VNSGUમાં RSS સમર્થક કુલપતિના રાજમાં એક કેપેબલ મુસ્લિમ અધ્યાપક બઢતીથી વંચિત
Jayesh Brahmbhatt
Executive Editor CIA live. 98253 44944
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી પડે એવું વ્યવસ્થા તંત્ર કદાચ આખા વિશ્વમાં પણ નહીં બન્યું હોય. એવું સાભળ્યું હતું કે ડો.શિવેન્દ્ર ગુપ્તાની VNSGUના કુલપતિ પદે નિયુક્તિ RSSના નેતાના ઇશારે થઇ હતી. એ અંગે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.
RSS એક હિન્દુવાદી સંગઠન છે અને અનેક નેતાઓ ભૂતકાળમાં એન્ટી મુસ્લિમ સ્ટેટ્સમેન કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માઇનોરિટી વિરોધી એજન્ડા અખત્યાર કરવામાં આવ્યો હોવાની અનૂભુતિ થઇ રહી છે. વાત છે એક કેપેબલ, ક્વોલિફાઇડ મુસ્લિમ અધ્યાપકની છે કે જેઓ ગુજરાતનું જ નહીં બલ્કે દેશનું ગૌરવ ગણાય છે, એ છે ડો.મુનિર જી. ટીમોલ.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા પર ડો. મુનિર જી. ટીમોલને તા.15 જુન 2018ના રોજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા માટે તેઓ કાયદાકીય રીતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે અને યુનિ.નો નિયમ છે કે સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠક મળે એટલે ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપકને ફુલફ્લેજ ચાર્જ આપવાનો ઠરાવ કરવામાં આવે છે.
શું કહે છે યુનિવર્સિટીનો કાયદો
(1) The Statute 293, which is provided for appointment of HOD in a Department of our University, is as follows:
“There shall be a Head of the Department to be appointed by the Syndicate. The Syndicate shall appoint the senior most full time teacher not below the rank of a Reader from the staff of the Department to work as the Head of the Department. ….”
ફક્તને ફક્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકાર મંડળ પાસે જ પાવર્સ છે કે કોઇપણ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પદે સક્ષમ વ્યક્તિની નિમણૂંક નિયમાનુસાર કરી શકે. આ માટે યુનિ.માં સ્ટેચ્યુટરી પ્રોવિઝન પણ ઉપલબ્ધ છે.
ડો.મુનિર જી. ટીમોલને ઇન્ચાર્જ એચ.ઓ.ડી. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ પદે તા.15 જુન 2018ના રોજ નિમણૂંક આપવામાં આવી એ પછીની વહેલી તકે એટલે કે એ પછીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં તેમને વિધિવત રીતે એચ.ઓ.ડી.નો ચાર્જ સોંપી દેવાનો ઠરાવ થવો જોઇતો હતો. પરંતુ, RSS સમર્થક કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં આ કામને ઇરાદાપૂર્વક વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે.
ડો. મુનિર જી. ટીમોલની હંગામી નિયુક્તિ થયા પછી સિન્ડીકેટ અધિકાર મંડળની બબ્બે સભાઓ યોજાઇ ગઇ. પહેલી મિટીંગ તા.25-06-2018 અને બીજી તા.15-07-2018ના રોજ મળી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકોના એજન્ડા પર એક સક્ષમ મુસ્લિમ અધ્યાપક ડો. મુનિર જી. ટીમોલની નિમણૂંકનું ઔપચારિક કામ નહીં મૂકવાના આદેશ કરવામાં આવ્યા. આવા આદેશ કોના ઇશારે થયા એ તપાસનો વિષય બન્યો છે પરંતુ, સૌથી મોટી ચર્ચાએ શરૂ થઇ છે કે RSS સમર્થક કુલપતિના રાજમાં માઇનોરિટી વર્ગના લોકો સાથે અન્યાય શરૂ થયો છે અને તેની નોંધ કોઇ લેતું નથી એટલે અન્યાયકર્તાઓને વધુ બળ મળી રહ્યું છે.
ડો.મુનિર જી. ટીમોલની નિમણૂંકના મુદ્દે કહેવાય છે કે ખુદ કુલપતિ ડો. ગુપ્તા યુનિ. કાર્યાલયને તેમની નિમણૂંકની દરખાસ્ત સિન્ડીકેટ અધિકારમંડળના એજન્ડા પર લાવવાથી અટકાવી રહ્યા છે. યુનિ.ના એક્સપર્ટ કહે છે કે આ સરાસર અન્યાયકર્તા છે ડો. મુનિર ટીમોલ ખરેખર તમામ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિત તમામ બાબતો પર અપ ટુ ધ માર્ક મેરિટ ધરાવે છે આમ છતાં તેમને હળાહળ અન્યાય તો થઇ રહ્યો છે પરંતુ, તેઓ પોતે પણ અપમાનિત થઇ રહ્યાની અનૂભુતિ ધરાવી રહ્યા છે.
ડો.ટીમોલને નિમણૂંક નહીં આપી ને આટલા હકોથી વંચિત રાખ્યા
ડો. મુનિર જી. ટીમોલને 15 જુન 2018 પછી વહેલી તકે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નિમણૂંક નહીં આપીને RSS સમર્થક કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ ડો. મુનિર જી. ટીમોલને સેનેટ મેમ્બર, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ જેવા અનેક પદોથી વંચિત રાખ્યા છે. હવે જ્યારે સિન્ડીકેટ અધિકાર મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે સેનેટ મેમ્બર તરીકે એક એક મત કિંમતી હોય છે ત્યારે તેમને કાયમી નિમણૂંક અપાશે કે હજુ પણ અન્યાય કરવાની નીતિ ચાલી રહેશે એ જોવું રહ્યું.
આગામી તા.24મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. કુલાધિપતિ એવા રાજ્યપાલ શ્રી કોહલીના હસ્તે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય ત્યારે સેનેટ મેમ્બર માટે આવા દિક્ષાંત સમારોહ જીવનભરનું સંભારણું બની રહેતા હોય છે. સેનેટ મેમ્બર માટે ગર્વની વાત હોય છે કે તેઓ સેનેટર તરીકે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહે. ત્યારે ડો. મુનિર જી. ટીમોલને આ ગર્વથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


