NIRF Ranking 2025 દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં IIT Madras સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર

- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓના રેન્કિંગસ જાહેર કર્યા
- ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ બેંગ્લુરુ બેસ્ટ યુનિવર્સિટી અને બેસ્ટ રિસર્ચ સંસ્થા
- 10મા એનઆઇઆરએફ રેન્કિંગ્સ જાહેર, નવ શ્રેણી અને પાંચ પેરામીટર્સને આધારે પસંદગી
આઇઆઇએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિયુશન બન્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.
સતત સાતમા વર્ષે ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગ્લુરુ ને સતત દસમા વર્ષે પસંદ કરાયું છે.
ઓવરઓલ શ્રેણીમાં આઇઆઇટી, મદ્રાસ પછી આઇઆઇએસસી, બેંગ્લુરુને બીજો અને આઇઆઇટી બોમ્બેને ત્રીજો અને આઇઆઇટી દિલ્હીને ચોથો ક્રમ મળ્યો છે.
સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે આઇઆઇએસસી, બેંગ્લુરુ પછી બીજા ક્રમે જેએનયુ, દિલ્હી, અને ત્રીજા ક્રમે મનિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશનને ત્રીજુ સ્થાન મળ્યું છે. કર્ણાટકની આ યુનિવર્સિટી ટોપ થ્રી રેન્કિંગમાં પસંદ કરાયેલી પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી છે.
બેસ્ટ કોલેજ શ્રેણીમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજને પ્રથમ અને મિરાન્ડા હાઉસને બીજો ક્રમ મળ્યો છે. ટોચની એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં નવ આઇઆઇટીને સ્થાન મળ્યું છે. જ્યારે તિરુચિરા પલ્લીની એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)ને નવમુ સ્થાન મળ્યું છે.
શ્રેષ્ઠ ફાર્મસી કોલેજોમાં નવી દિલ્હીની જામિયા હમદર્દને પ્રથમ પિલાનીના બિરલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બીઆઇટીએસને બીજુ અને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીને ત્રીજું સ્થાન મળ્યું છે.
શ્રેષ્ઠ લો કોલેજોમાં બેંગ્લુરુની નેશનલ લો સ્કૂલને પ્રથમ, દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીને બીજુ અને હૈદ્રાબાદની નેશનલ અકાડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્જ રિસર્ચ (એનએએલએસએઆર)ને ત્રીજુ સ્થાન મળ્યું છે.
મેડિકલ કોલેજોમાં એઆઇઆઇએમએસ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ), નવી દિલ્હીને પ્રથમ, પીજીઆઇએમઇઆર ચંડીગઢને બીજુ અને સીએમસી વેલ્લોરને ત્રીજુ સ્થાન મળ્યું છે. ડેન્ટલ કોલોજેમાં એઇમ્સ દિલ્હી (એઆઇઆઇએમએસ)ને પ્રથમ, ચેન્નઇની સવિતા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસને બીજુ સ્થાન મળ્યું છે.
રિસર્ચ ક્ષેત્રે આઇઆઇએસસી, બેંગ્લુરુને પ્રથમ અને આઇઆઇટી મદ્રાસને બીજો ક્રમ મળ્યો છે. ઓપન યુનિવર્સિટીઓની શ્રેણીમાં ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (આઇજીએમઓયુ)ને ટોચનું સ્થાન મળ્યું છે. જ્યારે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, મૈસૂરુને બીજુ સ્થાન મળ્યું છે.
સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓની (સરકારી યુનિવર્સિટી) શ્રેણીમાં પ. બંગાળની જાદવપુર યુનિવર્સિટીને પ્રથમ અને ચેન્નઇની અન્ના યુનિવર્સિટીને બીજુ અને પંજાબ યુનિવર્સિટીને ત્રીજુ સ્થાન મળ્યું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાએને ઓવર ઓલ, યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ સંસ્થાઓ, ઇનોવેશન, ઓપન યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, સ્કીલ યુનિવર્સિટી, અને સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ્સ (એસડીજી) એમ નવ વહેંચીને પસંદ કરાયા છે.
વિષયને ધ્યાનમાં રાખીને રેન્કિંગસ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ, આર્કિટેક્ચર, પ્લાનિંગ, ડેન્ટલ, એગ્રીકલ્ચર એમ આઠ શ્રેણીમાં ગણાયું હતું.
ટીચીંગ લનિંગ એન્ડ રિસોર્સિસ (ટીએસઆર), રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (આરપી), ગ્રેજ્યુએશન આઉટકમ (જીઓ), આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી (ઓઆઇ) અને પર્સેપ્શન (પીઆર) એમ કુલ પાંચ પેરામીટર્સ (પરિણામો ધ્યાનમાં લેવાયા હતા અને તે પ્રમાણે મળેલા કુલ સ્કોટરના આધારે રેન્કિંગસ અપાયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
