CIA ALERT
Shorts
8 Sep 2026 Gujarat

પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય

તા.7, આજે સોમવારે સાંજે કતારગામ, આંબાતલાવડી સ્થિત પાટીદાર વાડી ખાતે યોજાયેલા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્પાદકો, કટ એન્ડ પોલિશ્ડ કરતા કારખાનેદારો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિ વચ્ચે પોલિશ્ડ (તૈયાર) લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો સામૂહિક અને સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે.

Shorts
7 Sep 2026 Gujarat

7/9/26 અમદાવાદમાં આજથી રીક્ષા-ટેક્સી ચાલકોની ચાર દિવસની હડતાળ શરૂ

અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ શરૂ કરી છે. તા.7 સપ્ટેમ્બરને સોમવારે, આજે શહેરની હજારો રિક્ષા અને ટેક્સીના ટાયર થંભી ગયાં છે. ભાડામાં વધારો કરવાની માંગ રિક્ષા અને ટેક્સી સંચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ આજથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આ ચાર દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Shorts
6 Sep 2026 Gujarat

Gujarat દારુ પરમીટ ધારકોને ફેસ રેક્ગ્નિશનથી દારૂ અપાશે

રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે 50 હજારથી વધારે માન્ય પરમીટ ધારક છે, આ તમામ લોકોને સપ્ટેમ્બર મહિનાના ક્વોટામાં ફેસ ચેક કરીને વસ્તુ આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાની ખાસવાત એ છે કે, પરમિટધારકોએ હવે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જે તે માન્ય લીકરશોપ પરથી એમને નિયમિત રીતે આ જ રીત દ્વારા ક્વોટા મળી રહેશે. ચહેરાની ઓળખ અપડેટ થયા બાદ ક્વોટા આપવામાં આવશે. તા.1 સપ્ટેમ્બરથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના બદલે ફેસ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

Shorts
20 Aug 2026 Gujarat

ભાવનગર ડુપ્લિકેટ દારુ કાંડમાં મૃતક આંક 7 પર પહોંચ્યો

ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર મચી ગયો છે, જેમાં 7 યુવકોના કરુણ મોત થયા છે અને 21થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુટલેગરોએ અમદાવાદથી કેમિકલ મગાવીને ભાવનગરના વરતેજમાં તેને રોયલ સ્ટેગની બોટલોમાં 38.59% મિથેનોલ ભેળવી ‘મોતનું મિશ્રણ’ બનાવ્યું હતું. આ રેકેટમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને 4 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. સ્ટેટ મોનિટરિંગ કમિટી તપાસ કરી રહી છે.

Shorts
19 Aug 2026 Gujarat

તરુણ ચુગ ગુજરાત ભાજપના નવા પ્રભારી

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો ફેરબદલ: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા ચુગને આગામી ચૂંટણીઓની વ્યૂહરચના ઘડવા માટે આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવીને રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા આપવામાં આવી છે.

Shorts
2 Aug 2026 Gujarat

15 વર્ષ જૂના કેસમાં Daman ના અપક્ષ MP ઉમેશ પટેલને 2 વર્ષની જેલ અને દંડ

દમણ કોર્ટે વર્ષ ૨૦૧૧ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં મહત્વનો ચુકાદો આપતા વર્તમાન અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલને બે-બે વર્ષની કેદ તેમજ પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ આ સજા સંભળાવવામાં આવી છે, જોકે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે બંને નેતાઓને હાલ જામીન મળી ગયા છે.

Shorts
31 Jul 2026 Gujarat

ઉકાઇ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યુસેક્સ થઇ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં આવેલા ઉકાઇ ડેમમાં આજે તા.31 જુલાઇથી પાણીનો આવરો વધી ગયો છે. આજે સવારથી ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક્સ પાણી આવી રહ્યું છે. Ukai Dam Data: Dt.31.07.2026 @ 16:00 Hrs. Rule Level: 333.00 ft Present Level: 317.76 ft. Inflow: 196406.00 Cusecs. Outflow: 800.00 Cusecs. Present Live Storage: 2771.37 MCM (41.18%) – Present Capacity: 3455.76 MCM (46.61%)

Shorts
31 Jul 2026 Gujarat

Long Weekend શુક્ર-શનિ સ્કુલ કોલેજોથી કારખાના, મિલો સુધીના એકમો વરસાદને કારણે બંધ અને રવિવારે રજા

આજે તા.31મી જુલાઇના રોજ જિલ્લા કલેક્ટર અને અધિકારીઓની મિટીંગ બાદ આજે શુક્રવાર અને આવતીકાલ તા.1લી ઓગસ્ટને શનિવારે સુરત શહેર જિલ્લાના તમામ ઉદ્યોગ, ધંધા, કારખાનાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે શનિવારે સ્કુલ, કોલેજો પણ બંધ રાખવાની સૂચના છે. સુરતની મિલો પણ બે દિવસ બંધ રહેશે. આમ, શુક્ર, શનિ અને રવિવારની રજા મળીને લાંબુ અને અણધાર્યું લોંગ વીકએન્ડ સુરતીઓને મળ્યું છે.

Shorts
30 Jul 2026 Gujarat

2 ઓગસ્ટ સુધી રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિત કુલ 13 જિલ્લાઓ માટે હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવાની સાથે આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Shorts
27 Jul 2026 Gujarat

Gujarat ના 13 એથ્લિટ્સ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો

કેન્દ્રીય રમતગમત મંત્રાયલ દ્વારા ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં 13 ખેલાડીઓ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ખેલના મેદાનમાં પ્રતિસ્પર્ધીને હરાવવા માટે પોતાના મૂળ ક્ષમતા કરતા વધારે ક્ષમતા પેદા કરવા માટે રમતવીરો જીવલેણ અને મોંઘા ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.2024માં 6 ગુજરાતી એથ્લેટ્સ, વર્ષ 2025માં 5 ગુજરાતી એથ્લેટ્સ અને 2026માં 2 ગુજરાતી એથ્લેટ્સ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતાં.

Shorts
25 Jul 2026 Gujarat

MBBS અને ડેન્ટલના સ્ટેટ ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટા તમામ પ્રવેશ સરકાર નિયુક્ત કમિટી જ કરશે, લેભાગુઓથી દૂર રહેવા સૂચના

ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ 2026ની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે ત્યારે એડમિશન કમિટીએ ઉપરોક્ત સૂચના જારી કરી છે. એડમિશન કમિટીની સત્તાવાર વેબસાઇટ https://www.medadmgujarat.org/ પરથી જ સઘળી કામગીરી હાથ ધરવામાં આવશે.

Shorts
25 Jul 2026 Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ 253 તાલુકામાં વરસાદ, 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

  • રાજ્યમાં તા. 24 જુલાઈ 2026ના છેલ્લા 24 કલાક દરમિયાન 255માંથી 253 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
  • ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 30,736 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે 3,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
  • વરસાદી સ્થિતિના કારણે 1,204 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા અને 4,095 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો.
  • સ્થળાંતર કરાયેલા લોકોમાં વલસાડમાંથી 14,083, નવસારીમાંથી 12,367, સુરતમાંથી 2,810 અને અમદાવાદમાંથી 417 લોકોનો સમાવેશ થાય છે.
Shorts
24 Jul 2026 Gujarat

અમદાવાદ રાજકોટ હાઇ-વે બંધ કરવો પડ્યો, ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસ-વે તરફ વાળ્યો

તા.23મી જુલાઇએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે તા.24મી જુલાઇએ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને બાનમાં લીધા હતા. આજે શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ મુખ્ય ભાગ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. બગોદરા અને સનાથલ વચ્ચે હાઇવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યના વ્યસ્ત હાઈ વે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ હાઇવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો હતો અને ધોલેરા એક્સપ્રેસ વે દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની જાહેરાત કરવી પડી હતી.

Shorts
23 Jul 2026 Gujarat

વલસાડમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ ઝીકાયો, 300 રસ્તાઓ પાણીમાં ગરક

 વલસાડના ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. 300થી વધુ રસ્તાઓ બંધ થયા અને ST બસની 200થી વધુ ટ્રીપ રદ કરાઈ છે. 2,900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF, SDRF અને એરફોર્સ રાહત કાર્યમાં જોડાતા મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી.

Shorts
23 Jul 2026 Gujarat

24/7/26 ને શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતમાં શાળા કોલેજો બંધ રહેશે

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • સુરત શહેર જિલ્લાની તમામ પ્રકારની શાળાઓ અને કોલેજોમાં શુક્રવાર તા.24 જુલાઇએ પણ શિક્ષણ કાર્ય બંધ રહેશે
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સુરત શહેર જિલ્લા ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય તા.24મી જુલાઇના રોજ બંધ રહેશે
Shorts
23 Jul 2026 Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉભી થયેલ સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.
  • તેમણે Valsad જિલ્લા ની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલ ફોનથી વાત કરી બચાવ રાહતની વિગતો મેળવી જરૂર પડે NDFRની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.
  • Surat અને Navsari કલેકટર સાથે પણ વાત કરીને નીચાણ વાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના કરી છે. મુખ્ય સચિવ એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Shorts
23 Jul 2026 Gujarat

Shorts
22 Jul 2026 Gujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટીની લેટેસ્ટ માહિતી

તા.22મી જુલાઇને બુધવારે સવારે 09 કલાકની વિગત :

  • મહત્તમ સપાટી – 138.68 મીટર
  • હાલની સપાટી – 127.80 મીટર
  • ગ્રોસ સ્ટોરેજ – 6417.80 MCM
  • સ્ટોરેજ (%) – 67.84 %
  • પાણીની આવક – 16335.00 ક્યુસેક
  • નદીમાં પાણીની જાવક – 611 ક્યુસેક
  • કેનાલમાં પાણીની જાવક – 12359.00 ક્યુસેક
  • કુલ જાવક : – 12970.00 ક્યુસેક

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 04 સે.મી.નો વધારો

Shorts
22 Jul 2026 Gujarat

ટેક્સટાઇલ વેપારીઓને સાવધાની રાખવા FOSTTA ની સૂચનાઃ સુરતમાં અવિરત વરસાદ, ફરી બેઝમેન્ટ, અન્ડગ્રાઉન્ડ સ્ટ્રક્ચરર્સમાં પાણી ભરાવાની સંભાવના

Shorts
22 Jul 2026 Gujarat

Valsad માં 8.1 ઇંચ જ્યારે કપરાડામાં 14 ઇંચ વરસાદ ઝીકાયો

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 22/07/2026 મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

Shorts
22 Jul 2026 Gujarat

સુરતમાં ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડ્સનું કમળ અવકાશમાં ખીલ્યું

સુરતની લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા 32 LGD અને સોનાથી બનેલા કમળનું કુત્રિમ ફૂલ તાજેતરમાં અવકાશમાં લોંચ કરવામાં આવેલા વિક્રમ-1 યાનમાં સવાર થઇને અવકાશમાં પહોંચી ચૂક્યું છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીથી લગભગ 450 કિમી ઉપર ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યું છે. સુરતમાં બનેલા એ લેબગ્રોન લોટસને કોસ્મોસ બ્લૂમ નામ આપવામાં આવ્યું છે, આ પેલોડ અવકાશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ખુલ્યું હતું, જે સંપૂર્ણપણે સુરતમાં બનાવેલા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની તેજસ્વીતા દર્શાવે છે. હીરા ઉગાડવા અને તેમને પોલિશ કરવાથી લઈને ઝવેરાત ડિઝાઇન અને ઉત્પાદન સુધી, રચનાનો દરેક તબક્કો ડાયમંડ સિટી સુરતમાં પાર પાડવામાં આવ્યો છે.

Shorts
22 Jul 2026 Gujarat

Surat: 22 જુલાઇ સુધીમાં સુરતના વિવિધ તાલુકાઓમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે તે ઉપરોક્ત માહિતી પરથી જાણી શકાય છે

Shorts
21 Jul 2026 Gujarat

સુરત એરપોર્ટ પર ગોવા જતી ફ્લાઇટના મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલી નાંખ્યો પછી મચી ગઇ દોડધામ

તા.21 જુલાઇ 2026ને મંગળવારે બપોરે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે અચાનક વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ મચી ગયો હતો. સદનસીબે વિમાન હજુ પણ પાર્ક મોડ પર જ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને અન્ય મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સત્તાવાળાઓએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપી દીધો હતો. એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી મુસાફરની ઓળખ જીતેન્દ્ર મનિયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તે ફક્ત ઇમરજન્સી એક્ઝિટ તપાસી રહ્યો હતો; તેણે કહ્યું કે તેણે દરવાજાને સ્પર્શ કર્યો અને તે ખુલી ગયો. પોલીસ હાલમાં તેમના નિવેદનની ચકાસણી કરી રહી છે કે શું આ ઘટના ખરેખર અજાણતામાં બની હતી કે પછી કોઈ અંતર્ગત હેતુ હતો. ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી વિમાનની નવેસરથી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Shorts
21 Jul 2026 Gujarat

Gujarat વહીવટી તંત્રમાં 28 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ટ્રાન્સફર અધિકારીઓનું લિસ્ટ વાંચવા લિંક પર ક્લીક કરો. https://gad.gujarat.gov.in/personnel/Portal/News/733_1_1_Transfer%20order.pdf

Shorts
21 Jul 2026 Gujarat

Gujarat ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 5 દિવસ Yello Alert

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.