સુરતની ભારત કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સરનું ફર્સ્ટ સ્ટેજમાં જ સચોટ નિદાન અને રેડીયેશનની પ્રક્રિયાને નિયંત્રિત કરતી અત્યાધુનિક ટોમોથેરાપી કાર્યાન્વિત
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કેન્સર એક એવી બિમારી છે જે પરીવારોને આર્થિક, માનસિક, શારીરિક રીતે પાયમાલ કરી દે છે, જે પરિવારોમાં કમનસીબે કેન્સર પેશન્ટસ છે તેમના માટે સુરતના પૂણા કુંભારીયા રોડ પર આવેલા ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન સંચાલિત
- ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
- નિરાલી મેમોરિયલ રેડીએશન સેન્ટર
- બી.એમ.એફ. ટોમોથેરાપી રેડિયેશન સેન્ટર
આ ત્રણેય સંસ્થાઓ આશીર્વાદરૂપ કાર્ય કરી રહી છે. દર્દીઓને સચોટ, સમયસર, કિફાયતી અને આધુનિક સારવાર મળી રહે તે માટે ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સતત નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવી સુવિધાઓ વિકસાવાઇ
ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, નિરાલી મેમોરીયલ રેડિયેશન સેન્ટર ખાતે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે જેમાં 1. PETCT અને 2.ટોમોથેરાપી. ગુજરાતમાં પ્રથમ વખત સુરત ખાતે આ પ્રકારની સેવા વિકસાવી દેવામાં આવી છે. કેન્સરના દર્દીઓ માટે આ પ્રકારની સેવા આશીર્વાદ સમાન છે.
PETCT પ્રથમ તબક્કામાં જ કેન્સરનું સચોટ નિદાન
PETCTની સામાન્ય સમજ એ છે કે આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે જેનો ઉપયોગ સિંગલ એન્ટ્રી ગેન્ટી બોક્સ પેસીટ્રોન એમિશન ટોમોગ્રાફી તથા સીટી સ્કેન બન્ને માટે કરવામાં આવી છે. જેના કારણે કેન્સરનું પ્રથમ તબક્કાનું સચોટ નિદાન થઇ શકે છે એટલું જ નહીં કેન્સર સ્ટેજિંગનું પણ ચોકસાઇથી નિદાન થઇ શકે છે. કીમોથેરાપી અને રેડીયોથેરાપી પહેલા અને પછી આપવામાં આવેલી સારવારનું પણ મૂલ્યાંકન થઇ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડિવાઇસને કારણે દર્દીઓનો તકલીફ ઓછી પડે છે અને ઝડપભેર, પીડા રહિત હોવા ઉપરાંત રેડીયેશનનો ઓછામાં ઓછો ઉપયોગ PETCTથી શક્ય બની શક્યો છે.
ટોમોથેરાપી – ગુજરાતમાં એકમાત્ર અત્યાધુનિક ડિવાઇસ સુરતમાં
ટોમોથેરાપીનું એક એવું મશીન છે જેનો ભારતમાં સૌથી પહેલો ઓર્ડર જ સુરતના ભારતીમૈયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો અને ગુજરાતમાં આ પ્રકારનું પહેલું મશીન સુરત ખાતે કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું છે. રેડીયેશન આપવાની પ્રક્રિયા માટે આ એક વરદાન સમાન છે અને આ મશીનથી રેડીયેશન આપવાની પ્રક્રિયાને નિયંત્રિત અને એક, બે વખત આપી શકાય તેમ હોવાથી તબીબોને સારવારમાં અત્યંત ઉપયોગી બને છે. સૌથી મહત્વની વાત એ છે કે રેડીયેશનની પ્રક્રિયા દર્દી માટે આરામદાયક બનવા પામી છે. દર્દીની જરૂરીયાત અનુસાર રેડીયેશન આપી શકાય છે. એ બાબત પણ સૌથી મહત્વની છે કે આ ડિવાઇસની મદદથી કેન્સરના દર્દીના શરીર તેમજ ગાંઠમાં થતાં ફેરફારોની ઝીણવટભરી તપાસ, મૂલ્યાંકન શક્ય બની શક્યું છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


