USA : હેટ ક્રાઇમ માં દાયકામાં સૌથી વધુ વધારો
અમેરિકામાં ‘હેટ ક્રાઇમ’થી પ્રેરિત હત્યાની સંખ્યામાં દાયકાથી વધુ સમયમાં અત્યંત વધારો થયો હોવાની વાત એફબીઆઇએ નોંધી હતી. એફબીઆઇએ ૧૯૯૦થી ‘હેટ ક્રાઇમ’ અર્થાત નફરતની ભાવનાથી આચરવામાં આવેલી હત્યાઓની માહિતી ભેગી કરવી શરૂ કરી હતી.

એફબીઆઇના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ૫૧ હત્યા ઇર્ષા કે દ્વેષની ભાવનાથી કરવામાં આવી હતી અને એમાં ઑગસ્ટમાં ટેક્સાસની સરહદે આવેલા એલ પાસો શહેરની વૉલમાર્ટમાં મેક્સિકનોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા ગોળીબારમાં થયેલા ૨૨ વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. આ ગોળીબારમાં સામેલ આરોપી પર ચોક્કસ જાતીના લોકોને અમેરિકા છોડવા માટે ડરાવવાનો આરોપ દાખલ કરાયો હતો. આ ગોળીબારમાં બે ડઝન વ્યક્તિ ઘાયલ પણ થઇ હતી. ગયા વર્ષે અમેરિકામાં ૭૩૧૪ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા અને એના આગલા વર્ષે ૭૧૨૦ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા. કોઇ વ્યક્તિની જાતિ, ધર્મ, રંગ કે સેક્સ માટેની પસંદગીના આધાર વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓને એફબીઆઇ દ્વારા આ કેટેગરીમાં નોંધવામાં આવે છે.
નિષ્ણાતોના મતે આવા ગુનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે અને ન્યાય વિભાગ દ્વારા આવા ગુનાઓના ખટલાઓ પર કામ ચલાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે ધર્મને આધારે નોંધાયેલા ગુનાઓમાં ૭ ટકાનો વધારો થયો હતો અને ગયા વર્ષે ૯૫૩ યહૂદી અથવા યહૂદી સંસ્થાઓ પર હુમલા થયા હતા. એના આગલા વર્ષે આ સંખ્યા ૮૩૫ની હતી.
આફ્રિકન-અમેરિકનો સામે ગુનાની સંખ્યા આ અગાઉના વર્ષના ૧૯૪૩થી ગયા વર્ષે સહેજ ઘટીને ૧૯૩૦ નોંધાઇ હતી.
આ આકડા પોલીસ વિભાગ દ્વારા સ્વેચ્છાએ જાહેર કરાયેલા હોવાથી એની સંખ્યા ખરેખર થયેલા ગુનાઓની સંખ્યા કરતા ઓછી હોવાનો શક નિષ્ણાતોએ જાહેર કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


