CIA ALERT

Blog - Page 147 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 17, 2022
gyanvapi.jpg
1min660

Gyanvapi Masjid Survey Will Start From Today Read Abp News Report About  Inside Mosque Area | Gyanvapi Masjid: आज से ज्ञानवापी का फिर शुरू हुआ  सर्वे, मस्जिद के अंदर ABP न्यूज ने

ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે. જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા. 

સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે. 

બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે. બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું. 

નોંધનીય  છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.  

કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો

– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે. 

બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે. 

મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે. જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે. આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું. 

May 17, 2022
cia_multi-1280x1045.jpg
1min961

વીર નર્મદ યુનિવર્સિટીના પટાંગણમાં 20-21 મે એ કવિ, સાહિત્યકાર કુમાર વિશ્વાસ અપને અપને રામની સંગીતમય પ્રસ્તુતિ કરશે

સુરત, તા.16

ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત “અપને અપને રામ” કાર્યક્રમનું આગામી 20 અને 21મી મેના રોજ સુરતના ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા જાણિતા સી.એ. હરી અરોરા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે રામકથાની સંગીતમય ઢબે આકર્ષક પ્રસ્તુતી મર્મજ્ઞ જાણિતા કવિ કુમાર વિશ્વાસ દ્વારા રજૂ કરવામાં આવશે.

કુમાર વિશ્વાસની સાથે ટેલિવિઝન અને ગીત સંગીતની દુનિયાની જાણિતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના મહિમાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 25000 સ્કેવર ફૂટ વિસ્તારમાં અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ બિલકુલ નિશુલ્ક યોજવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં બન્ને દિવસ ઉપસ્થિત રહી શકે છે.

May 16, 2022
heat-stroke.jpg
1min1315

– વૈશ્વિક તાપમાન વર્ષ 2022થી 2026 વચ્ચે પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1.1 ડિગ્રી સે. અને 1.7 ડિગ્રી સે. વચ્ચે રહેશે : વર્ષ 2016 થી 2020 ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી

વૈશ્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ ૨૦૨૨થી ૨૬ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડીને ૧.૫ ડિગ્રી સે.થી વધુ થવાની ૫૦ ટકા જેટલી સંભાવના છે તેમ બ્રિટનના હવામાન વિભાગના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, આ વધારો અસ્થાયી હશે, પરંતુ તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.

વર્લ્ડ મેટેઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧.૧ ડિગ્રી સે. અને ૧.૭ ડિગ્રી સે. વચ્ચે રહેશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે એક વર્ષ એવું હશે જ્યારે ગરમી બધા જ વિક્રમ તોડી નાંખશે. જે રીતે ગરમી પેદા કરનારી ગેસ છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ઝડપથી વાતાવરણમાં જમા થઈ રહી છે, તેના કારણે વૈશ્વિક તાપમાન સમય પહેલાં જ વધુ એક પગલું આગળ વધી રહ્યું છે. 

વર્ષ ૨૦૧૫માં વિશ્વનું સરેરાશ તાપમાન પહેલી વખત ૧૮૦૦મી સદીના પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી ૧ ડિગ્રી સે. વધ્યું હોવાનું જણાયું હતું. તેને સામાન્ય રીતે ૧૯મી સદીના મધ્યના તાપમાન તરીકે નોંધવામાં આવે છે. તાપમાનના આ સ્તરે ક્લાઈમેટ ચેન્જમાં ચેતવણીના સંકેત આપ્યા હતા. બ્રિટનના હવામાન વિભાગની કચેરીના અધિકારીઓની ટીમે આગામી પાંચ વર્ષના સામાન્ય આકલન અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં વિશ્વમાં સૌથી ગરમ વર્ષ નોંધાવાની સંભાવના ૯૩ ટકા છે. ટીમે ઉમેર્યું કે, ૨૦૨૨થી ૨૦૨૬ના પાંચ વર્ષ પૃથ્વી પર સૌથી ગરમ રહેવાની શક્યતા ૯૩ ટકા છે.

વર્ષ ૨૦૧૫માં જ દુનિયાના નેતાઓએ પેરિસમાં પર્યાવરણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને વૈશ્વિક તાપમાનને બે ડિગ્રીથી નીચે રાખવાના શપથ લીધા હતા. સાથે જ તેઓ વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી સુધી જ જાળવી રાખવાના પ્રયાસો કરવા પણ તૈયાર થયા હતા. ત્યાર પછી ગ્લાસગોમાં થયેલા સીઓપી૨૬ કરારમાં જ નેતાઓએ તેમના ૧.૫ ડિગ્રી સે.વાળા વચનનું પુનરાવર્તન કર્યું હતું. છેલ્લા સાત વર્ષથી વૈશ્વિક તાપમાન ૧ ડિગ્રી પર જળવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ના વર્ષોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. તેનાથી માનવામાં આવે છે કે ૧ ડિગ્રી તાપમાન પણ કોઈક રીતે દુનિયાને અસરગ્રસ્ત કરી રહ્યું છે. ગયા વર્ષે ઉત્તર અમેરિકાના જંગલોમાં લાગેલી આગ અને આ વર્ષે ભારત, પાકિસ્તાનમાં ચાલતી લૂ તેની ભયાનક્તાનું ઉદાહરણ છે.

May 16, 2022
thomas.jpg
1min545

ભારત પહેલીવાર ચેમ્પિયન

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક

બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.

ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.

થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન
થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.

May 16, 2022
usa_buffelo.jpg
1min456

બફેલોમાં સુપરમાર્કેટમાં શનિવારે Dt.15/5/22, ૧૮ વર્ષના શ્વેત White યુવકે લશ્કરી ગિયર અને હેલ્મેટમાં કેમેરા સાથે લાઇવ સ્ટ્રિમિંગ કરતા રાઇફલમાંથી ગોળીબાર કરતાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા જેને સત્તાવાળાઓએ વંશીયરીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ તરીકે ઓળખાવ્યો હતો. 

ટોપ્સ ફ્રેન્ડલી માર્કેટમાં હુમલાખોરે શારીરિક બખ્તર અને લશ્કર જેવા વસ્ત્રો પહેર્યા હતા અને તેણે મોટાભાગે અશ્વેત લોકો પર હુમલો કર્યો હતો. ઓછામાં ઓછી બે મિનિટ સુધી તેણે ગોળીબારનું જીવંત પ્રસારણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેણે ૧૧ અશ્વેત લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળ નજીક ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ શ્વેત સર્વોપરીવાદી જેણે નિર્દોષ સમુદાય પર નફરતનો ગુનો કર્યો હતો તે જીવનના બાકીના દિવસો જેલમાં પસાર કરશે.
શંકાસ્પદ હુમલાખોરની ઓળખ પેટોન ગેનડ્રોન તરીકે કરવામાં આવી હતી અને તે બફેલોથી ૨૦૦ માઇલ દૂર આવેલા ન્યૂયોર્કના કોંકલિનનો રહેવાસી છે.

બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે હુમલાખોરે સ્ટોરની બહાર ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી ત્રણના મોત થયા હતા. સ્ટોરની અંદર સિક્યુરીટી ગાર્ડે તેની પર કેટલીક ગોળીઓ છોડી હતી જેમાંથી એક ગોળી હુમલાખોરના બુલેટપ્રુફ જેકેટ પર વાગી હતી પરંતુ તેની કોઇ અસર થઇ નહોતી. હુમલાખોરે ગાર્ડને મારી નાંખ્યો હતો અને પછી સ્ટોરમાં જઇને અન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો.


ત્યારબાદ પોલીસે સ્ટોરમાં પ્રવેશીને હુમલાખોરને પડકાર્યો હતો. એ વખતે હુમલાખોરે પોતાના ગળા પર જ બંદુક મુકી દીધી હતી. બે અધિકારીઓએ તેને બંદૂક મુકી દેવા માટે વાત કરી હતી. 

વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ગોળીબારના આ બનાવ અને તપાસ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે અને તેમણે પીડિતો અને તેમના પ્રિયજનો માટે પ્રથમ મહિલા સાથે પ્રાર્થના કરી હતી.

May 15, 2022
bloodmoon.jpg
1min516

બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે. 

ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે.  આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું  ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.

May 14, 2022
ardern.jpg
1min523

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના પોઝિટિવ થયા છે. આની જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. જાણકારી શેર કરતા તેમણે જણાવ્યુ કે તેઓ પોઝિટિવ થઈ ગયા છે પરંતુ આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે. શનિવારે આર્ડર્નએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કોરોના પોઝિટિવ રિપોર્ટની તસવીર શેર કરી અને જણાવ્યુ કે તેઓ આવનારા સપ્તાહમાં કેટલીક મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરવાના હતા. તેમણે કહ્યુ કે હુ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમોમાં રહેવાથી ચૂકી જઈશ, પરંતુ ટીમની સાથે સંપર્કમાં રહીશ. આ યોજનાઓમાં સરકારનો વાર્ષિક બજેટ જારી કરવા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓછુ કરવાનુ પ્લાનિંગ સામેલ છે. 

જેસિન્ડા આર્ડર્ન સંપૂર્ણ વેક્સિનેટેડ છે પરંતુ તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડના પોઝિટીવ મળ્યા બાદ તેઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગઈ. રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે. ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય નિયમો હેઠળ કોરોના પોઝીટીવ લોકોએ સાત દિવસ માટે આઈસોલેટ થવુ એટલે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યા તો આર્ડર્ન કહ્યુ કે તેમણે શુક્રવારની રાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને બાદમાં શનિવારે તેઓ કોરોના પોઝીટીવ થઈ ગયા. પોતાની પોસ્ટમાં આર્ડર્ન પોતાના લક્ષણો વિશે જણાવ્યુ નહીં. જોકે તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ કે તેમને શુક્રવારથી લક્ષણ જોવા મળ્યા હતા.

કીવી સરકારે એક નિવેદનમાં કહ્યુ કે આર્ડર્નના લક્ષણ સામાન્ય છે અને તેઓ સાત દિવસ માટે ઘરે આઈસોલેટ રહેશે. તેઓ ગયા રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ કોરોના પોઝીટીવ થયા. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કેપ્શનમાં તેમણે લખ્યુ કે તમામ પ્રયત્નો છતાં પોતાના પરિવારના બાકી સભ્યોમાં સામેલ થઈ ગયા, જે કોવિડ પોઝીટીવ થયા છે. અમે ગયા રવિવારથી આઈસોલેટ છીએ, જ્યારે સૌથી પહેલા ક્લાર્કનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો. બુધવારે નેવ પણ કોરોના પોઝીટીવ થઈ ગયા અને આજે હુ કોરોના પોઝીટીવ થઈ ગઈ.

May 14, 2022
wheat.jpg
1min611

ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.

ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.

May 14, 2022
munka.jpg
1min539

દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે Dt.13/5/22 સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.

આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા. 

May 14, 2022
badminton-1280x768.jpg
1min508
Thomas & Uber Cup Quarterfinals LIVE: Indian men's team defeat Malaysia to  enter semi-finals, confirms bronze - Updates, Scores, Blog, Results

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ કપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 43 વર્ષના લાંબા ગાળા બાદ થોમસ કપના સેમિ ફાઇનલમાં પહોંચી છે અને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધો છે. આ પહેલા વર્ષ 1979માં ભારતીય ટીમ અંતિમવાર સેમિમાં પહોંચી હતી. થોમસ કપમાં કવોલીફાઇ ફોર્મેટમાં ફેરફાર બાદ આ પહેલો મોકો છે કે જયારે ભારતીય ટીમે મેડલ પાકો કર્યોં હોય. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ રોમાંચક કવાર્ટર ફાઇનલમાં મલેશિયા વિરૂધ્ધ 3-2થી યાદગાર જીત મેળવી હતી.

ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ બહાર થઇ ચૂકી છે.

પાંચ વખતની ચેમ્પિયન મલેશિયા વિરૂધ્ધ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી-સાત્વિકરાજ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર કિદાંબી શ્રીકાંત, અને એચએસ પ્રણોયને જીત મળી હતી.’ કવાર્ટર ફાઇનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર યુવા ખેલાડી લક્ષ્ય સેન વિશ્વ વિજેતા મલેશિયન ખેલાડી લી જી જિયા સામે 21-23 અને 9-21થી હારી ગયો હતો.

બીજા મુકાબલામાં ડબલ્સમાં ચિરાગ-સાત્વિકની જોડીએ મલેશિયન જોડીને 21-19 અને 21-1પથી હાર આપીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં અનુભવી શ્રીકાંતે એનજી યોંગને 21-11 અને 21-17થી હાર આપીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. બીજા ડબલ્સ મેચમાં ભારતીય જોડી કૃષ્ણા પ્રસાદ-વિષ્ણુવર્ધનને હાર મળી હતી. આથી સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ણાયક પાંચમા મુકાબલામાં એચએસ પ્રણોયે પર ભારતની તમામ આશા હતી. તેણે મલેશિયાના ખેલાડી હુન હાઓ લેઓંગ વિરૂધ્ધ 21-13 અને 21-8થી શાનદાર જીત મેળવીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડયું હતું અને ચંદ્રક નિશ્ચિત કરી દીધો હતો. સેમિમાં ભારતની ટક્કર દ. કોરિયા અને ડેનમાર્ક વચ્ચેની વિજેતા ટીમ સામે થશે.