1.12 કરોડનાં સિંચાઇ કૌભાંડમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યની ધરપકડ

Share On :

મોરબી જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ સહિતના સિંચાઈ કામમાં થયેલી ગેરરીતિ સબબ તટસ્થ તપાસની માગ કરનાર નેતાના જ પગ તળે આ મુદ્દે રેલો આવ્યો છે. જિલ્લામાં સિંચાઈ કામમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અરજી નહીં કરવા અને વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા નહીં કરવા મળતિયા મારફતે 40 લાખની માગણી કરનાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેના મળતિયા એવા વકીલ ભરત ગણેશીયાની મોરબી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

 

વર્ષ ર017-18 અને ર018-19માં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકામાં સરકારની નાની સિંચાઈ, જુદી જુદી યોજના તળે અનુશ્રવણ તળાવ, ચેક ડેમ સહિતના કામો કરવા માટે કુલ 334 કામોનો અંદાજીત ખર્ચ ર0.31 કરોડનો મંજૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગેરરીતિ થયાની રજૂઆતના આધારે સિંચાઈ વિભાગ દ્વારા મુખ્ય ઈજનેર અને અધિક સચિવ, ગુણવત્તા નિયમન ગાંધીનગરની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો દ્વારા 46 કામની તપાસ કરાઈ હતી.

નોંધપોથીમાં નોંધાયેલા કામો અને સ્થળ તપાસમાં વિસંગતતા જણાતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ર7-9-ર018ના રોજ ગુનો દાખલ થયો હતો. આ મામલે તત્કાલીન કાર્યપાલક સહિત 4 આરોપીની અટકાયત કરાઈ હતી. તપાસ દરમિયાન 46 ઉપરાંત વધુ પાંચ મળી કુલ પ1 કામોમાં 1.1ર કરોડ રૂપિયાની ગેરરીતિ જણાઈ આવી હતી. અન્ય ર83 કામોની ચકાસણી તંત્ર દ્વારા ચાલુ છે.

દરમિયાન આ ઘટનાના મુખ્ય આરોપી એવા ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણી તથા જુદીજુદી મંડળીઓએ ગેરરીતિ છૂપાવવા અલગ અલગ કાર્યકરો, હોદ્દેદારોને નાણાં આપ્યાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. વધુ તપાસ કરતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ આ કામમાં થયેલી ગેરરીતિ બાબતે અરજી નહી કરવા તેમજ વિધાનસભા ગૃહમાં આ બાબતે રજૂઆત નહી કરવા પેટે પોતાના મળતિયા ભરત ગણેશીયા (વકીલ) મારફતે 40 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જેમાં 3પ લાખ રૂપિયામાં સોદો નક્કી કરી મુખ્ય આરોપી તથા મંડળી પાસેથી કટકે કટકે 10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાકીના રપ લાખ રૂપિયા માટે સિક્યુરીટી પેટે એકાઉન્ટનો ચેક મેળવ્યો હતો. આ હકિકત ખુલવા પામતા પુરાવાના આધારે તા.ર8મી ઓક્ટોબર 2018ના રોજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા સીટના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા (ઉ.60, રહે. મોરબી-ર ધર્મસિધ્ધી સોસાયટી-ત્રાજપર)ની અને મળતિયા ભરત દેવજીભાઈ ગણેશીયા (ઉ.વ.38 ધંધો વકીલાત, રહે. હળવદ, વૃક્ષમણી પાર્ક સોસાયટી, સરા રોડ હળવદ)ની મોરબી પોલીસે ધરપકડ કરી હતી.

સિંચાઈ અને ચેકડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે એક તબક્કે ખુદ ધારાસભ્યએ તટસ્થ તપાસની માગ કરી હતી. આ તપાસનો રેલો હવે તેમના પગ તળે આવતા ધારાસભ્ય સાબરીયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ ઘટના શહેરભરમાં ચર્ચાના ચકડોળે ચડી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :