CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 14 of 20 - CIA Live

February 16, 2020
adhar-pan-cardfeature.jpg
1min5020

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.

આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.

આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.

જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.

યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.

February 15, 2020
bs6.jpg
1min4650

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min14330

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com
February 7, 2020
income_tax.png
1min4770

વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.

હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.

इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।

विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं

पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।

टैक्स स्लैब में हुए हैं बदलाव
वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।

February 7, 2020
Christina-Koch_updates.jpg
1min7510

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય રહીને ગુરુવારે પૃથ્વી પર પાછી ફરેલી ‘નાસા’ની ક્રિસ્ટીના કૉચે મહિલા અવકાશયાત્રીનો સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ તોડ્યો હતો.

યુરોપની સ્પેસ એજન્સીની લૂકા પારમિટાનો અને રશિયાની ઍલેકઝાન્ડર સ્કવૉટ્સોવ સાથે અવકાશમાં ૩૨૮ દિવસ રહ્યા બાદ ક્રિસ્ટીનાએ ગુરુવારે કઝાખસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.

ક્રિસ્ટીના ગયા વર્ષની ૧૪મી માર્ચે અવકાશમાં ગઈ હતી.

રશિયાના રાસ્કોસ્મોસ સ્પેસ એજન્સીના વડા ડીમિત્રી રૉગોઝીને કહ્યું હતું કે અવકાશયાત્રીઓએ સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું હતું અને તમામનું આરોગ્ય સારું છે.

૪૧ વર્ષની ક્રિસ્ટીનાનો જન્મ અમેરિકાના મિશિગનમાં થયો હતો અને તે ઍન્જિનિયર છે.

ક્રિસ્ટીનાએ અગાઉ અવકાશમાં ૨૮૯ દિવસ રહેવાનાં પૅગી વ્હિટસને ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાવેલા વિક્રમને તોડ્યો હતો.

પૃથ્વી પર પાછાં ફરવાનો સાડાત્રણ કલાકનો પ્રવાસ શરૂ કરતા અગાઉ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે માઈક્રોગ્રૅવિટીનો અનુભવ ગુમાવશે.

ત્રણ વખત અવકાશયાત્રા કરનાર ૫૯ વર્ષની વ્હિટસનને ક્રિસ્ટીનાને તેણે તેની માર્ગદર્શિકા અને આદર્શ લેખાવી હતી.

સમાનવ મંગળ મિશનને ધ્યાનમાં લેતાં ક્રિસ્ટીનાનો મૅડિકલ ડૅટા વૈજ્ઞાનિકો-ખાસ કરીને ‘નાસા’ માટે ખૂબ જ મૂલ્યવાન પુરવાર થશે.

February 6, 2020
WeChat-1.jpg
1min10130

575 લોકોનો ભોગ લઇ ચૂકેલા અને વિશ્વના 27 દેશોને ભરડામાં લેનાર કોરોના વાઇરસથી બચવા માટે હજુ સુધી કોઇ અસરકારક દવા વિકસાવી શકાઇ નથી પરંતુ, ચીનના ટેક્નોલોજીસ્ટસએ ભેગા મળીને એવી મોબાઇલ એપ્લિકેશન જરૂર વિકસાવી છે કે જે માહિતી આપે છે કે મોબાઇલ યુઝરની આસપાસ કોરોના વાઇરસગ્રસ્ત લોકો છે કે કેમ, કયા વિસ્તારમાં જવું ને કયા વિસ્તારમાં ન જવું. ત્યાં સુધી કોરોના વાઇરસને ટ્રેક કરે છે કે વાઇરસગ્રસ્ત એપ યુઝર નજીક હોય તો તેનું એક્ઝેટ લોકેશન પણ દર્શાવે છે.

ચીનના વુહાનથી 27 દેશો સુધી ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સ વિકસાવી છે.

ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.

February 5, 2020
petrolcars.jpg
1min7430

૨૦૩૫થી બ્રિટનમાં પેટ્રોલ, ડીઝલ અને હાઇ બ્રિડ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાતે યોજાનારી ક્લાઇમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આ અંગેની જાહેરાત કરશે. આ પ્રતિબંધ પાંચ વર્ષ વહેલો અમલમાં આવશે.

બ્રિટને ૨૦૫૦ સુધીમાં ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને નેટ ઝીરો સુધી લાવવાનું વચન આપ્યું છે, જેમાં પ્રદૂષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જેવા પગલાં પણ સામેલ છે.

પૃથ્વીના રક્ષણ માટે સ્વચ્છ ટૅક્નોલોજીમાં રોકાણ અને શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ પ્રયાણ કરવા તરફના બ્રિટનના પ્રયત્નમાં જોડાવા અન્ય દેશોને અપીલ કરવામાં આવશેે. બ્રિટનના એએ મોટરિંગ એસોસિયેશનના પ્રમુખ એડમંડ કિંગે જણાવ્યું હતું કે કારના વેચાણનો નવો લક્ષ્યાંક અતિ પડકારજનક હતો. ૧૫ વર્ષથી ઓછા સમયમાં શૂન્ય ઉત્સર્જન ધરાવતાં વાહનોની સપ્લાય શક્ય છે કે કેમ એ સવાલ કરવો જોઇએ.

February 4, 2020
aadhaar-pan-link.jpg
1min4340

આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.

૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.

ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.

January 26, 2020
gseb-1280x720.jpg
1min4650

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

January 25, 2020
yuvika-1280x979.png
7min16090

ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.

ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા

Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.   

The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.

The programme will be of two weeks duration during summer holidays (May 11-22,  2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.

3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.

The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.

S.NoDescriptionWeightage
1Performance in the 8th Std Examination60%
2Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level  (The higher level will be considered for weightage)2/4/6/10%
3Winners of  District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)2/4/6/10%
4Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)5%
5Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)15%
Total100%

Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.

રજિસ્ટ્રેશન ડિટેલ્સ

The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.

It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.

For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.