Gujarat : ૬૪.૨૮ લાખથી વધુ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.
આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.
આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


