CIA ALERT

સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનમાં શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પ્રદર્શન

Share On :

શહેરના કતારગામ ખાતે આવેલા એસએમસી જરીવાલા કોમ્પ્લેક્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસજીએફઆઇ) દ્વારા તાજેતરમાં સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં લગભગ 20 શાળાઓના 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા અગ્રેસર શાંતિ એશિયાટિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર-11 ક્વાડ બોઇઝ કેટેગરીમાં ભાવાર્થ દેસાઇએ પ્રથમ ક્રમ તથા અન્ડર-11 ગર્લ્સ કેટેગરીમાં નેન્સી મિસ્ત્રીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે.આ વિદ્યાર્થીઓની વડોદરા ખાતે ચાલુ મહિને યોજાનારી રાજ્ય સ્તરિય કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :