરોજ તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક નિવૃત્તિની જાહેરાત કરી દીધી
18 વર્ષ જેટલી લાંબી ક્રિકેટિંગ કરીયરમાં સતત લાઇમલાઇટમાં રહેલા ગુજ્જુ એવા ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે તા.9મી ડિસેમ્બર 2020ના રોજ એકાએક વિશ્વભરના ક્રિકેટ રસીકોને આંચકો આપે એવી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે.
પાર્થિવ પટેલે આજે ટેસ્ટ, વનડે, ટી ટ્વેન્ટી સમેત ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.
35 વર્ષના પાર્થિવ પટેલે પોતાના 18 વર્ષના કરિયરમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે ઈન્ટરનેશનલ અને બે T20 ઈન્ટરનેશનલ મેચ રમેલી છે.
વર્ષો સુધી ગુજરાતની રણજી ટીમના કેપ્ટન રહેલા પાર્થિવ પટેલે ગુજરાત માટે કુલ 194 મેચ રમી છે. પાર્થિવ પટેલે પોતાને 17 વર્ષની ઉંમરમાં રમવા માટે મળેલી તક અંગે પોતાના નિવૃત્તિના પત્રમાં આનંદ વ્યક્ત કર્યો છે.
ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને હરિયાણાના બૉક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચી લે તો તે રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ અવૉર્ડ પાછો આપી દેશે.
રવિવારે કૃષિ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.
વિજેન્દ્ર સિંહ રવિવારે હરિયાણા-દિલ્હી સીમા પર પહોંચ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ આંદોલન ખેંચી લેવાને મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ તા. 6 ડિસેમ્બર 1980ના રોજ રમાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં બન્ને ટીમ વચ્ચે 140 વન ડે મેચમાં ટક્કર થઇ છે. જેના આંકડા બતાવે છે કે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. હવે આવતીકાલ શુક્રવારથી બન્ને દેશ વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણી શરૂ થઇ રહી છે. જેનો પહેલો મેચ સિડનીમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર સવારે 9-10 વાગ્યાથી શરૂ થશે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના તમામ મેચનું જીવંત પ્રસારણ સોની સિક્સની જુદી જુદી ચેનલો પર થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલ કુલ 140 વન ડે મેચમાં 78 જીત કાંગારૂ ટીમને મળી છે. જ્યારે ભારતને હાથ બાવન જીત આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ઘરતી પર ભારત પ1 વન ડે મેચ રમ્યું છે. જેમાંથી ફકત 13 વન ડેમાં જ જીત નસીબ થઇ છે. જ્યારે 36 મેચ ઓસ્ટ્રેલિયાએ તેના નામે કર્યાં છે. આ આંકડા બતાવે છે કે કાલથી શરૂ થતી શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની રાહ આસાન નહીં રહે. જીત માટે કઠોર મહેનત અને શાનદાર દેખાવ કોહલી સેનાએ કરવો પડશે. ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથે પાછલા 8 મેચમાં 66.71ની સરેરાશથી કુલ 467 રન કર્યાં છે. જેમાં 2 સદી અને 1 અર્ધસદી છે. જ્યારે ડેવિડ વોર્નરે ભારત સામે પાછલી 9 ઇનિંગમાં 43.44ની સરેરાશથી 391 રન કર્યાં છે.
આર્જેન્ટિનાનાં એક જમાનાનાં દિગ્ગજ ફૂટબોલ સ્ટાર ડિએગો મેરેડોનાનું આજે નિધન થઈ ગયું છે. મેરેડોનાનું હૃદયરોગનાં હુમલાથી અવસાન થયું છે. તેમની ઉંમર 60 વર્ષની હતી અને લાંબો સમયથી તેઓ બીમાર હતાં.
કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે.
હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે.
રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે
સનરાઇઝર્સ હૈદરાબાદ SRHનો સામનો આઇપીએલના એલિમિનેટર મેચમાં Today 6/11/2020 શુક્રવારે RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ થશે. ત્યારે સનરાઇઝર્સને નજર વિજયક્રમ જાળવી રાખીને ફાઇનલ તરફ આગેકૂચ કરવા પર હશે.
RCBનું લક્ષ્ય પાછલા ચાર મેચની હાર ભૂલીને નોકઆઉટ મુકાબલામાં જીત મેળવીને ફાઇનલની આશા જીવંત રાખવાનું રહેશે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત છતાં હૈદરાબાદની ટીમ આખરી તબક્કે શાનદાર દેખાવ કરીને પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને રહીને ક્વોલીફાય થયું છે. ટૂર્નામેન્ટના આખરી તબક્કામાં બન્ને ટીમનું પ્રદર્શન એક-બીજાથી વિપરિત હતું. એક તરફ આરસીબી સતત ચાર મેચ હારીને ચોથા સ્થાને રહીને ક્વોલીફાય થયું તો હૈદરાબાદે આખરી ત્રણ મેચમાં દિલ્હી, બેંગ્લોર અને મુંબઇ જેવી ટોચની ટીમને હાર આપી છે. આખરી મેચમાં મુંબઇ સામેની 10 વિકેટની જીતથી વોર્નરની ટીમ આત્મવિશ્વાસના શિખર પર છે.
સનરાઇઝર્સનો સુકાની ડેવિડ વોર્નર 14 મેચમાં પ29 રન કરી ચૂકયો છે. જયારે તેનો સાથીદાર રિધ્ધિમાન સાહા ત્રણ મેચમાં 184 રન કરી ચૂકયો છે. બન્નેની જોડી હૈદરાબાદને સારો પ્રારંભ આપી રહી છે. મીડલ ઓર્ડરમાં હૈદરાબાદ પાસે મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર અને જેસન હોલ્ડર છે. તેના બોલરો સંદિપ શર્મા, જેસન હોલ્ડર, ટી. નટરાજન, રાશિદ ખાન, શાહબાજ નદીમ સારા ફોર્મમાં છે. હૈદરાબાદની આ બોલિંગ લાઇન અપ વિરાટ કોહલી એન્ડ કું. પર ભારે પડી શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.