CIA ALERT

સુરતમાં BJPની વિનિંગ ફોર્મ્યુલા : વિકાસનું રોલ મોડેલ અને CR પાટીલ સ્ટાર પ્રચારક

Share On :

સુરતમાં સી.આર. પાટીલ જ BJPના સ્ટાર પ્રચારક : જંગી મેદની ઉમટી પડે છે જાહેર સભાઓમાં

May be an image of 1 person and standing

આગામી 21 મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સંદર્ભે આજરોજ સુરત મહાનગરમાં પાંડેસરા, પાલનપુર જકાતનાકા અને કતારગામ એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં યોજાયેલી જંગી જાહેરસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, શુભેચ્છાકો અને જાહેર જનતાને પોતાની આગવી શૈલીમાં સંબોધિત કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. હમણાં હું એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપાના કાર્યકર્તાઓનું જડબેસલાક નેટવર્ક ગોઠવાયેલું છે જયારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી. સાચી વાત છે કૉંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી થોડાં ઘણાં જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે. તેઓને પાર્ટી કે દેશ સાથે કોઈ લેવાદેવા નથી.     

May be an image of 5 people and people standing

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસમમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે. જે ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ,  આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ,  ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવાં મહાનુભવો આપ્યા પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે.

ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી. કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માગું છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે.

ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની  કેટલી ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવા માટે રાહુલ ગાંધી તૈયાર રહે.       

May be an image of 3 people and people standing

દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપવાના કોંગ્રેસના વલણની ઝાટકણી કાઢતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, કોંગ્રેસ એક સમયે એવું કેતી હતી કાશ્મીર માંથી  જો કલમ 370 દૂર કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે પરંતુ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં આદરણીય શ્રી અમિતભાઈ સાહેબે સંસદમાં કલમ 370 સફળતાપૂર્વક દૂર કરીને બતાવી છે.       

મંદિર વહી બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે નો ટોણો મારનારાઓને જડબાતોડ જવાબ આપતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, મંદિર ભી બનાયેંગે, ભવ્ય બનાયેંગે ઔર પૂર્ણતા કી તારીખ ભી બતાયેંગે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીરામ મંદિરનું ફાઉન્ડેશન સ્ટોન મૂક્યું ત્યારે જીવન ધન્ય થઈ ગયું તેવું આપણને બધાંને લાગ્યું. જે દિવસ જોવા માટે આપણી આંખો તરસ્તી હતી તે જોવાનું સૌભાગ્ય આપણને મળ્યું.     

સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વ જેવી વિરાટ પ્રતિમા બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અભિનંદન આપવાના બદલે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ ગુજરાત અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને બદનામ કરવાનું જ કામ કર્યું છે સરદાર સાહેબની પ્રતિમાને લોખંડનો ભંગાર કહેનાર કોંગ્રેસીઓએ સરદાર સાહેબને અન્યાય કરવામાં ક્યાંય કોઈ કસર છોડી નથી આજે પણ કોંગ્રેસનો કોઈ નેતા સરદાર સાહેબ પ્રતિમાના દર્શન કરવા ગયો નથી.       

છેલ્લા ૨૫ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત મહાનગરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે અને હજી પણ વિકાસની વણથંભી યાત્રા જારી રહેશે તાપી શુદ્ધિકરણનું પ્રોજેક્ટ હોય, ઉભરાટને જોડતો બ્રિજ હોય, પીવાનું ચોખ્ખું પાણી હોય, રોડ રસ્તા ની વાત હોય, એરપોર્ટ હોય, મેટ્રો રેલવે હોય,  એરપોર્ટ જેવું સ્વચ્છ અને સુંદર સુરત રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન હોય, રો રો ફેરી સર્વિસ હોય, આ બધી જ ઉપલબ્ધિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શક્ય બની છે ત્યારે આવનારા સમયમાં આપના આશીર્વાદથી સુરતનો વધુ વિકાસ થશે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેઓ મને પૂરો વિશ્વાસ છે તેમ અંતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :