Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.
તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો. તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે.
તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.
તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.
જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.
ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ 2023-24 માટે “ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી” તેમજ “પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી” માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. જ્યારે “પ્રોફેટીબીલીટી મેનેજમેન્ટ” માટે રનર્સ અપ એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તા. 17/09/2024 ના રોજ પંજાબ રાજ્યના અમૃતસર શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ બેંકસ્ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ), દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 29 વર્ષમાં 26 શાખાઓ સાથે રૂ|. 5000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.
આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના 150 થી વધુ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી નાફકબના ચેરમેનશ્રી લક્ષ્મીદાસના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.
આ પ્રસંગે સકોબાના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બીરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.
મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોકજાગૃતિ માટેના કાર્ય કરતી રહી છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા પણ બેંકનાં ગ્રાહકોને આપી રહી છે. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. તે અમારા માટે આનંદની વાત છે. આ હર્ષ ને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.
લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા
યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.
નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.
ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.
મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત
કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે
આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.
32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.
ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે
કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.
અમેરિકાએ 4 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો
આજે ભારતીય શેરબજારમાં થશે મોટી ઉથલપાથલ
અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે, જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ માર્ચ 2020માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. અમેરિકાના આ પગલાની તાત્કાલિક અસર અમેરિકન બજારોમાં ઉછાળાના રૂપમાં જોવા મળી રહી છે.
અમેરિકામાં નવા વ્યાજ દરો લાગુ
અમેરિકાની સેન્ટ્રલ બેંકે પોલિસી રેટની સમીક્ષા કર્યા બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારપછી યુએસ પોલિસી રેટ હવે 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે હતો. ઉલ્લેખનીય છે કે દરોમાં આ ઘટાડો બજાર નિષ્ણાતોના અનુમાનને અનુરૂપ છે. કેટલાક નિષ્ણાતો પોલિસી રેટમાં એક ચતુર્થાંશ ટકા અને કેટલાક અડધા ટકાના ઘટાડાની આગાહી કરી રહ્યા હતા.
ઉદ્યોગકારોએ હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય અંગે વિચારીને ચાલવું પડશે, MMF ગારમેન્ટ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે : ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ
ઉદ્યોગકારોએ હવે કન્ટ્રી વાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે, નવા કન્ઝયુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ પોતાને ઢાળવું પડશે : ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્મા
સુરત MMF ફેબ્રિકસના ઉત્પાદનમાં, ભારતમાં થતા ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાં લગભગ ૬પ ટકા ફાળો આપે છે ત્યારે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ MMF ફેબ્રિકસનું એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં પ્રયાસ કરવો પડશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવા તથા સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓની જાણકારી આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.
શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમની હાજરીમાં ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને કનહહય ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી થતા ટેક્ષ્ટાઇલ્સના કુલ એક્ષ્પોર્ટમાં નેચરલ ફાઇબરમાંથી બનતા કાપડ કરતા MMFમાંથી બનતા કાપડનું એક્ષ્પોર્ટ ઓછું છે. એક અંદાજ મુજબ સુરત MMF ફેબ્રિકસના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં થતા ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાં લગભગ ૬પ ટકા ફાળો આપે છે ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ MMF ફેબ્રિકસનું એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં પ્રયાસ કરવો પડશે.
ભારત હાલમાં કાપડ ક્ષેત્રે વિશ્વમાં પ ટકાનો માર્કેટ શેર ધરાવે છે. ભવિષ્યમાં વર્ષ ર૦૪૭ સુધીમાં સંભવિત કાપડ ક્ષેત્રે ભારતનું માર્કેટ શેર વિશ્વ ફલક પર ર૦ ટકા જેટલો થઇ જશે. આવનારા ર૦ વર્ષમાં ભારતની પોતાની કાપડની આંતરીક ખપત તથા વૈશ્વિક ધોરણે જે ડિમાન્ડ ઉભી થઇ રહી છે તેને સપ્લાય કરવામાં આવશે તે જોઇને સુરતનો આર્થિક વિકાસ ગગનચૂંબી હશે, આથી આજથી જ આવનારા ભવિષ્યની પરિકલ્પના કરવી પડશે અને સુરત કે જે ભારતનું સૌથી મોટું MMF ટેક્ષ્ટાઇલ કલસ્ટર છે તેને વિશ્વનું સૌથી મોટું ટેક્ષ્ટાઇલ કલસ્ટર બનાવવા તરફ આપણે પ્રયાસ કરવો પડશે.
છેલ્લાં ઘણા વખતની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે ત્યારે આ ટેક્ષ્ટાઇલ પોલિસી એવી બને કે જેના કારણે સુરત વિશ્વનું ટેક્ષ્ટાઇલ હબ તરીકે વિકસી આવે. આ ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કોઇ પણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને ૦૧/૦૪/ર૦ર૪થી અમલમાં આવે તેવી પોલિસી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે અને એના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો કરાઇ છે. તેમણે કહયું હતું કે, સુરત પોતાની મહેનતથી આગળ વધ્યું છે ત્યારે સરકારની પોલિસીની મદદથી સુરત કયાંથી કયાં પહોંચી જશે તેની કલ્પના પણ કરી શકાય નહીં.
વધુમાં, ચેમ્બર પ્રમુખે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માના યોગદાન બદલ આભાર વ્યકત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ તેમના તરફથી સહકાર મળી રહેશે તેવો અનુરોધ કર્યો હતો.
શ્રીમતી દર્શનાબેન જરદોશે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોમાં સાથે મળીને કામ કરીશું. ઉદ્યોગકારોએ હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય અંગે વિચારીને ચાલવું પડશે. MMF ગારમેન્ટ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી અને પાવર પોલિસી બંને માટે સાથે મળીને પ્રયાસ કરીશું. તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ટફ, ટેક્ષ્ટાઇલની યોજના સિવાય MSME સેકટરની યોજનાઓનો પણ લાભ લેવો જોઇએ. સુરતની ઓરિજીનલ જરીને GI ટેગ મળ્યું છે ત્યારે જરી ઉદ્યોગને તથા સુરત બ્રાન્ડને પ્રમોટ કરવા ઉદ્યોગકારોને હાંકલ કરી હતી. તેમણે ઉદ્યોગકારોને ભારત સરકારની વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોએ હવે વિશ્વના કપડાનો ટેસ્ટ સમજીને સુરતમાં બનતા ગારમેન્ટ વિશ્વના લોકોને પહેરાવવા પડશે. સુરતને લીડ કરવા માટે કાપડના ઉત્પાદકોએ અહીં (સુરતમાં) ગારમેન્ટ લઇને આવવું પડશે. સુરતમાં બનતા કાપડ ઉપર વેલ્યુ એડીશન કરીને ગારમેન્ટ ઉદ્યોગકારો ૩૦૦ ટકા કમાઇ કરી રહયા છે ત્યારે સુરતના વિવર્સ અને નીટર્સ ભાઇઓએ કપડાની સાથે સાથે ગારમેન્ટ પણ બનાવવું જોઇએ. હું ઇચ્છું છું કે, હવે આગામી જુલાઇ ર૦રપમાં યોજાનાર વિવનીટ એકઝીબીશન અને ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં સુરતમાં બનેલા ગારમેન્ટનું પ્રદર્શન થવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, લોકોને હવે ઇવેન્ટ બેઇઝ ગારમેન્ટ જોઇએ છે. ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ થવાના છે ત્યારે ઉદ્યોગકારોએ અત્યારથી જ તૈયારી કરવી પડશે. કારણ કે, ઓલમ્પિક ગેમ્સમાં જુદા જુદા પ્રકારના કાપડની જરૂર પડે છે. ઉદ્યોગકારોએ હવે કન્ટ્રી વાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે. ડિજિટલ પ્રિન્ટમાં સુરતે મહારથ હાંસલ કરી છે ત્યારે સુરતની પ્રોડકટને માર્કેટ કરતા શીખવું પડશે. એના માટે માર્કેટીંગ સ્ટ્રેટેજી સ્ટ્રોન્ગ હોવી જોઇએ. વર્ષ ર૦૩૦ સુધીમાં ૩પ૦ બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરવો છે, અત્યારે ૧પ૦ બિલિયન ડોલર પર છીએ ત્યારે રૂપિયા ૪૦ હજાર કરોડના રોકાણની જરૂર છે. નવા કન્ઝયુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે ઉદ્યોગકારોએ પોતાને ઢાળવું પડશે. એના માટે નાની નાની વિકનેસને દૂર કરવી પડશે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, વિવનીટ એકઝીબીશનના ચેરમેન શ્રી દીપ પ્રકાશ અગ્રવાલ, SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, તથા ચેમ્બરના પૂર્વ પ્રમુખો શ્રી હિમાંશુ બોડાવાલા, શ્રી આશીષ ગુજરાતી, શ્રી અમરનાથ ડોરા, સીએ પી.એમ. શાહ તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.
Reported on 19/09/2024
SGCCI વીવનીટ એક્ષ્પોમાં સુરત ઉપરાંત દેશભરની કપડામંડીમાંથી ખરીદારો ઉમટી પડશે
SGCCI દ્વારા સરસાણા ખાતે તા. ર૦થી રર સપ્ટેમ્બર દરમ્યાન ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪ (થર્ડ એડીશન) અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ યોજાશે
ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે
સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું ડિસપ્લે કરાશે
સુરત શહેરમાં 245 જેટલી ટેક્ષટાઇલ માર્કેટોમાં ટેક્ષટાઇલ ફેબ્રિક, સાડી, ડ્રેસ મટિરિયલ, લૂંગી, ધોતી, કૂર્તી વગેરેનો વેપાર કરી રહેલા 75 હજાર જેટલા વેપારીઓ ઉપરાંત દેશભરની કપડામંડીઓના હોલસેલ વેપારીઓ માટે આગામી તા.20થી 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વીવનીટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કપડા ઉદ્યોગમાં મંદીના કારણે વીવનીટ એક્ષ્પોનું આયોજન થઇ શક્યું ન હતું.
વીવનીટ એક્ષ્પો અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, સેક્રેટરી નિરવ માંડલેવાલા, બિજલ જરીવાલા અને બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે.
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’અને તેની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું થર્ડ એડીશન યોજાઇ રહયું છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવનીટ એકઝીબીશનની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એકઝીબીશન મહત્વની ભૂમિકા અદા કરશે.
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા ૩પ૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં આ એકઝીબીશન મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિવનીટ તથા SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર વિવનીટ એકઝીબીશનમાં ૧૦૦ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં ૧પ મળી કુલ ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. આ એકઝીબીશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
વિવનીટ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એકઝીબીશનના ચેરમેન શ્રી દીપ પ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગ વિગેરેનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. ગારમેન્ટ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં વેન્ડર સોર્સિંગ માટે ઘણી તકો આ એક્ષ્પો થકી ઉભી થશે અને તેને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ મળી રહેશે.
વધુમાં તેમણે કહયું હતું કે, સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. સુરતનું કાપડ અને રેડીમેડ ગારમેન્ટનું વિશ્વ કક્ષાએ માર્કેટીંગ, પ્રોડયુસિંગ અને સેલીંગ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો મહત્વનો ભાગ ભજવશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.
આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો
સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે
કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.
સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.
ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.
લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.
એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે. જેમાં પિતૃપક્ષના 15 થી 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે.
પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે. તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે. આગામી 2 ઓક્ટોબર-બુધવાર સુધી મહાલયા-શ્રાદ્ધપક્ષ છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થઇ શકતા નથી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની વિગતવાર માહિતી આ મુજબ છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.
તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે?
CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે.”
સરકાર નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ પાછો ખેંચશે
કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.”
‘બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ’
આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે “બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ.” અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.
પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો…
એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.
શું મોસાદે પેજર્સ હેક કર્યા?
ઘણા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા
મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
પેજર બ્લાસ્ટથી લેબનોનમાં સનસનાટી મચી
લેબનોનમાં મંગળવારે ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક જોરદાર પેજર બ્લાસ્ટ થવા લાગ્યા. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.