CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 7 of 19 - CIA Live

May 20, 2021
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min367

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી મંત્રાલયે વૉટ્સએપને તેની નવી પ્રાઇવસી પૉલિસી પાછી ખેંચવા આદેશ આપ્યો છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.

સરકારે નોટિસનો જવાબ આપવા માટે વૉટ્સએપને સાત દિવસની મુદત આપી છે અને જો આ સાત દિવસમાં વૉટ્સએપ પાસેથી સંતોષકારક જવાબ નહીં મળે તો કાનૂનને આધારે યોગ્ય પગલાં ભરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું છે.

વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી ભારતના વર્તમાન કાયદા અને નિયમોની કેટલીક જોગવાઇઓનો કેવી રીતે ભંગ કરે છે, એ અંગે કેન્દ્ર સરકારે વૉટ્સએપનું ધ્યાન દોર્યું છે. ભારતીય નાગરિકોના અધિકારો અને હિતોની રક્ષા કરવાની સાર્વભૌમ જવાબદારીના પાલન માટે કેન્દ્ર સરકાર ભારતીય કાયદા અંતર્ગત વિવિધ વિકલ્પોની સમીક્ષા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઘણાં ભારતીયો દૈનિક જીવનમાં વાતચીત કરવા માટે વૉટ્સએપ પર નિર્ભર છે. યુરોપ અને અન્ય દેશોના વપરાશકર્તાઓ માટે વૉટ્સએપની પૉલિસી અલગ છે અને ભારતીયો માટે વૉટ્સએપની નીતિ અલગ છે. ભારતીય વૉટ્સએપ વપરાશકર્તાઓ સાથે ભેદભાવ રાખી તેમની પર અન્યાયી શરતો લાદવાનું વૉટ્સએપનું પગલું સમસ્યારૂપ અને બેજવાબદાર છે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.

May 8, 2021
CoWIN.jpg
1min660

ઑનલાઇન વૅક્સિનેશન માટે દેશના નાગરિકોને પડી રહેલી અગવડ અને અન્ય નાની-નાની ભૂલોને ઓછી કરવા માટે સરકાર ૮ મેથી કોવિન ઍપ્લિકેશનમાં ચાર આંકનો સુરક્ષા કોડ ધરાવતી નવી સુરક્ષા સુવિધા ઉમેરી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક કેસમાં એવું નોંધાયું છે કે કોવિડની વૅક્સિનેશન માટે કોવિન પૉર્ટલ પર બુકિંગ કરાવ્યા બાદ નિર્ધારિત સમયે વૅક્સિન લેવા ન પહોંચી શકેલા લોકોને તેમના મોબાઇલમાં રસી ન મેળવી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હોવાનો મેસેજ મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૅક્સિનેટરની ભૂલને લીધે વૅક્સિન ન લીધી હોવા છતાં વૅક્સિન આપવામાં આવી હોવાનો મેસેજ મેળવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. નવી સુરક્ષા સુવિધા ઉમેરાયા બાદ વૅક્સિન માટેની તમામ ચોકસાઈ કરી લીધા બાદ વૅક્સિન લેનારને ચાર ડિજિટનો એક કોડ પૂછવામાં આવશે, જે ભર્યા બાદ લાભાર્થીના વૅક્સિનેશનનું સ્ટેટસ જાણી શકાશે.

April 17, 2021
cyberfraud.jpg
1min466

સામેની વ્યક્તિ તમારો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરીને પૈસાની માગણી કરી શકે છે : સુરતમાં જ નહીં આવા અનેક કિસ્સાઓ ભારતમાં બની રહ્યા છે

લૉકડાઉન દરમ્યાન સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાથી એનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી બન્યું છે. હાલમાં સાઇબર ગઠિયાઓ લોકો સાથે ન્યુડ ચૅટ કરી સામેવાળાનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી તેમની પાસે પૈસાની મોટા પ્રમાણમાં માગણી કરી રહ્યા હોવાની માહિતી સાઇબર સેલ પાસે પહોંચી છે. ભાંડુપમાં રહેતી પચીસ વર્ષની એક અજાણી વ્યક્તિ સાથે ન્યુડ ચૅટ કરીને સામેની વ્યક્તિએ તેનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો અને એને વૉટ્સઍપ દ્વારા મોકલીને ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જેની ફરિયાદ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.

ભાંડુપ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક રહેતા પચીસ વર્ષના યુવાનને સોશ્યલ મીડિયા (ફેસબુક) પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘રિક્વેસ્ટ જોઈને યુવાને તરત માન્ય કરી હતી. એમાં તેણે યુવતીએ હાયનો મેસેજ મોકલતાં યુવક તેની સાથે ચૅટિંગ કરવામાં મશગૂલ થઈ ગયો હતો. બે દિવસ ચૅટ કર્યા બાદ યુવતીએ તેનો મોબાઇલ-નંબર યુવકને આપ્યો હતો જેમાં યુવતીએ વિડિયો-કૉલ કરીને યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. એ દરમ્યાન યુવતીએ પણ યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડવા માટે કહ્યું હતું. યુવકે એક્સાઇટમેન્ટમાં આવીને સામે કપડાં કાઢીને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. યુવક પોતાના શરીરનાં અંગો દેખાડી રહ્યો હતો ત્યારે યુવતીએ પોતાનો કૅમેરા બંધ કરીને વિડિયો કૉલનો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો. ફોન કટ થવાના થોડી જ વારમાં યુવકને એક વૉટ્સઍપ આવ્યો હતો જેમાં પોતાનો જ વિડિયો દેખાયો હતો અને સામે યુવતીએ કહ્યું હતું કે તું મને ૧૫,૦૦૦ રૂપિયા મોકલ, નહીં તો હું આ વિડિયો સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર પોસ્ટ કરી દઈશ. ગભરાયેલા યુવકે તરત ભાંડુપ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’

હીરાનો બિઝનેસ કરતા વેપારીને પણ ફ્રેન્ડ-રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું

વાલકેશ્વરમાં રહેતો અને હીરાનો બિઝનેસ કરતો ૨૭ વર્ષનો વેપારી હનીટ્રૅપમાં ફસાઈ ગયો હતો. તેને એક મહિલાની ફેસબુક પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. એ ઍક્સેપ્ટ કર્યો બાદ તેમની વચ્ચે ચૅટ ચાલુ થઈ હતી. એ દરમિયાન વેપારીએ તેનો મોબાઇલ નંબર શૅર કર્યો હતો. 

તેમની વચ્ચે ન્યુડ વિડિયો-ચૅટ થઈ હતી જેમાં વેપારીએ પોતાનાં કપડાં પણ કાઢ્યાં હતાં. આ વિડિયો સાઇબર ગઠિયાએ રેકૉર્ડ કરી લીધો હતો. થોડી વારમાં આ ગઠિયાએ તેને વિડિયો મોકલીને પૈસાની માગણી કરતાં વેપારીએ પહેલાં પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પરેશાન થઈને વેપારીએ મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

મલબાર હિલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બનગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદના આધારે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે

પોલીસનું શું કહેવું છે?

હાલમાં સાઇબર વિભાગમાં આવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાની અને અજાણ્યા લોકો સામે વિડિયો કૉલિંગમાં આવાં કૃત્યો ન કરવા માટેની અમારી અપીલ છે. આ લોકો સિનિયર સિટિઝનને અને નવયુવાનોને પોતાનો શિકાર બનાવે છે. કેટલાક લોકો ગભરાઈને પૈસા પણ આપી દેતા હોય છે. જોકે થોડો સમય જતાં ફરી એક વાર તેઓ પૈસાની  માગણી કરતા હોય છે. જો તમે પણ આવા ફ્રૉડમાં ફસાયા હો તો પૈસા ન આપી તરત પોલીસ-ફરિયાદ નોંધાવો. – રાજેશ નગવાડે, ઈસ્ટર્ન વિભાગ સાઇબર સેલના સિનિયર ઇન્સ્પેક્ટર 

April 13, 2021
infosys.png
1min376
Infosys share buyback: Infosys board to consider share buyback proposal on  April 14 - The Economic Times

આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે રવિવારે જણાવ્યું કે, તેના ડાયરેક્ટર બોર્ડ ૧૪ એપ્રિલે સેર બાયબેક પ્રપોઝલ પર વિચાર કરશે. ઈન્ફોસિસે શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) નિયમન, ૨૦૧૮ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર બોર્ડની ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ યોજાનારી બેઠકમાં પૂર્ણપણે ચૂકતા શેર મૂડીના બાયબેક માટે પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે. બેંગાલુરૂની આ કંપનીના ડાયરેક્ટર બોર્ડની બેઠક ૧૩-૧૪ એપ્રિલ ૨૦૨૧એ યોજાવાની છે. આમાં ૩૧ માર્ચ ૨૦૨૧એ પૂરા થતા ક્વાર્ટર અને નાણાકીય વર્ષમાં કંપની અને તેના સબસીડિયરી યુનિટના ફાઈનાન્શિયલ રિઝલ્ટને મંજૂરી અને તેના રેકોર્ડમાં લાવવામાં આવશે. આ અગાઉ, ઈન્ફોસિસે ઓગસ્ટ ૨૦૧૯માં ૮,૨૬૦ કરોડ રૂપિયાની વેલ્યૂએશનના ૧૧.૦૫ કરોડ શેરની પુન: ખરીદી કરી હતી. કંપનીએ આ પહેલા શેર બાયબેક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય હતું. આમાં કંપનીએ ૧,૧૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે ૧૧.૩ કરોડ શેરની પુન:ખરીદી કરી હતી.

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min590

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.

March 31, 2021
TRAI.png
9min600

ટેલિકોમ રેગ્યુલેટરીઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગઇ તા.૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ ભારતની 40 કંપનીઓ, બેંકો વગેરેનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જે ભારતમાં લાગુ કરવામાં આવેલા SMSના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રાઇના ડિફોલ્ટર્સ લિસ્ટમાં SBI, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત LIC, એક્સિસ બેંક, IDBI બેંક, એન્જલ બ્રોકિંગ, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ફ્લિપકાર્ટ, દિલ્હી, આઈડીએફસી ફર્સ્ટનો સમાવેશ થાય છે. યુનિયન બેંક જેવી બેંક મુખ્ય સંસ્થાઓ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ટ્રાઇએ કહ્યું કે આ સંસ્થાઓ કન્ટેન્ટ ટેમ્પલેટ આઈડી, પીઈઆઈડી વગેરે જેવા ફરજિયાત પરિમાણોનું પાલન કરી રહી નથી, તેથી તેમને તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી બલ્ક મેસેજિંગની છૂટ આપી શકાય તેમ નથી. જો આ કંપનીઓ તા.૩૧મી માર્ચ પહેલા કોઈ ઈમરજન્સી પગલાં ભરી નહીં શકે તો તેમના ગ્રાહકોને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઇમેઇલ પર ઓટીપી લેવાનું બંધ થઈ શકે છે.

ગ્રાહકોને આડેધડ મેસેજ કરતી બેંકો અને કંપનીઓનું આખું લિસ્ટ આ રહ્યું

S.No. Principal Entity Name

1 A&A DUKAAN FINANCIAL SERVICES PRIVATE LIMITED

2 Angel Broking Limited

3 AXIS BANK LIMITED

4 BAJAJ FINANCE LIMITED

5 BANDHAN BANK LIMITED

6 BANKOFBARODA

7 BANKOFINDIA

8 Canara Bank

9 Central Bank of India

10 Dakshin Haryana Bijli Vitran Nigam Limited

11 Delhivery Private Limited

12 FEDERAL BANK

13 Flipkart Internet Pvt. Ltd.

14 Freecharge Payment Technologies Private Limited

15 HDFC BANK LIMITED

16 ICICI BANK LIMITED

17 IDBI BANK LIMITED

18 IDFC FIRST BANK LIMITED

19 IndiabulIs Consumer Finance limited

20 INDIAN OVERSEAS BANK

21 INSTAKART SERVICES PRIVATE LIMITED

22 Kotak Mahindra Bank Ltd

23 Kotak Securities Limited

24 LIFE INSURANCE CORPORATION OF INDIA

25 MEDLIFE WELLNESS RETAIL PRIVATE LIMITED

26 National Stock Exchange of India Limited

27 PSI PHI GLOBAL SOLUTIONS PRIVATE LIMITED

28 PUNJAB NATIONAL BANK

29 RAJASTHAN STATE HEALTH SOCIETY

30 RBLBANKLIMITED

31 RELIANCE RETAIL LIMITED

32 SAMSUNG INDIA ELECTRONICS PRIVATE LIMITED

33 SBI Cards and Payment Services Limited

34 STATE BANK OF INDIA

35 Supermarket Grocery Supplied Private Limited

36 TATA AlA LIFE INSURANCE COMPANY LIMITED

37 UNION BANK OF INDIA

38 VEDANTU INNOVATIONS PRIVATE LIMITED

39 WOPLIN BLOCKCHAIN TECHNOLOGIES

40 Yes Bank Ltd

S.No. Defaulter Telemarketers

1 3M DIGITAL NETWORKS PVT LTD (MobTexting)

2 ACL MOBILE LIMITED

3 BBNL BharatNet NMS

4 Bhoopalam Marketing Services Pvt Ltd

5 BULKSMSGATEWAY

6 BUZIBEE TECHNOLOGIES PRIVATE LIMITED

7 Centre for development of Advanced computing

8 Christian Medical College Vellore Association

9 Cosmic Information & Technology Ltd.

10 DiGISPICE Technologies Limited

11 GreenAds Global Pvt Ltd

12 Gupshup Technology India Pvt. Ltd.

13 IMI Mobile Private Ltd

14 InfoBip

15 Infobip India Private Limited

16 INSIGHT CONSULTANCY SERVICES PRIVATE LIMITED

17 Karix MObile Pvt Ltd

18 LOTUS TRANSFORMS PRIVATE LIMITED

19 NAZI ENTERPRISES

20 NETXCELL LIMITED

21 One97 Communications Limited

22 ONEXTEL MEDIA PRIVATE LIMITED

23 Onweb Software Technologies Pvt. Ltd.

24 Parrot Infosoft Pvt Ltd

25 Pinnacle Tele services Private Limited

26 Proactive Professional Services Pvt Ltd

27 PRP SERVICES PVT. LTD.

28 RAMA INFOTECH PVT.LTD

29 Ravience Digital Pvt Ltd.

30 Ravience Digital Pvt Ltd. (Netcore)

31 ROUTE MOBILE LIMITED

32 SJS TECHCROME PRIVATE LIMITED

33 SOLUTIONS lNFlNI TECHNOLOGIES (INDIA) PVT LTD (Kaleyra)

34 Tanla

35 VALUEFIRST DIGITAL MEDIA PRIVATE LIMITED

36 VEGTER SMS SOLUTIONS PRIVATE LIMITED

37 virtuoso Netsoft Private Limited

38 VIVACONNECT PRIVATE LIMITED

39 WALKOVER WEB SOLUTIONS PRIVATE LIMITED

40 Wizhcomm Consultants and Technologies Private Limited

ટ્રાઇએ ફ્રોડ ઓછા કરવા માટે બલ્ક મેસેજિંગની આખી સિસ્ટમ બનાવી છે

ટ્રાઇએ આ સિસ્ટમ અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ બંધ કરવા માટે બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવા તેઓએ ટ્રાઇ દ્વારા સૂચવેલા ફોર્મેટમાં એસએમએસ મોકલવા જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ લોકોને નકલી એસએમએસ દ્વારા ફિશિંગ જેવા સાયબર ક્રાઇમથી બચાવવું છે. ટ્રાઇ દ્વારા એસએમએસની છેતરપિંડી રોકવા માટે નવું એસએમએસ રેગ્યુલેશન રજૂ કરાયું હતું. પરંતુ આ પ્રક્રિયાને કારણે અનેક સમસ્યાઓ બહાર આવી હતી. ટ્રાઇએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશોમાં બધા ટેલિકોમ ઓપરેટરોએ ડી.એલ.ટી. પર નોંધણી કરાવવાની રહેશે. તેનો હેતુ ઓટીપી છેતરપિંડી અને સ્પામ એસએમએસને અટકાવવાનો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1086

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.

March 12, 2021
bharat_e_market.jpg
1min492

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’

ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.

February 26, 2021
social_media.jpg
2min436

સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.

કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.

સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.

ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ:

૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.

૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.

૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.

૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.

તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધી ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો પડશે.

૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.

૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.

January 1, 2021
train.jpg
1min441

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની ઇ-ટિકેટિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે દેશની સેવા માટે રેલવે પ્રતિબદ્ધ છે અને રેલવેનો પ્રવાસનો અનુભવ વધુ સુખમય બની રહે એ માટે સતત પ્રયાસ કરતી રહી છે. ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટ પ્રવાસીઓ માટે વધુ સુવિધામય સાબિત થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા યોજના અને દૃષ્ટિ પ્રમાણે રેલવેએ પોતાની વૅબસાઇટમાં સતત સુધારો કરતા રહીને એને વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ વૅબસાઇટ બનાવવી જોઇએ.

રેલવે મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે અપગ્રેડ કરાયેલી વૅબસાઇટ અને ઍપ દ્વારા યુઝર્સને ઉચ્ચસ્તરિય સેવાનો અનુભવ થશે. નવા સુધારામાં ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલવે ટિકિટિ બુક કરવા માટેની આ વૈશ્ર્વિક કક્ષાની વૅબસાઇટની ડિઝાઇન બનાવતી વખતે રેલવેના ગ્રાહકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ વૅબસાઇટ કે ઍપ દ્વારા ટ્રેનની ટિકિટની બુકિંગ, પ્રવાસ વખતે ભોજનનું બુકિંગ અને રહેવાની વ્યવસ્થાની સગવડ એક સાથે કરી શકાશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરાયો હોવાથી હવે ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે. રિફંડ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાઇ છે તથા રેગ્યુલર કે ફેવરિટ પ્રવાસ માટેની ટિકિટ સંબંધિત વિગતો ભરીને આપોઆપ બુક કરી શકાશે.

ટ્રેન માટેની શોધ અને પસંદગી પણ હવે એક જ પાનાં પર મૂકવામાં આવ્યા છે, જેથી બુકિંગ ઝડપથી થઇ શકે. હવે ફક્ત ટ્રેન પસંદ કરીને ‘બુક’ પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરાવી શકશો. અગાઉ દરેક ટ્રેન પર ક્લિક કર્યા બાદ બેઠકની ઉપલબ્ધતા અને ટિકિટનો ભાવ જાણવા મળતો હતો.