એર-એશિયા અને ઇન્ડિગો સુરતમાં સંખ્યાબંધ ફ્લાઇટ્સ શરૂ કરશે
જયેશ બ્રહ્મભટ્ટ
cialive9@gmail.com
સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં એર એશિયા અને ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા સુરતને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફ્લાઇટ શરૂ કરશે. આ બન્ને એરલાઇન્સ કમસે કમ 8 જેટલી ફ્લાઇટ્સ સાથે સુરતને સાંકળી લેવાનું આયોજન ધરાવે છે જેમા વારાણસી, કોલકાત્તા, જમ્મુ, પટણા જેવા શહેરો સાથે સુરત એરપોર્ટને સાંકળી લેવામાં આવશે.
એક સમયે એકમાત્ર દિલ્હીની ફ્લાઇટ ધરાવતા સુરત એરપોર્ટ પર આગામી દિવાળી સુધીમાં સંખ્યાબંધ ફ્લાઇટ અને એ પણ રાઉન્ડ ધ ક્લોક આવતી જતી જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર એશિયા ચાર નવા પ્લેન ખરીદી રહી છે અને આ ચાર પૈકી 2 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ફાળવી દેવાનું પ્લાનિંગ છે. એર એશિયા દ્વારા સુરત હાલમાં સુરત બેંગ્લોર વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવે છે અને હવે પછી એર એશિયા સુરતથી કોલકાતા, કોલકાતાથી વાયા દિલ્હી અને ત્યાંથી જમ્મુને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ય એક ફ્લાઇટમાં સુરતથી પટણા વચ્ચે પણ ફ્લાઇટ આપવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળે છે. સુરતથી વારાણસી અને પટનાની ફ્લાઇટ કનેક્ટીવીટી ઓગસ્ટમાં શરૂ કરી દેવાશે જ્યારે સુરતથી પટના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવે તેવું શિડ્યુલ ગોઠવાયું છે.
ઇન્ડિગો એરલાઇન્સ 6 ફ્લાઇટ્સ લઇને સુરત એરપોર્ટ ધમધમતુ કરી મૂકશે

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સ ક્ષેત્રમાં નફો કરતી એકમાત્ર કંપની ઇન્ડિગો એરલાઇન્સ પહેલી વખત સુરત એરપોર્ટ પર આવી રહી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડીગો એરલાઇન્સને પોતાની કેબિન માટે લોકેશન પણ ફાળવી દેવાયું છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોએ પોતાનું કામકાજ શરૂ કરવા માટે જરૂરી ફિલ્ડ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જુલાઇમાં 3 ફ્લાઇટ અને એ પછીના મહિને, ઓગસ્ટ 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ સાથે સાંકળીને શરૂ કરવાનું પ્લાનિંગ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. કયા સેક્ટર ઇન્ડિગો પોતાની ફ્લાઇટ શરૂ કરશે હજુ સુધી એ નક્કી નથી, પણ સુરતથી છ ફ્લાઇટ્સ આગામી બે માસમાં શરૂ કરવા અંગેનો નીતિ વિષયક નિણર્ય ઇન્ડિગો એરલાઇન્સે લઇ લીધો છે.
સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું એક્સપાન્સન વર્કની તજવીજ
સુરત એરપોર્ટ પર જેમ જેમ ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વિસ્તાર વધારવાની અનિવાર્યતા પણ થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને રૂ.28 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને એક્સપાન કરવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને આગામી ડિસમ્બર 2018 સુધીમાં મહદઅંશે ટર્મિનલ બિલ્ડંગની સિકલ બદલાય જાય તેવું કામ હાથ ધરી દેવામાં આવશે.
રનવે સાથે ટેક્સી વે પણ સાકાર કરાશે
કોઇપણ એરપોર્ટ સાથે ટેક્સી વે ની અનિવાર્યતા છે. ટેક્સી વે એટલે મેઇન રનવે પર લેન્ડ કરતું પ્લેન રનવે પરથી 27 સેકન્ડમાં ટેક્સી વે પર પહોંચી જવું જોઇએ. જેથી જે તે એરપોર્ટ પરથી અન્ય ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં વધારે સમય ન બગડે કે વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે.
સુરત એરપોર્ટ પર હાલમાં ટેક્સી વે નથી, પરીણામે ટેક્સી વે પણ સાકાર કરવાનું પ્લાનિંગ છે જેથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી શકાશે.
દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ વ્યસ્ત બની જશે : સી.આર. પાટીલ
સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે જે રીતે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે, નવી નવી એરલાઇન્સ સુરત એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી છે એ જોતા દિવાળી સુધીમાં તો સુરત એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટસની યાદીમાં મૂકાય જશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


