15/8/22 એ ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ : દરેક ભારતીયનેે હિસ્સો બનવા PM મોદીની હાકલ

15 ઓગષ્ટ 2022ના રોજ દેશ 75મો સ્વતંત્રતા દિન ઉજવશે, તેના 75 સપ્તાહ અગાઉ પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવ્યો છે. આ પર્વની શરુઆત કરાવતા પીએમે જણાવ્યું હતું કે 15 ઓગષ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવશે. દેશના દરેક નાગરિકને તેનો હિસ્સો બનવા માટે પણ પીએમે અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ india75.nic.in પ્રારંભ કરાવ્યો હતો.
પીએમે આજે ગાંધી આશ્રમથી આજે દાંડીયાત્રાનો પણ પ્રારંભ પણ કરાવ્યો હતો. દાંડીયાત્રાના 91મા વર્ષે નીકળેલી આ યાત્રા 06 એપ્રિલના રોજ દાંડી પહોંચશે, જેમાં 81 લોકો જોડાયા છે. આજના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પીએમ મોદી કળા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટટ સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ દેશના ભૂતકાળમાં વિખરાયેલી પડેલી અનેક વાર્તાને શોધીને તેમને જીવંત બનાવે.
દેશ 75મા આઝાદી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે પીએમે દેશની ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે પણ દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.
પીએમ મોદીએ ગાંધીઆશ્રમની વિઝિટર્સ બુકમાં લખેલો સંદેશ
પીએમે જણાવ્યું હતું કે, આપણે ભારતીય ચાહે દેશમાં હોઈએ કે પછી વિદેશમાં, આપણે પોતાની મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને આપણા બંધારણ, લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપતા આગળ વધી રહ્યું છે.
દેશની આઝાદીની લડાઈને યાદ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના આ ગૌરવનું જતન કરવા માટે છેલ્લા છ વર્ષથી સજાગ પ્રયાસ કરાઈ રહ્યા છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા સ્થળનો પુનરુદ્ધાર પણ બે વર્ષ પહેલા જ કરાયો છે.
દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા, અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પકડી, અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
