
રાજ્યસભાના સાંસદ અને એસઆરકે કંપનીના માલિક ગોવિંદ ધોળકિયાના પુત્ર, એસઆરકે કંપનીના ડિરેક્ટર શ્રેયાંશ ગોવિંદ ધોળકિયાને પલસાણા ખાતે આવેલ જમીન ખરીદવા માટે ઈ-સ્ટેમ્પ પેપરની જરૂરિયાત હોઇ, જનરલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા સલોની રામકૃષ્ણ મેવાવાલા તથા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા, મેવાવાલા દંપતિએ ‘સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ’ના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું જણાવતા શ્રેયાંશ ધોળકિયાએ પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ. 76,44,900 નો ચેક આપી રકમ જમા કરાવી હતી. પણ ન તો સ્ટેમ્પ મળ્યા ન તો રૂપિયા પરત મળ્યા.

ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓના સૌથી મોટા સંગઠન સુરત ડાયમંડ એસોસીએશનની કારોબારી મિટીંગ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઇ હતી. મિટીંગમાં એસોસીએશનના વર્ષ 2026-27 માટે ચાલુ વર્ષની ટર્મમાં ફરજ બજાવી રહેલા તમામ હોદ્દેદારોને આગામી ટર્મ માટે પણ રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વર્ષ 2026-27 માટેની હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઇ પી. ખુંટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ એમ. પટેલ, મંત્રી તરીકે ધીરુભાઇ પી. સવાણી, સહમંત્રી તરીકે શ્રીકિર્તીકુમાર એલ. શાહ તથા ખજાનચી તરીકે શાંતિલાલ વી. ધાનાણીની જવાબદારી યથાવત્ રાખવામાં આવી હોવાનું એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.

Senior IAS રાજુકમાર બેનીવાલને સુરત કોર્પોરેશનના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. મહેસાણાના ડીડીઓ તરીકે હર્ષિત મીણાને જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં નાસિર નગરમાં ડિમોલીશનનો મામલો ગરમાયા બાદ તે ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ કારણે સુરતના કમિશનર નાગરાજન વિવાદમાં આવ્યા હતા અને સમગ્ર ટીમવર્ક સામે સવાલ ઊભા થયા હતા. આ કારણે તેજસ પરમારને ઈન્ચાર્જ તરીકેનો ચાર્જ સોંપાયો હતો.

સુરત માહિતી ખાતાની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી કુલ ૫૦૦ નવી PCR (પોલીસ કંટ્રોલ રૂમ) વાન ફાળવવામાં આવી છે. આ પૈકી સુરત શહેરના નાગરિકોની સુખ, શાંતિ, સલામતી અને તાત્કાલિક સેવા અર્થે જન્માષ્ટમી પર્વના દિવસે ૬૫ નવી PCR વાન સુરત શહેર પોલીસને અર્પણ કરવામાં આવી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે.

તાપી જિલ્લામાં આવેલા દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે ડેમની વર્તમાન સપાટી ૩૩૫.૦૨ ફૂટે પહોંચી ગઈ છે, જે નિર્ધારિત રૂલ લેવલ (૩૩૫.૦૦ ફૂટ) કરતાં સહેજ વધારે છે. હાલમાં ડેમમાં ૨૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) થઈ રહી છે, જેને સંતુલિત કરવા માટે તંત્ર દ્વારા તેટલું જ એટલે કે ૨૩,૧૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં (આઉટફ્લો) આવી રહ્યું છે.

સુરતના ડુમસ રોડ સ્થિત રાજહંસ બેલીઝા બિલ્ડિંગમાં પોલીસે દરોડો પાડી ચકચારી હાઈપ્રોફાઈલ દારુ ઝડપી પાડી છે. ટેક્સટાઇલ વેપારી અનુપ પાંપાળિયાના ફ્લેટ પર દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓની અટકાયત કરાઈ. સ્થળ પરથી 14 વિદેશી દારૂની બોટલ, કાર સહિત 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડુમસ પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ તા.14મી ઓગસ્ટની રાત્રે ડુમસ સ્થિત બાપૂજીની વાડી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર ડૉ.હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડૉ.હર્ષ પંડ્યાનું તેના સીનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હતું. જેને પગલે તમામ 4 સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Ukai Dam Data: Dt.06.08.2026 @08:00 Hrs.
Rule Level: 335.00 ft, Present Level: 334.57 ft.
Inflow: 37644.00 Cusecs, Outflow: 23224.00 Cusecs.
Present Live Storage: 4967.22 MCM (73.81 %)
Present Capacity: 5651.61 MCM (76.23 %)

સુરત-ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ નંબર 5ના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન મહાનગરપાલિકાની TP (ટાઉન પ્લાનિંગ) કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની ઝપાઝપી થઈ હતી. આ અણબનાવમાં હાથમાં ફેક્ચર થતાં મનહર વોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમણે ચેરમેન પર મારપીટનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે મહેન્દ્ર દેસાઈએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને કારણે શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આંતરિક શિસ્ત અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ સચિન નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કીમ વિસ્તારના અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે આજે તા.1લી ઓગસ્ટ 2026ના રોજ ફાયર કંટ્રોલ રૂમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે કીમ નજીકના વિવિધ ગામોમાં અનેક નાગરિકો પાણીમાં ફસાયા હતા. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિમાં કોઠવા ગામ, નવી નારોલી, કોસંબા, કુવારડા, તુલસી હોટલ સામે હથોડા ગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત અને બહાદુરીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે ૧૨૫ જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઉપરવાસના જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૮ કલાકમાં ડેમની સપાટીમાં ૪.૫૮ ફૂટનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. તા.૧લી ઓગસ્ટના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૨૩.૯૬ ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં ૪૮૯૦૩૦ ક્યુસેક પાણીની વિપુલ આવક થઈ રહી છે. જ્યારે ડેમ માંથી ૮૦૦ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.

અન્ય નુકસાની અને કામગીરી
વાહનવ્યવહાર પર અસર

આજે તા.31મી જુલાઇના રોજ સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ સર્જાવા પામી હતી. જેને પગલે સુરત મહાનગરપાલિકાની ટીમે સતત આખો દિવસ પાણી નિકાલની કામગીરી હાથ ધરી રાખી હતી. જેની વિગતો નીચે મુજબ છે.
ભારે વરસાદને કારણે આજે સુરત શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ખાસ કરીને ખાડી કિનારે અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 5 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે કામગીરી સુરત મહાનગરપાલિકાએ કરી હતી.
સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા હતા અને હજુ ભરાય તેવી શક્યતાઓ છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, ભેદવાડ ખાડી અને મીઠી ખાડીની સપાટી વધવાથી ઓવરટોપિંગ અને ઓવરફ્લો થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. જો ખાડીનું પાણી બહાર ફેલાશે, તો નીચાણવાળા તેમજ ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

સુરત શહેર-જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા વડોદરાથી ભારતીય સેનાની ટીમને તેડાવાઇ છે. ભારતીય સેનાની નં.૨૦૩ એન્જીનિયર રેજીમેન્ટ સુરત શહેરમાં આવી પહોચી છે. આ ટીમમાં કુલ ૭૦ સભ્યો છે, જે પૈકી એક એન્જિનીયર ટીમ, ઓફિસર સહિત ૧૨ સભ્યો હોય છે. તેમની પાસે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે બોટ છે. જે એક સાથે ૧૫ થી ૨૦ લોકોને રેસ્કયુ કરી શકે છે. એક મેડિકલ ટીમ, એક વ્હીકલ ટીમ, એક રિકવરી ટીમ સાથેની ટીમ સુરતના ઉમરા આવી પહોચી છે.

ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે, કોઈ જાનહાનિ કે અપ્રિય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરત શહેર સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ડુમસ બીચ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં લોકોને કિનારે ફરવા તેમજ દરીયાના પાણીમાં જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ આગામી તા.૭/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુરત જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૯૭ જિલ્લા રસ્તાઓ ઓવર ટોપીંગ, કોઝવે ઓવરટોપીંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો બારડોલી તાલુકાના ૧૬, માંડવીના ૧૫, અરેઠ તાલુકાના ૧૯, માંગરોળના ૩૦, ઉમરપાડા તાલુકાના ૧૧, મહુવાના બે, અંબિકાના બે રસ્તાઓનો વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વિતેલા સપ્તાહમાં સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્કુલ કોલેજોથી લઇને ટેક્સટાઇલ માર્કેટો, વીવીંગ કારખાનાઓ અને ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં ફરજિયાત રજા રાખવાની ફરજ પડી હતી. હવે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે એ રજાનું સેટલમેન્ટ કરતા સુરત શહેરની સેંકડો સ્કુલોમાં આજે રવિવારની રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય જારી છે. ફોસ્ટાએ પણ શનિવારે જાહેરાત કરી દીધી હતી કે રવિવારે સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં વ્યાપારીક કામકાજ રાબેતા મુજબ જારી રાખી શકાશે. આ વખતે પહેલીવાર શ્રાવણ માસ પૂર્વે રવિવારે પણ માર્કેટો શરૂ છે.
મીઠી ખાડીની સપાટી 8.95 મીટરથી વધીને 9 મીટરે પહોંચી છે, જે ડેન્જર લેવલ (9.35 મીટર)થી હવે ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં ખાડી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસવાનું જોખમ ઉભું થયું છે. બીજી તરફ ભેદવાડ ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચે આવતાં થોડી રાહત મળી છે, જ્યારે સીમાડા ખાડી 4.80 મીટરે પહોંચીને ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે, ખાસ કરીને સારોલીમાં 5થી 6 ફૂટ પાણી ભરાતાં પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. વરાછાના યોગીચોક વિસ્તારમાં માર્ગ બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવા છતાં લોકો જોખમ વચ્ચે અવરજવર કરતા જોવા મળ્યા હતા.
તા.24મી જુલાઇને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીના સુરત અને તેમાં સમાવિષ્ટ તાલુકાઓના કુલ વરસાદના આંકડા આ મુજબ છે. સૌથી વધુ વરસાદ પલસાણામાં 70 ઇંચ પડી ચૂક્યો છે. બીજા રાઉન્ડમાં જ સીઝનનો અડધો વરસાદ સુરત અને તેના તાલુકાઓમાં પડી ચૂક્યો છે.
23મી જુલાઇને ગુરુવારે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ સુરત શહેરમાં વરસાદને કારણે નીચેના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:
સુરતમાં સતત ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિને પગલે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA)એ આજે 23 જુલાઈએ શહેરના તમામ કાપડ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રશાસનની ચેતવણી, વધતા જળસ્તર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આજે કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. FOSTTAએ તમામ વેપારીઓને સહકાર આપવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

હવામાન વિભાગે આજે 23/0702026ના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર પાડવામાં આવી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 490 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડમાંથી 300 અને નવસારીમાંથી 190થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં 547 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.
© Copyright by Cia 2018. All rights reserved.
© Copyright by Cia 2018. All rights reserved.