બેન્ક લોનમાં હપ્તા મુક્તિ ઘટીને 30 ટકાથી નીચે : હપ્તા મુક્તિ હકીકતમાં વધુ આર્થિક બોજ બને છે
બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.

એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.
જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.
બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.
એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.
મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.
વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.
છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
