CIA ALERT

મોદી સાહેબે ટેસ્ટીંગ વધારવા કીધું અને ગુજરાતમાં 2 દિવસમાં જ એક લાખ કોરોના ટેસ્ટ થયા

Share On :

ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.

  • 12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
  • 13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત

ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.

કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત

છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
  • મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
  • તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
  • બિહારમાં ૭૨૪૮૦૮,
  • આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
  • આસામમાં ૬૫૬૪૦૫,
  • કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
  • ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
  • એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ

  • છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :