આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી
ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે.
ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે. આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે.
નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે.
સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે.
ઇ-રૂપી ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે.
ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.
નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.
ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.
કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.
કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.
હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે. ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે.
આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે.
આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે.
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.
લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું.
વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.
કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા.
એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી.
ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો. એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું.
જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા.
ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી.
ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.
બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ.
જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે?
પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર હાલ નવા ક્રેડિટ, ડેબિટ કે પ્રીપેડ કાર્ડ આપવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશનો અમલ ૨૨ જુલાઇથી થશે.
માસ્ટરકાર્ડે ડેટા સંગ્રહ અંગેના જે નિયમો હતા એનું પાલન કર્યું નહિ હોવાનો આક્ષેપ છે. આમ છતાં, હાલના ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઇ અસર નહીં થાય.
ઘણો સમય અને તક આપ્યા છતાં માસ્ટર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરવા માટેના જે નિયમો છે તે પાળી નહિ શક્યું હોવાનું કહેવાય છે.આરબીઆઇ દ્વારા ૬ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં ૬ મહિનાની અંદર જ પેમેન્ટ સિસ્ટમને લગતા તમામ ડેટાનો ભારતની અંદર સંગ્રહ કરવા માટે જણાવાયું હતું.
માસ્ટર કાર્ડ ત્રીજી એવી કંપની છે જેની ઉપર આવો પ્રતિબંધ મુકાયો છે. અગાઉ આવા જ કારણસર પહેલી મે થી અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને ડાઇનર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પણ આવો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
૨૦૧૮ના એપ્રિલ મહિનામાં જ બધી પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પૂરી પાડતી બૅન્કોને છ મહિનાની અંદર તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતી, તે બાબતને લગતા સંદેશા કે સૂચનોનો સંગ્રહ કરીને તે અંગે રિઝર્વ બૅન્કને સૂચિત કરવાનું અને અધિકૃત ઑડિટ રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.
કંપનીના સમાચારનો ઉપયોગ કરવા બદલ ફ્રૅન્ચ પ્રકાશકે ગૂગલ પાસે રૂપિયાની કરેલી માગણી અંગેના વિવાદને મામલે ગૂગલને ૫૯.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હોવાની ફ્રાન્સના કમ્પિટિશન રૅગ્યુલેટરે મંગળવારે જાહેરાત કરી હતી.
પ્રકાશકને કઈ રીતે વળતર આપશે તેનો પ્રસ્તાવ જો ગૂગલ બે મહિનામાં રજૂ નહીં કરે તો તેને પ્રતિદિન વધુ ૧૦ લાખ ડૉલરનો દંડ કરવાની રૅગ્યુલેટર એજન્સીએ ધમકી આપી હતી. ગૂગલ ફ્રાન્સે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમે નિરાશ થયા છીએ. દંડની રકમ સમાચારની સામગ્રીના અમે કરેલા વાસ્તવિક ઉપયોગનું પ્રતિબિંબ નથી પાડતી, એમ ગૂગલે કહ્યું હતું. આ મામલાનો અમે વાટાઘાટ મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમુક પ્રકાશકો સાથે સમાધાન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતા. અગાઉ આ વર્ષના આરંભમાં ફ્રાન્સની ઍન્ટીટ્રસ્ટ એજન્સીએ ગૂગલને પ્રકાશકો સાથે ત્રણ મહિનાની અંદર વાટાઘાટ શરૂ કરવાનો કામચલાઉ આદેશ આપ્યો હતો. આ આદેશનો ભંગ કરવા બદલ એજન્સીએ મંગળવારે ગૂગલને દંડ ફટકાર્યો હતો.
आठ जुलाई (भाषा) अमेजन इंडिया ने गुरुवार को गुजरात के सूरत में अपना पहला डिजिटल केंद्र शुरू किया, जो कंपनी द्वारा 2025 तक भारत के एक करोड़ छोटे और मझोले उद्योगों को डिजिटल बनाने की पहल का हिस्सा है।
कंपनी द्वारा जारी विज्ञप्ति के मुताबिक गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने आभासी रूप से इस डिजिटल केंद्र का उद्घाटन किया।
सूरत शहर में सक्रिय लगभग 41,000 एमएसएमई के लिए फायदेमंद साबित होगा।
अमेजन डिजिटल केंद्र एमएसएमई को ई-कॉमर्स से होने वाले फायदों की जानकारी देगा और उन्हें माल भेजने, डिजिटल मार्केटिंग सेवाओं, जीएसटी और कराधान जैसी सेवाओं के लिए भी सहायता देगा।
इस मौके पर अमेजन इंडिया के वरिष्ठ उपाध्यक्ष और कंट्री हेड अमित अग्रवाल ने कहा कि कंपनी ने जब 2013 में देश में अपना परिचालन शुरू किया था, तब ई-कॉमर्स आमतौर पर शहरों से संबंधित था।
उन्होंने आगे कहा कि कंपनी ने विक्रेताओं को पूरे भारत और विश्व स्तर पर ग्राहकों तक पहुंचने में सक्षम बनाने पर ध्यान केंद्रित किया है, और इसके लिए प्रौद्योगिकी, लॉजिस्टिक्स, वितरण बुनियादी ढांचे और डिजिटल भुगतान में उल्लेखनीय निवेश किया है।
अमेज़न इंडिया पर कुल 8,50,000 विक्रेता मौजूद है, जिनमें से इस ई-कॉमर्स दिग्गज़ ने अकेले जनवरी 2020 से अब तक क़रीब 3,00,000 से अधिक विक्रेताओं को प्लेटफ़ॉर्म पर ऑनबोर्ड किया है। फ़िलहाल Amazon पर अकेले गुजरात से ही 1,00,000 से अधिक विक्रेता जुड़े हुए हैं।
कंपनी ने साफ़ किया है कि सूरत में खुले अपने पहले ‘डिजिटल केंद्र’ (Digital Kendra) पर मिलने वाली प्रतिक्रिया को देखते हुए Amazon India जल्द ही देश के अन्य शहरों में भी इनका विस्तार करती नज़र आएगी।
इस बीच गुजरात के सूरत में इस डिजिटल केंद्र के उद्घाटन के दौरान मुख्यमंत्री विजय रूपानी ने अपने वर्चूअल संबोधन में कहा;
“ये काफ़ी अहम क़दम है क्योंकि इसके ज़रिए MSMEs को हालिया चुनौतियों से निपटनें, अपने व्यवसायों को पुनर्जीवित करने और उनके पुनर्निर्माण को लेकर मदद मिलेगी। इस तरह की पहल का के ज़रिए देश का MSME क्षेत्र भारत को $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने के लक्ष्य में अहम योगदान दे सकता है।”
इस मौक़े पर Amazon India के कंट्री हेड अमित अग्रवाल ने बताया कि कंपनी पहले से ही देश में क़रीब 25 लाख MSMEs यूनिट को डिजिटाइज़ कर चुकी है और अब तक भारत में लगभग 10 लाख रोजगार के अवसर पैदा करने में सहयोग प्रदान कर चुकी है।
ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 2015માં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ આખા દેશની પોલીસ આ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ તા.5મી જુલાઇ 2021ના રોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન અચરજ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રદ થઇ ચૂકેલા આઇ.ટી. કાયદા હેઠળ હજુ પણ કેસો દર્જ કરવાની બાબત ચોંકાવનારી, પરેશાન કરનારી, ભયાનક અને આશ્ચર્યજનક છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 2015માં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.
તા.5મી જુલાઇ 2021ના રોજ આ કેસની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 2015માં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.
સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાની જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.
ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.
ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.
ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.
અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?
વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.
શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી
આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.