CIA ALERT
By CiA Live
22 Jul 2026 Gujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટીની લેટેસ્ટ માહિતી

તા.22મી જુલાઇને બુધવારે સવારે 09 કલાકની વિગત : મહત્તમ સપાટી - 138.68 મીટર હાલની સપાટી - 127.80 મીટર ગ્રોસ સ્ટોરેજ - 6417.80 MCM સ્ટોરેજ (%) - 67.84 % પાણીની આવક - 16335.00 ક્યુસેક નદીમાં પાણીની જાવક - 611 ક્યુસેક કેનાલમાં પાણીની જાવક - 12359.00 ક્યુસેક કુલ જાવક : - 12970.00 ક્યુસેક છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 04 સે.મી.નો વધારો
By CiA Live
22 Jul 2026 Gujarat

ટેક્સટાઇલ વેપારીઓને સાવધાની રાખવા FOSTTA ની સૂચનાઃ સુરતમાં અવિરત વરસાદ, ફરી બેઝમેન્ટ, અન્ડગ્રાઉન્ડ સ્ટ્રક્ચરર્સમાં પાણી ભરાવાની સંભાવના

By CiA Live
22 Jul 2026 Vishva

સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23/7થી 2/8 સુધી કોમનવેલ્થ ગેમ્સ, Team India માં 128 ખેલાડીઓ

કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રમાશે. આ ગેમ્સમાં ભારત 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) ભાગ લેશે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલિના બોરગોહેન જેવા સ્ટાર ખેલાડી છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ઉદ્ઘાટન સમારોહમાં દેશની ધ્વજ વાહક છે. રમત મંત્રાલયે આ ગેમ્સ માટે 191 સભ્યોની ભારતીય દળની મંજૂરી આપી દીધી છે, જેમાં 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) અને 51 ટીમ ઓફિસિઅલ્સનો સમાવેશ થાય છે. ખર્ચ ઘટાડવા માટે ગેમ્સને માત્ર 10 ઇવેન્ટ્સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જેમાં 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), બોલ્સ અને પેરા બોલ્સ, બોક્સિંગ, સાયકલિંગ ટ્રેક અને પેરા સાયકલિંગ ટ્રેક, જુડો, નેટબોલ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગનો સમાવેશ.
By CiA Live
22 Jul 2026 Bharat

મધ્ય કાશ્મીરમાં પત્તાના મહેલની જેમ દુકાનો પૂરના પાણીમાં ધસી પડી

https://twitter.com/KoshurNewton/status/2079565064957522339
By CiA Live
22 Jul 2026 Gujarat

Valsad માં 8.1 ઇંચ જ્યારે કપરાડામાં 14 ઇંચ વરસાદ ઝીકાયો

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 22/07/2026 મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
By CiA Live
22 Jul 2026 Gujarat

સુરતમાં ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડ્સનું કમળ અવકાશમાં ખીલ્યું

સુરતની લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા 32 LGD અને સોનાથી બનેલા કમળનું કુત્રિમ ફૂલ તાજેતરમાં અવકાશમાં લોંચ કરવામાં આવેલા વિક્રમ-1 યાનમાં સવાર થઇને અવકાશમાં પહોંચી ચૂક્યું છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીથી લગભગ 450 કિમી ઉપર ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યું છે. સુરતમાં બનેલા એ લેબગ્રોન લોટસને કોસ્મોસ બ્લૂમ નામ આપવામાં આવ્યું છે, આ પેલોડ અવકાશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ખુલ્યું હતું, જે સંપૂર્ણપણે સુરતમાં બનાવેલા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની તેજસ્વીતા દર્શાવે છે. હીરા ઉગાડવા અને તેમને પોલિશ કરવાથી લઈને ઝવેરાત ડિઝાઇન અને ઉત્પાદન સુધી, રચનાનો દરેક તબક્કો ડાયમંડ સિટી સુરતમાં પાર પાડવામાં આવ્યો છે.
By CiA Live
22 Jul 2026 Gujarat

Surat: 22 જુલાઇ સુધીમાં સુરતના વિવિધ તાલુકાઓમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે તે ઉપરોક્ત માહિતી પરથી જાણી શકાય છે

By CiA Live
22 Jul 2026 Bharat

Maruti સુઝુકી 01/08/2026થી વિવિધ Car મૉડૅલોના ભાવમાં રૂ.30,000 સુધીનો વધારો

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.
By CiA Live
21 Jul 2026 Bharat

એક દિવસના હોલ્ટ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરાઇ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા એક દિવસના સ્થગિત બાદ આજે 21/07/2026 ફરી શરૂ થઈ. સતત વરસાદ અને યાત્રા માર્ગો પર ભૂસ્ખલનના જોખમને કારણે સાવચેતીના ભાગ રૂપે ગઈકાલે 20/07/2026 યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. ચારધામ યાત્રા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં યોજાઈ રહી છે. યાત્રા માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે યાત્રાળુઓને અપીલ કરી છે કે જો ભારે વરસાદ, ભૂસ્ખલન અથવા અન્ય કોઈ કારણોસર માર્ગ અસ્થાયી રૂપે બંધ થઈ જાય, તો તેઓએ ફક્ત સલામત સ્થળોએ અથવા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારોમાં જ રહેવું જોઈએ અને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
By CiA Live
21 Jul 2026 Gujarat

સુરત એરપોર્ટ પર ગોવા જતી ફ્લાઇટના મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલી નાંખ્યો પછી મચી ગઇ દોડધામ

તા.21 જુલાઇ 2026ને મંગળવારે બપોરે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે અચાનક વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ મચી ગયો હતો. સદનસીબે વિમાન હજુ પણ પાર્ક મોડ પર જ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને અન્ય મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સત્તાવાળાઓએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપી દીધો હતો. એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી મુસાફરની ઓળખ જીતેન્દ્ર મનિયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તે ફક્ત ઇમરજન્સી એક્ઝિટ તપાસી રહ્યો હતો; તેણે કહ્યું કે તેણે દરવાજાને સ્પર્શ કર્યો અને તે ખુલી ગયો. પોલીસ હાલમાં તેમના નિવેદનની ચકાસણી કરી રહી છે કે શું આ ઘટના ખરેખર અજાણતામાં બની હતી કે પછી કોઈ અંતર્ગત હેતુ હતો. ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી વિમાનની નવેસરથી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.
By CiA Live
21 Jul 2026 Bharat

પીએમ નિવાસ બહાર કોંગ્રેસ પ્રેરીત ધરણા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને ડિટેઇન કરાયા

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર મંગળવાર તા.21મી જુલાઇની સાંજે કોંગ્રેસ પ્રેરીત ચાલી રહેલા ધરણાં સ્થળે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો ભારત સમેત સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ભારે વાઇરલ થયા છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીને અલગ અલગ પોલિસ સ્ટેશનો પર લઇ જવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી અટકાયતમાં લેવાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
By CiA Live
21 Jul 2026 Gujarat

Gujarat વહીવટી તંત્રમાં 28 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ટ્રાન્સફર અધિકારીઓનું લિસ્ટ વાંચવા લિંક પર ક્લીક કરો. https://gad.gujarat.gov.in/personnel/Portal/News/733_1_1_Transfer%20order.pdf
By CiA Live
21 Jul 2026 Vishva

નિવૃત્તિની કામ પર પરત ફર્યા Amazon સ્થાપક જેફ બેઝોસ: હું ફક્ત બેસી શકતો ન હતો …

વર્ષો પહેલા નિવૃત્તિની જાહેરાત કર્યા પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કામ પર પરત ફર્યા છે, તેમણે કહ્યું કે, હું ફક્ત બેસી શકતો ન હતો …નિવૃતિના 7 મહિના પછી બેઝોસે જાહેર કર્યું કે તેઓ તેમના નવા AU સ્ટાર્ટઅપ પ્રોમિથિયસને લોન્ચ કરવા માટે ઓપરેશનલ ભૂમિકામાં પાછા ફરશે. 62 વર્ષીય અબજોપતિએ કહ્યું કે ફરીથી સહ-CEO બનવું એ "ટાઇપ 2 મજા" છે - એક પ્રકારનો પડકાર જે પર્વત પર ચઢ્યા પછી જ ફળદાયી લાગે છે. પ્રોમિથિયસ બેઝોસનું મુખ્ય ધ્યાન બની ગયું છે. આ સ્ટાર્ટઅપ, જે ભૌતિક કાર્યો માટે AI મોડેલ્સ બનાવે છે, જેમાં એન્જિનિયરોને ડિઝાઇન અને ઉત્પાદનમાં વધુ ઝડપથી મદદ કરવા માટેના સાધનોનો સમાવેશ થાય છે
By CiA Live
21 Jul 2026 Sthanik

Delhi માં બીજું સંકટ, ખેડૂતોની દિલ્હી તરફ કૂચઃ શંભુ બોર્ડર સીલ

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.
By CiA Live
21 Jul 2026 Gujarat

Gujarat ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 5 દિવસ Yello Alert

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
By CiA Live
21 Jul 2026 Bharat

NEET Paper Leak: પીએમ મોદીનું સ્ટેટમેન્ટ, દોષિતોને સજા અને ભવિષ્યમાં જડબેસલાક્ વ્યવસ્થા

સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતાં જ સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે. સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી.કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.
By CiA Live
21 Jul 2026 Bharat

દિલજીત દોસાંઝેની પોસ્ટ વાઇરલ, મને દેશદ્રોહી કહેવામાં આવશે…

દિલ્હીમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મનોરંજન જગતમાં રોષ જોવા મળ્યો છે. જાણીતા ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, "જે કંઈ થયું તે ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ." દિલજીત ઉપરાંત શબાના આઝમી, રિતેશ-જેનિલિયા દેશમુખ જેવા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.