ઓક્ટોબરમાં અડધોઅડધ દિવસોએ બેંક હોલીડે : અત્યારથી પૈસાનું સેટિંગ કરી રાખજો નહીંતર અટવાશો : વાંચો કઇ કઇ રજાઓ છે ઓક્ટોબરમાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી 48 કલાકમાં બેસતો મહિનો ઓક્ટોબર 2020 શરૂ થશે. હિન્દુ સંસ્કૃતિ મુજબ ઓક્ટોબર મહિનો એટલે તહેવારોના દિવસો. આ વખતે અધિક માસના કારણે ઓક્ટોબર માસમાં દિવાળી નૂતનવર્ષના તહેવારો નથી આવતા આમ છતાં બેંકોમાં અઢળક હોલીડેઝ ઓક્ટોબર મહિનામાં આવી રહ્યા છે. લૉકડાઉન પછી હજુ સુધી ધંધા રોજગારો પૂર્ણ ક્ષમતાએ શરૂ થઇ શક્યા નથી અને અધૂરામાં પૂરું નવરાત્રી, દશેરાના તહેવારો આવી રહ્યા છે ત્યારે વાચકોને અગાઉથી નાણાકીય વ્યવસ્થા કરી રાખવામાં સુગમતા પડે એ હેતુથી અહીં એડવાન્સમાં ઓક્ટોબર માસની બેંક હોલિડેઝની ડિટેઇલ રજૂ કરવામાં આવી છે.

નિમ્નદર્શિત બેંક હોલિડીઝ દેશના જુદા જુદા રાજ્યો અને અને તેમાં પ્રચિલત તહેવારો પર આધારિત છે. જે રાજ્યોમાં લોકલ હોલીડે હશે એ સિવાયના અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.
ઓક્ટોબર માં આવનારી બેંક હોલીડેઝની યાદી
- 02 ઓક્ટોબર શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
- 04 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
- 08 ઓક્ટોબર ગુરુવારે સ્થાનિક રજા
- 10 ઓક્ટોબર શનિવાર બીજા શનિવારની રજા
- 11 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
- 17 ઓક્ટોબર શનિવાર સ્થાનિક રજા
- 18 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
- 23 ઓક્ટોબર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્થાનિક રજા
- 24 ઓક્ટોબર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્થાનિક રજા
- 25 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
- 26 ઓક્ટોબર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્સેશન ડે ગેઝેટેડ રજા
- 29 ઓક્ટોબર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
- 30 ઓક્ટોબર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
- 31 ઓક્ટોબર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સત્તાવાર માહિતી મુજબ ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.
આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
