CIA ALERT

Ambani Family હવે લંડનના રહેવાસી ??

Share On :

મુકેશ અંબાણીનો પરિવાર ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાંના નવા ઘરમાં દિવાળી ઊજવી રહ્યો છે : ભવિષ્યમાં તેઓ થોડો સમય મુંબઈમાં અને બાકીનો સમય લંડનના સેકન્ડ હોમમાં વિતાવે એવી પૂરેપૂરી શક્યતા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભવિષ્યમાં તેમનો સમય લંડન અને મુંબઈ વચ્ચે વહેંચી શકે છે એવું સૂત્રો પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અંબાણી પરિવારે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાં ૫૯૨ કરોડ રૂપિયામાં ૩૦૦ એકરની જમીનમાં કન્ટ્રી ક્લબ ખરીદ્યું છે, જે ભવિષ્યમાં અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ બનશે. ભવિષ્યમાં અંબાણી પરિવાર અડધો સમય લંડનના આ ૪૯ બેડરૂમના વૈભવી ઘરમાં અને બાકી અડધો સમય મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની ગગનચુંબી ઇમારત ઍન્ટિલિયામાં વિતાવશે.

સૂત્રો કહે છે કે લંડનની પ્રૉપર્ટીમાં અત્યાધુનિક મેડિકલ સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે. ૪,૦૦,૦૦૦ ચોરસફુટના ઍન્ટિલિયામાં કોરોનાકાળ દરમ્યાન થયેલા અનુભવ બાદ અંબાણી પરિવારને બીજા ઘરની જરૂર જણાઈ હતી. લૉકડાઉન દરમિયાન પરિવારે જામનગરમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમના ગ્રુપની રિફાઇનરી છે. આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પણ છે.

સૂત્રો જણાવે છે કે તેમને ચોતરફ ખુલ્લી જગ્યા હોય એવી પ્રૉપર્ટીની શોધ હતી. મુંબઈમાં છે એવી ઊંચી ઇમારતની નહીં. ગયા વરસથી જ નવા ઘરની શોધ શરૂ થઈ ગઈ હતી. સ્ટોક પાર્કનો સોદો પાર પડતાં જ ત્યાં પરિવારની જરૂર પ્રમાણે સજાવવાનું કામ ઑગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :