મુકેશ અંબાણીની માલિકીની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં સોમવારે 4 ટકાનો ઘટાડો થયો. તેનાથી કંપનીની માર્કેટ કેપ લગભગ 9 અબજ ડોલર એટલે કે 66,000 કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીએ સાઉદી અરામકો સાથેની 15 અબજ ડોલરની પ્રસ્તાવિત ડીલ રદ કરી દીધી છે. તેનાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો આવ્યો.
બીએસઈ પર કંપનીનો શેર 4.22 ટકાના ઘટાડા સાથે 2,368.20 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ કિંમત પર કંપનીની માર્કેટ કેપ 66,000 કરોડ રૂપિયા ઘટી ગઈ. જોકે, એનાલિસ્ટ્સએ કંપનીના પ્રાઈસ ટાર્ગેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. કંપની એનર્જી અને નવા કોમર્સ બિઝનેસમાં ઉતરવા ઈચ્છે છે. જાણકારોનું કહેવું છે કે, સારી બેલેન્સ શીટ અને આગામી કેટલાક વર્ષો દરમિયાન મળનારા કેશથી કંપનીને કોઈ મુશ્કેલી નહીં પડે.
ક્રેડિટ સ્યુસેએ રિલાયન્સના શેરને ન્યૂટ્રલ રેટિંગ આપી રાખ્યું છે. તેનું કહેવું છે કે, સાઉદી અરામકોની સાથે ડીલ રિલાયન્સ માટે કેટાલિસ્ટનું કામ કરી રહી હતી. અરામકોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરાયા હતા અને માનવામાં આવી રહ્યું હતું કે, આ સોદો ફાઈનલ થઈ જશે. રોકાણકારોના મનમાં માત્ર એ સવાલ હતો કે, આ ડીલ સંપૂર્ણ રીતે કેશમાં થશે કે કેશ અને સ્ટોક ડીલ હશે. એ જ કારણ છે કે, કંપનીના ખુલાસાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ.
રિલાયન્સના ઓટુસી બિઝનેસનું વેલ્યુએશન 75 અબજ ડોલર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર થઈ શકે છે. જેફરીઝએ તેનું વેલ્યુએશન 70 અબજ ડોલર કરી દીધું છે અને સાથે જ સ્ટોકના ટાર્ગેટ પ્રાઈસમાં 4 ટકાનો ઘટાડો કરી દીધો છે જોકે, બ્રોકરેજે સ્પષ્ટ કર્યું છે કે, અરામકો-રિલાયન્સ ડીલ રદ થવાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ ફરક નહીં પડે. કંપનીની પાસે નવો બિઝનેસ શરૂ કરવા માટે પૂરતું ફંડ છે.
ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.”
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.
ઓસ્ટ્રેલિયાએ કોરોનાને કારણે લાદેલા પ્રવાસ પ્રતિબંધો ૧લી ડિસેમ્બરથી હળવા કરવાની જાહેરાત કરી છે.
હવે કોવિડ-૧૯થી બચવા માટેની રસીના બંને ડોઝ લેનાર અને અધિકૃત વીઝા ધરાવતી વ્યક્તિઓ ૧લી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકશે. આ નિર્ણયથી ભારતનાં હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે પાછા જઇ શકશે.
ઓસ્ટ્રેલિયાએ કરેલી જાહેરાત પ્રમાણે ફૂલ્લી વૅક્સિનેટેડ (રસીનાં બંને ડોઝ લીધેલી) વ્યક્તિએ પ્રવેશ વખતે રસીકરણનો પુરાવો અને ત્યાં જવા નીકળવાનાં ત્રણ દિવસની અંદર પીસીઆર નેગેટિવ ટૅસ્ટ રિપોર્ટ દેખાડવા પડશે.
આ સિવાય, ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના ક્વોરન્ટાઇનનાં નિયમોનું પાલન કરવાનું
રહેશે.

શિક્ષણ ક્ષેત્રે 35 વર્ષથી અને શાળા સંચાલનમાં છેલ્લા બે દાયકાઓથી સક્રિય મહેશભાઇ પટેલની નિયુક્તિને પગલે શાળા સંચાલકોના વર્ગમાં પણ રાહતની લાગણી
રાજ્ય સરકારે આજે શાળાઓ માટેની દક્ષિણ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં એક સભ્યના જવાથી ખાલી પડેલી જગ્યા પર સુરતના વિદ્યાકુંજ સંકુલના મહેશભાઇ પટેલની નિમણૂંક કરવાનું નોટિફિકેશન જારી કરતા સુરતના સંચાલક વર્ગમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. મહેશભાઇ પટેલ દાયકાઓથી શાળા સંચાલન ક્ષેત્રમાં કાર્યરત છે અને તેઓ મૃદુભાષી અને ટ્રબલ શૂટરની છાપ ધરાવે છે.
શાળાઓની ફી નિર્ધારણ માટે રાજ્ય સરકારે નિમેલી ફી રેગ્યુલેટરી કમિટીમાંથી ડો.કિશોરસિંહ ચાવડાએ રાજીનામું આપ્યા બાદ છેલ્લા ઘણાં મહિનાઓથી સુરતની એફ.આર.સી.માં એક સભ્યની બેઠક ખાલી પડી હતી. રાજ્ય સરકારે સાઉથ ઝોનની એફ.આર.સી.માં સુરતમાં વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર મહેશભાઇ વલ્લભભાઇ પટેલની નિમણૂંક કરતું નોટિફિકેશન જાહેર કર્યું છે. બી.એ.બી.એડ. તેમજ ફાઇન આર્ટસની ડિગ્રી ધરાવતા મહેશભાઇએ પોતાની કારકિર્દી એક શિક્ષક તરીકે શરૂ કરી હતી અને છેલ્લા વીસથી વધુ વર્ષથી તેઓ વિદ્યાકુંજ સંકુલના સંચાલન સાથે સંકળાયા હતા. સ્વભાવે ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મહેશભાઇ પટેલે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ભળીને અનેક લોકોપયોગી કાર્યો કર્યા છે. સરકારે તેમની કદર કરતા તેમને દક્ષિણ ઝોનની એફ.આર.સી.માં મૂક્યા છે
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો આવતીકાલ તા.22મી નવેમ્બરથી જ શરૂ કરવા અંગે કરેલી જાહેરાત ઉતાવળે કરાયેલી જાહેરાત છે. કેમકે ધો.1થી 5ના ભૂલકાઓ માટે શાળા શરૂ કરવી એ કોઇ નાનીમાં ના ખેલ નથી. ભૂલકાઓ કોવીડ એપ્રોપ્રીએટ બિહેવીયરનું પાલન કરશે, માસ્ક પહેરી રાખશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવશે એની કોઇ ગેરેન્ટી નથી આ બધા વચ્ચે ટેકનિકલ સમસ્યા તો એ પણ છે કે હજુ સુધી ધો.1થી 5ના વિદ્યાર્થીઓ કે જેઓ 20 મહિનાથી સ્કુલે ગયા નથી. તેમની પાસે યુનિફોર્મ નથી, તેમણે સ્કુલે જઇને શું ભણવાનું છે તેનું કોઇ સમયપત્રક તૈયાર નથી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાલીઓની લેખિત સંમતિ વગર કઇ સ્કુલના સંચાલકો આવતીકાલ સોમવારથી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા તૈયાર થશે એ સવાલ છે.
આજે જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાતને ઉતાવળીયો નિર્ણય ગણાવાય રહ્યો છે એ જ રીતે સુરત મહાગનરપાલિકા પણ એક કેસ આવે એટલે ત્રણ હજાર વિદ્યાર્થીઓની આખી સ્કુલને સાત દિવસ બંધ કરી દેવાની ઉતાવળમાં હોય છે. હવે જ્યારે ધો.1થી 5ના વિદ્યાર્થીઓ પણ સ્કુલે જવાના છે ત્યારે પહેલા તેમને માનસિક રીતે ઓફલાઇન વર્ગો માટે તૈયાર કરવા અત્યંત જરૂરી છે. અન્યથા સ્કુલોમાં કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ અને કેસોની હારમાળા મળી આવે તેવું જોખમ દેખાઇ રહ્યું છે.
ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓ તેમજ વાલીઓ બન્નેએ ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ધો.1થી 5ના બાળકો ઉંમરમાં નાના હોવાથી તેઓ કેટલો સમય માસ્ક પહેરી રાખશે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે કે કેમ, દૈનિક કેટલા વર્ગો લઇ શકાશે, સેનિટાઇઝેશન કેવી રીતે થશે વગેરે અનેક સવાલોના જવાબો આપ્યા વગર શિક્ષણ મંત્રી એ ફક્ત એવી ઔપચારિક ઘોષણા કરી દીધી છે કે ધો.1થી 5ના વર્ગો શરૂ થશે.
આવતીકાલથી ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સામે સૌથી મોટો પ્રશ્ન સ્કુલ યુનિફોર્મનો રહેશે. ધો.1થી 5ના વિદ્યાર્થીઓ ગ્રોઇંગ ચાઇલ્ડ એટલે કે ઝડપથી ઉછરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના કપડા પણ ઝડપથી નાના થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં આ બાળકો છેલ્લા વીસ મહિનાથી સ્કુલે ગયા નથી. ઘણાં વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ બાળમંદિરમાં હતા અને હવે પ્રાઇમરી સ્કુલમાં આવી ચૂક્યા છે પરંતુ, સ્કુલ શરૂ થઇ ન હોવાથી વાલીઓએ તેમના સ્કુલ યુનિફોર્મ ખરીદ્યા નથી. આવા વિદ્યાર્થીઓના યુનિફોર્મ વગર શાળાએ મોકલવા કે નહીં એ પણ વાલીઓને મૂંઝવણ છે.
ધો.1થી 5ના વર્ગો શરૂ ન થઇ શકે તેનું સૌથી મોટું કારણ એ છે કે શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ પહોંચે તો કયા વર્ગમાં કયા શિક્ષક કયો વિષય ભણાવશે એ સમયપત્રક જ હજુ તો તૈયાર કરાયા નથી. કયા શિક્ષકોને વર્ગશિક્ષક બનાવવા કયા શિક્ષકો કયો વિષય ભણાવશે એ વર્ગવાર તાસવાર સમયપત્રક કોઇ જ શાળા પાસે તૈયાર નથી. હાલમાં જે રીતે ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યા છે એ રીતે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો નહીં યોજી શકાય. શાળા સંચાલકોનું કહેવું છે કે સમયપત્રક તૈયાર કરવામાં ઓછામાં ઓછા ચાર દિવસ લાગી જાય અને એ પ્રમાણે શિક્ષકોને કામની સોંપણી કર્યા પછી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે
ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા ત્યારે વાલીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવી હતી કે તેઓ તેમના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે મોકલવા માટે સંમત છે. જો વાલી સંમત ના હોય તો શાળા તરફથી તેમના ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. હવે ધો.1થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઇન વર્ગો અંગે વાલીઓની સંમતિ લેવી કે નહીં તે અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કશો જ ફોડ પાડ્યો નથી. શાળાઓ વાલીઓની સંમતિ વગર ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે હરગીઝ તૈયાર નહીં થાય કેમકે જો શાળા શરૂ થયા બાદ કોઇ બાળક બિમાર પડશે તો વાલીઓ સીધા જ શાળાને જવાબદાર ગણી શકે આથી જ્યાં સુધી વાલીઓ પોતાની જવાબદારીએ અને લેખિત સંમતિએ વિદ્યાર્થીને શાળાએ ન મોકલાવે ત્યાં સુધી શાળાઓ પણ ઓફલાઇન વર્ગો શરૂ કરવા રાજી નથી.

દેશના સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.જેમાં મધ્યપ્રદેશનુ ઈન્દોર શહેર સતત પાંચમા વર્ષે પહેલા ક્રમે રહ્યુ છે.
જ્યારે ગુજરાતનુ સુરત બીજા ક્રમે અને આંધ્રપ્રદેશનુ વિજયવાડા દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે.મળતી જાણકારી પ્રમાણે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે 4320 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા.સૌથી પહેલા 2016માં થયેલા સર્વેમાં 73 શહેરો સામેલ હતા.આ વખતે સર્વેક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આ વર્ષના સર્વેક્ષણમાં નાગરિકોના ફીડબેકને ગણતરીમાં લેવામાં આવ્યા છે.આ વખતે પાંચ કરોડ નાગરિકોએ આ માટે અભિપ્રાય આપ્યા છે.
સાથે સાથે આ વખતે 342 શહેરોને સ્ટાર રેટિંગ સર્ટિફિકેશન સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.2018માં આવા માત્ર 56 શહેરો હતા.
શહેરોને ત્રણ કેટેગરીમાં સ્ટાર અપાયા છે.જેમાં ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર અને વન સ્ટાર શહેરોનો સમાવેશ થાય છે.નવ શહેરોને ફાઈવ સ્ટાર, 166ને થ્રી સ્ટાર અને 167 શહેરોને વન સ્ટાર અપાયા છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જ્યારે ત્રણેય કાયદા સંસદમાં પરત ફરશે તો આંદોલનો પણ ફરી વળશે. ટિકૈતે કહ્યું, મને મોદીમાં વિશ્વાસ નથી. તેમણે દરેકને રૂ. 15 લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.
પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે.
ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને 15 લાખ રૂપિયા મળ્યા?
કોંગ્રેસની પ્રતિક્રિયા
સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે.
રાહુલ ગાંધી
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.
સંયુક્ત કિસાન મોરચા
સંયુક્ત કિસાન મોરચા (SKM) 40 ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે PM મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે “સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે.”
અમરિંદર સિંહ
જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.
નવજોત સિંહ સિધુ
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે.
પી ચિદમ્બરમ
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.
મમતા બેનર્જી
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.
મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે.
આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; 700 થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું,” ખડગેએ કહ્યું.
અનિલ ઘનવત
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.”
પ્રકાશ સિંહ બાદલ
શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે.
ઓમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.