આજરોજ તા.21મી ઓગસ્ટ 2020એ સવારે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટર પર પોતાના અંગત મિત્ર અને ભારતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન શ્રી અરુણ જેટલી માટે લખ્યું હતું કે હું તેમને ઘણું મીસ કરી રહ્યો છું. સ્વ.અરુણ જેટલીની પહેલી પૂણ્યતિથીએ પીએમ મોદી ભાવુક બન્યા હતા. તેમણે એક વિડીયો શેર કરીને લાગણી વ્યક્ત કરી હતી કે સ્વ.અરુણ જેટલી સાથે તેમની મિત્રતા કેટલી ગાઢ હતી.
On this day, last year, we lost Shri Arun Jaitley Ji. I miss my friend a lot.
Arun Ji diligently served India. His wit, intellect, legal acumen and warm personality were legendary.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.
આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.
ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.
વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.
આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.
‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય
છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.
આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.
આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.
આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.
‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.
પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વર્લ્ડ નંબર વન બેટસમેન વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય બન્યો છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ફકત ત્રણ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને નેમાર છે.
કોહલીએ આ સૂચિમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ રાખી દીધો છે.’ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર કુલ 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબર પર મેસ્સી છે. તેના 16.1 કરોડ ચાહકો છે. જ્યારે બ્રાઝિલના નેમારના ફોલોઅર્સની સંખ્યા 14 કરોડ છે.
‘ભારતમાં વિરાટ કોહલી (6 કરોડ ફોલોઅર્સ) બાદ બીજા નંબરે બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેણીના પ.પ કરોડ ફોલોઅર્સ છે. આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં બહુ સફળતા ન મેળવી શકનાર શ્રધ્ધા કપૂરના ઇંસ્ટાગ્રામ પર પ.1 કરોડ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબર પર છે. ઇંસ્ટાગ્રામના ટોપ ટેન ભારતીયમાં એકમાત્ર ખેલાડી તરીકે વિરાટ કોહલી છે અને તે પણ પહેલા નંબર પર. ઇંસ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટની કમાણીના મામલે પણ કોહલી ભારતમાં પહેલા અને વિશ્વના ખેલાડીઓની લીસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.
કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં ૨૧ ટકા વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ ૧૯,૦૦૦ ટેરા બાઈટ (ટીબી) મોબાઈલ ફોર-જી ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો ૪૦૦૦ ટીબી વધીને ૨૩,૦૦૦ ટીબી (૨.૩૦ કરોડ જીબી) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી.
વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાના વપરાશમાં આખા વર્ષમાં જેટલી વૃદ્ધિ થાય છે તેના કરતા પણ વધારે ગ્રોથ લોકડાઉન લાગ્યાના એક સપ્તાહમાં જોવા મળ્યો હતો.
વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારત સહિત દેશના દરેક ભાગમાંથી ઇન્ટરનેટ માંગમાં વધારો જોયો છે. અગાઉ દિવસ દરમિયાન કમર્શિયલ અથવા તો ઓફિસ વિસ્તારમાં ડેટા ક્ધઝમ્પશન વધારે રહેતું હતું, પરંતુ પરિસ્થિતિ બદલાતા રહેણાંકમાંથી ટ્રાફિક વધુ રહે છે, કારણ કે લોકો ઘરની અંદર રહે છે અને વધુ ડેટાનો ઉપયોગ કરે છે.
ટેલીકોમ ક્ષેત્રના જાણકારોના મતે, આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરે હતા. વર્કિંગ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી ગયો છે. ઓફિસનું કામ, મિટિંગ જેવી બાબતો આમાં મુખ્ય છે.
ટેલીકોમ એક્સપર્ટ જણાવે છે કે, ટીવીમાં મનોરંજન ચેનલોમાં સિરીયલો બંધ થઇ જવાથી ઘણી મહિલાઓ, મોટા ભાગે હાઉસ વાઈફ અને યુવાનો ઓવર ધી ટોપ પ્લેટફોર્મ તરફ વળ્યા છે જેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ એપ્રિલ-જુન દરમિયાન સરેરાશ રોજનો ૨૨,૮૦૦-૨૩,૦૦૦ ટીબી પર પહોચી ગયો હતો. પરિવાર સાથે જોડવા માટે વિડીયો કોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ડેટાનો વપરાશ વધ્યો છે.
કોવીડ-19 પેન્ડેમિકના સમયગાળામાં એટોમિક પાવર ક્ષેત્રમાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધીને કારણે સુરતનું નામ હાલ વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યું છે. આ સિદ્ધી છે સુરત જિલ્લામાં આવેલા કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવાની અને તા.22મી જુલાઇ એટલે કે આજે પ્રથમ વખત તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટની ફાઇલ તસ્વીર
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સુરતના કાંકરાપાર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલા આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયેલા હેવીડ્યુટી રીએક્ટર અંગેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટ ખાતે જ તૈયાર કરવામાં આવેલા KAPP-3 રિએક્ટરની ડિઝાઇન ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનયરોએ જ તૈયાર કરી આપી છે. નિર્માણ કાર્યમાં પણ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ સ્વચાલિત એવો પ્રોજેક્ટ છે જેની કેપેસિટી 700 મેગોવૉટની છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકારે આપી માહિતી
Unit-3 of Kakrapar Atomic Power Project, located at Kakrapar, Gujarat achieved its first criticality – the controlled, self-sustaining nuclear fission chain reaction for the first time – on July 22, 2020 at 0936 hours. (1/2) pic.twitter.com/J5H6fc7ttV
KAPP-3 is first-of-its-kind indigenous 700 MWe Pressurised Heavy Water Reactor designed by Indian scientists & engineers. Its components & equipment have been manufactured by Indian industries and the construction &erection were undertaken by Indian contractors. (2/2)
Congratulations to our nuclear scientists for achieving criticality of Kakrapar Atomic Power Plant-3! This indigenously designed 700 MWe KAPP-3 reactor is a shining example of Make in India. And a trailblazer for many such future achievements!
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ)એ ૬૩ ભારતીય એરપોર્ટને ૧૯૮ બોડી સ્કેનર ફાળવવાનું નક્કી કર્યું છે. હાલના પ્રવાસીઓ પાસેની ધાતુની વસ્તુઓ શોધી કાઢવા માટે વપરાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડ-હેલ્ડ સ્કેનરના બદલે આ
બોડી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
૧૯૮ સ્કેનરમાં પુણે એરપોર્ટ માટે ૧૨, ચેન્નઇ એરપોર્ટ માટે ૧૯, કોલકતા એરપોર્ટ માટે ૧૭ સ્કેનર ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય અમૃતસર, વારાણસી, કેલિકટ, કોઇમ્બતુર, ત્રિચી, ગયા, ઔરંગાબાદ અને ભોપાલ એરપોર્ટ પર ચાર-ચાર બોડી સ્કેનર ગોઠવવામાં આવશે.
‘શ્રીનગર એરપોર્ટ પર સાત બોડી સ્કેનર, વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર છ, તિરુપતિ, બગદોરા, ભુવનેશ્ર્વર, ગોવા અને ઇમ્ફાલ એરપોર્ટ પર પાંચ-પાંચ સ્કેનર ગોઠવવામાં આવશે’, એમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના ૧૦૦થી વધુ એરપોર્ટની માલિકી અને સંચાલન એએઆઇ સંભાળે છે.
‘બોડી સ્કેનર ફાળવવાની પ્રક્રિયા ચાલુ વર્ષના શરૂઆતમાં કોરોના મહામારી પહેલા થઇ હતી.
વહેલામાં વહેલી તકે ભારતના દરેક એરપોર્ટને બોડી સ્કેનર ફાળવવામાં આવશે, કારણ કે મહામારીને કારણે સિક્યોરિટી કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓની જડતી લેવાનું પ્રમાણ ઓછું થયું છે’, એમ એએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ૬૩ એરપોર્ટ માટે ૧૯૮ બોડી સ્કેનર મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ત્રણ કંપનીએ બીડ કરી છે.
હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. હેકર્સે જે લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કર્યાં છે તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, બિઝનેસમેન એલન મસ્ક, અમેરિકી નેતા જો બિડનનો સમાવેશ થાય છે.
આ દિગ્ગજો અને કંપનીઓના એકાઉન્ટ્સ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પરથી બિટકોઈનના પ્રમોશનને લગતો એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં હેકરે એક લિન્ક પણ મુકી હતી જેના પરથી બિટકોઈનની લેણદેણ કરી શકાય છે. જોકે, આ મેસેજીસને તાત્કાલિક ધોરણે ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા.
કોરોના રોગચાળા દરમિયાન રાજ્યની હૉસ્પિટલના આઇસીયુના દર્દીની સારવાર કરતા ડૉક્ટરોને એઇમ્સના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માર્ગદર્શન આપશે, એવી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ અંગેનું પહેલું સત્ર લેવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦૦ બેડ ધરાવતી મુંબઇની નવ અને ગોવાની એક એમ દસ હૉસ્પિટલના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુંબઇની હૉસ્પિટલમાં નેસ્કો ખાતેની જંબો ફેસિલિટી, સિડકો-મુલુંડની જંબો ફેસિલિટી, મલાડ ઇન્ફિનિટી મૉલ જંબો ફેસિલિટી, જીઓ ક્ધવેન્શન સેન્ટર જંબો ફેસિલિટી, એચઇ નાયર હૉસ્પિટલ, એમસીજીએમ સેવન હિલ્સ હૉસ્પિટલ, એમએમઆરડીએ બીકેસી જંબો ફેસિલિટી,એચઇ-ફેઝ ૧, મુંબઇ મેટ્રો દહિસર જંબો ફેસિલિટીનો સમાવેશ થાય છે. ગોવાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પણ આમાં સામેલ હતી.
ઉપરની દરેક હૉસ્પિટલના આઇસીયુમાં સેવા આપતા બે ડૉક્ટરે રાજ્યની હેલ્થ સેવાના ડિરેક્ટર જનરલ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એઇમ્સના ડૉક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
એઇમ્સ દ્વારા કુલ ૧૭ રાજ્યના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં દિલ્હી, ગુજરાત, તેલંગણા, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પ. બંગાળ, તમિળનાડુ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.