CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 5 of 19 - CIA Live

September 28, 2021
android.jpg
1min393

ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.

જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.

જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

September 27, 2021
1min438

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.

National Digital Health Mission

વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. 

હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.

આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે. 

September 18, 2021
electric.jpg
1min464

વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.

વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.

વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

August 23, 2021
income-tax-filing.jpg
1min381

નાણાં મંત્રાલયે રવિવાર તા.23મીએ આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓ અંગે કડકાઇપૂર્ણ કાર્યવાહી કરતા ઇ પોર્ટલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઇન્ફોસિસ કંપનીને તા.23મીએ હાજર રહેવા માટે સમન્સ આપ્યા હતા અને તે અંગેનું ટ્વીટ પણ કર્યું હતું.

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના બાદ પણ કેમ સમસ્યાઓનો હલ આવ્યો નથી.  21 ઓગસ્ટે તો પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.

મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું હતું. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેને વિકસાવવા માટે આશરે 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યાઓ આપતું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આ કડકતા દર્શાવી છે.

શરૂઆતથી જ આ વેબસાઇટ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આ પ્રક્રિયા લગભગ અઢી મહિના પછી પણ ચાલુ રહે છે. આના પર ન તો ચલન નંબર માન્ય થઈ રહ્યો છે અને ન તો દસ્તાવેજ ઓળખ નંબર (ડીઆઈએન) ઓટો પોપ્યુલેટેડ છે. વિવાદ સે વિશ્વાસ યોજના લિંક પણ કામ કરી રહી નથી.

આવકવેરા વિભાગનું તમામ કામ ઓનલાઈન જ થાય છે. આવી સ્થિતિમાં, વેબસાઇટના કામ ન કરવાને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. ન તો લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે અને ન તો ડિપાર્ટમેન્ટના કોઇ પ્રશ્નનો જવાબ આપી શકે છે. નાણા મંત્રાલય પણ આ અંગે ઘણી ટીકા અને પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. 

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી

ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

August 2, 2021
erupi.jpg
1min361

વડા પ્રધાન નરેન્દ્ર મોદી dt 2/8/2021, સોમવારે સાંજે ડિજિટલ પૅમેન્ટ સૉલ્યુશન ઇ-રૂપી લૉન્ચ કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડા પ્રધાન સાંજે ૪.૩૦ વાગ્યે ઇ-રૂપીને લૉન્ચ કરશે. 

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે. 

ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે.  આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે. 

નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે. 

સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે. 

ઇ-રૂપી  ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે. 

ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.

July 26, 2021
kids-social.jpg
1min431

નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનો સર્વે : 37.8 ટકાનાં ફેસબુક, 24.3 ટકાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.

કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.

July 21, 2021
vidaadhar.jpg
1min565

હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે. 
ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે. 

આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે. 

આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે. 

૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.     

July 16, 2021
whatsapp.jpg
1min747

લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું. 

વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. 
દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 

વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા. 

એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી. 

ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો.  એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું. 

જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. 
ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. 
આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા. 

ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી. 

ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. 
જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.  

બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ. 

જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે? 

પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.

July 15, 2021
master_card.png
1min355

 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર હાલ નવા ક્રેડિટ, ડેબિટ કે પ્રીપેડ કાર્ડ આપવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશનો અમલ ૨૨ જુલાઇથી થશે.

A MasterCard credit card logo is seen on a store window in Washington. (AFP)

માસ્ટરકાર્ડે ડેટા સંગ્રહ અંગેના જે નિયમો હતા એનું પાલન કર્યું નહિ હોવાનો આક્ષેપ છે. આમ છતાં, હાલના ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઇ અસર નહીં થાય. 

ઘણો સમય અને તક આપ્યા છતાં માસ્ટર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરવા માટેના જે નિયમો છે તે પાળી નહિ શક્યું હોવાનું કહેવાય છે.આરબીઆઇ દ્વારા ૬ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં ૬ મહિનાની અંદર જ પેમેન્ટ સિસ્ટમને લગતા તમામ ડેટાનો ભારતની અંદર સંગ્રહ કરવા માટે જણાવાયું હતું. 

માસ્ટર કાર્ડ ત્રીજી એવી કંપની છે જેની ઉપર આવો પ્રતિબંધ મુકાયો છે. અગાઉ આવા જ કારણસર પહેલી મે થી અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને ડાઇનર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પણ આવો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

૨૦૧૮ના એપ્રિલ મહિનામાં જ બધી પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પૂરી પાડતી બૅન્કોને છ મહિનાની અંદર તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતી, તે બાબતને લગતા સંદેશા કે સૂચનોનો સંગ્રહ કરીને તે અંગે રિઝર્વ બૅન્કને સૂચિત કરવાનું અને અધિકૃત ઑડિટ રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.