28/6/21થી અમરનાથ યાત્રા : 1/4/21થી યાત્રા માટે રજિસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક દ્વારા થઇ શકશે
આ વર્ષે અમરનાથ યાત્રાએ જવાનું વિચારતા હોવ તો અત્યારથી તૈયારી કરવા માંડો, કેમકે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડે અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરી છે.
અમરનાથ યાત્રા ૨૦૨૧નો પ્રારંભ ૨૮ જૂનથી કરવામાં આવશે. જોકે, યાત્રા દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
- અમરનાથયાત્રા માટે ૧લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
- પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને કેટલીક યસ બેંકની બ્રાન્ચમાંથી અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે
- તા.૨૨મી ઓગસ્ટ ૨૦૨૧ના પૂર્ણિમા (રક્ષાબંધન)ના દિવસે અમરનાથ યાત્રાને પૂર્ણ જાહેર કરાશે

યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યાની કોઇ મર્યાદા રાખવામાં નથી આવી. બાબા અમરનાથની ૫૬ દિવસની યાત્રા ૨૮મી જૂનથી શરૂ થશે અને ૨૨મી ઑગસ્ટ સુધી ચાલશે. દેશવિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે યાત્રાની વ્યવસ્થાની મોટે પાયે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
યાત્રાળુઓની સુરક્ષા વિશે સતર્ક સરકાર આ વર્ષે રેડિયો ફ્રિક્વન્સી દ્વારા યાત્રાળુઓ પર નજર રાખશે. આ માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરી રાખી છે અને બાલટાલ તથા પહલગામમાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયા છે.
યાત્રાની શરૂઆતમાં યાત્રાળુઓને ટૅગ આપવામાં આવશે અને એની મદદથી એમના પર નજર રાખવામાં આવશે. આ ટૅગની મદદથી આપત્તિના સમયે યાત્રાળુને ઝડપથી મદદ પહોંચાડી શકાશે.
Amarnath Yatra would commence on June 28 on auspicious day of Ashaad Chaturthi & conclude on Shravan Purnima (Raksha Bandhan)
The annual Amarnath yatra to the 3,880-metre high cave shrine in the south Kashmir Himalayas will commence on 28 June 28 and culminate, as per the tradition, on the day of Raskha Bandhan festival on 22 August, officials said today.
A decision to this effect was taken at the 40th board meeting of the Shri Amarnath Shrine Board (SASB) chaired by Lt Governor Manoj Sinha at Raj Bhavan here, the officials said.
The Jammu and Kashmir administration said, “Advance registration of pilgrims from Amarnath Yatra will commence from April 1 through 446 designated branches of Punjab National Bank, Jammu and Kashmir Bank and YES Bank, located in 37 states and UTs.”
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
