હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજમાં પૃથ્વી પર એક એવો દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.આ ‘મોનસૂન કન્વર્જન્સ ઝોન’ને કારણે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા 2 દિવસમાં સરેરાશ કરતાં 170% થી 180% વધુ વરસાદ નોંધાયો છે.
#Tapi ડોલવણ તાલુકા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી ઉફાન
— AIR News Gujarat (@airnews_abad) July 23, 2026
નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા
તંત્રે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને નદીકાંઠાના વિસ્તારોમાં નહીં જવા અપીલ કરી #AIRPics : નીરવ કંસારા #FloodAlert pic.twitter.com/yIGDxXRpmg
23મી જુલાઇને ગુરુવારે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ સુરત શહેરમાં વરસાદને કારણે નીચેના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:
સુરતમાં સતત ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિને પગલે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA)એ આજે 23 જુલાઈએ શહેરના તમામ કાપડ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રશાસનની ચેતવણી, વધતા જળસ્તર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આજે કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. FOSTTAએ તમામ વેપારીઓને સહકાર આપવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
Nothing is more important than the welfare and future of our youth!
— Narendra Modi (@narendramodi) July 23, 2026
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…

હવામાન વિભાગે આજે 23/0702026ના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર પાડવામાં આવી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 490 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડમાંથી 300 અને નવસારીમાંથી 190થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં 547 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

કેન્દ્ર સરકારે અશ્લીલ અથવા બાળકો માટે હાનિકારક ડિજિટલ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ભારતમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ જણાવ્યું હતું કે વાંધાજનક કન્ટેન્ટ પ્રદર્શિત કરતા પ્લેટફોર્મ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના મતે ઍક કાર્યવાહી પાછળનો તેમનો ઉદ્દેશ ઇન્ટરનેટને પારદર્શક, સલામત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો છે, જેનાથી બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત રહે.

તા.22મી જુલાઇને બુધવારે સવારે 09 કલાકની વિગત :
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 04 સે.મી.નો વધારો


કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રમાશે. આ ગેમ્સમાં ભારત 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) ભાગ લેશે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલિના બોરગોહેન જેવા સ્ટાર ખેલાડી છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ઉદ્ઘાટન સમારોહમાં દેશની ધ્વજ વાહક છે. રમત મંત્રાલયે આ ગેમ્સ માટે 191 સભ્યોની ભારતીય દળની મંજૂરી આપી દીધી છે, જેમાં 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) અને 51 ટીમ ઓફિસિઅલ્સનો સમાવેશ થાય છે. ખર્ચ ઘટાડવા માટે ગેમ્સને માત્ર 10 ઇવેન્ટ્સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જેમાં 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), બોલ્સ અને પેરા બોલ્સ, બોક્સિંગ, સાયકલિંગ ટ્રેક અને પેરા સાયકલિંગ ટ્રેક, જુડો, નેટબોલ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગનો સમાવેશ.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 22/07/2026 મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

સુરતની લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા 32 LGD અને સોનાથી બનેલા કમળનું કુત્રિમ ફૂલ તાજેતરમાં અવકાશમાં લોંચ કરવામાં આવેલા વિક્રમ-1 યાનમાં સવાર થઇને અવકાશમાં પહોંચી ચૂક્યું છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીથી લગભગ 450 કિમી ઉપર ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યું છે. સુરતમાં બનેલા એ લેબગ્રોન લોટસને કોસ્મોસ બ્લૂમ નામ આપવામાં આવ્યું છે, આ પેલોડ અવકાશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ખુલ્યું હતું, જે સંપૂર્ણપણે સુરતમાં બનાવેલા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની તેજસ્વીતા દર્શાવે છે. હીરા ઉગાડવા અને તેમને પોલિશ કરવાથી લઈને ઝવેરાત ડિઝાઇન અને ઉત્પાદન સુધી, રચનાનો દરેક તબક્કો ડાયમંડ સિટી સુરતમાં પાર પાડવામાં આવ્યો છે.


નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા એક દિવસના સ્થગિત બાદ આજે 21/07/2026 ફરી શરૂ થઈ. સતત વરસાદ અને યાત્રા માર્ગો પર ભૂસ્ખલનના જોખમને કારણે સાવચેતીના ભાગ રૂપે ગઈકાલે 20/07/2026 યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. ચારધામ યાત્રા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં યોજાઈ રહી છે. યાત્રા માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે યાત્રાળુઓને અપીલ કરી છે કે જો ભારે વરસાદ, ભૂસ્ખલન અથવા અન્ય કોઈ કારણોસર માર્ગ અસ્થાયી રૂપે બંધ થઈ જાય, તો તેઓએ ફક્ત સલામત સ્થળોએ અથવા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારોમાં જ રહેવું જોઈએ અને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

તા.21 જુલાઇ 2026ને મંગળવારે બપોરે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે અચાનક વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ મચી ગયો હતો. સદનસીબે વિમાન હજુ પણ પાર્ક મોડ પર જ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને અન્ય મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સત્તાવાળાઓએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપી દીધો હતો. એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી મુસાફરની ઓળખ જીતેન્દ્ર મનિયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તે ફક્ત ઇમરજન્સી એક્ઝિટ તપાસી રહ્યો હતો; તેણે કહ્યું કે તેણે દરવાજાને સ્પર્શ કર્યો અને તે ખુલી ગયો. પોલીસ હાલમાં તેમના નિવેદનની ચકાસણી કરી રહી છે કે શું આ ઘટના ખરેખર અજાણતામાં બની હતી કે પછી કોઈ અંતર્ગત હેતુ હતો. ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી વિમાનની નવેસરથી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર મંગળવાર તા.21મી જુલાઇની સાંજે કોંગ્રેસ પ્રેરીત ચાલી રહેલા ધરણાં સ્થળે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો ભારત સમેત સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ભારે વાઇરલ થયા છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીને અલગ અલગ પોલિસ સ્ટેશનો પર લઇ જવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી અટકાયતમાં લેવાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ટ્રાન્સફર અધિકારીઓનું લિસ્ટ વાંચવા લિંક પર ક્લીક કરો. https://gad.gujarat.gov.in/personnel/Portal/News/733_1_1_Transfer%20order.pdf

વર્ષો પહેલા નિવૃત્તિની જાહેરાત કર્યા પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કામ પર પરત ફર્યા છે, તેમણે કહ્યું કે, હું ફક્ત બેસી શકતો ન હતો …નિવૃતિના 7 મહિના પછી બેઝોસે જાહેર કર્યું કે તેઓ તેમના નવા AU સ્ટાર્ટઅપ પ્રોમિથિયસને લોન્ચ કરવા માટે ઓપરેશનલ ભૂમિકામાં પાછા ફરશે. 62 વર્ષીય અબજોપતિએ કહ્યું કે ફરીથી સહ-CEO બનવું એ “ટાઇપ 2 મજા” છે – એક પ્રકારનો પડકાર જે પર્વત પર ચઢ્યા પછી જ ફળદાયી લાગે છે. પ્રોમિથિયસ બેઝોસનું મુખ્ય ધ્યાન બની ગયું છે. આ સ્ટાર્ટઅપ, જે ભૌતિક કાર્યો માટે AI મોડેલ્સ બનાવે છે, જેમાં એન્જિનિયરોને ડિઝાઇન અને ઉત્પાદનમાં વધુ ઝડપથી મદદ કરવા માટેના સાધનોનો સમાવેશ થાય છે

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતાં જ સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે. સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી.
કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

દિલ્હીમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મનોરંજન જગતમાં રોષ જોવા મળ્યો છે. જાણીતા ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જે કંઈ થયું તે ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ.” દિલજીત ઉપરાંત શબાના આઝમી, રિતેશ-જેનિલિયા દેશમુખ જેવા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.
© Copyright by Cia 2018. All rights reserved.
© Copyright by Cia 2018. All rights reserved.