CIA ALERT

SGCCI Secretary નિરવ માંડલેવાલાની FICCI CMSMEના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે વરણી

Share On :

શ્રી નિરવ માંડલેવાલાને FICCI CMSMEના સુરત ( ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના વર્ષ ર૦ર૪–રપના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI CMSME (કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ)ના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે વરણી કરાઇ છે. FICCI – CMSMEના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે શ્રી નિરવ માંડલેવાલાને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.

ડિસેમ્બર ર૦૧૩માં સ્થપાયેલી કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) એ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની એક સંલગ્ન સંસ્થા છે, જે ભારતના ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખાય છે. આ સંસ્થાનો હેતુ ભારતીય MSMEsને સક્ષમ બનાવવા અને તેમની સ્પર્ધાત્મકતા વિકસાવવા માટેનો છે.

આ સંસ્થા સુક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ કરવાના હેતુથી તેઓને મેન્ટર્સ, ઇન્કયુબેટર્સ અને એકસેલરેટર્સ સાથે જોડવાનું કામ કરે છે. એમએસએમઇઝને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમએસએમઇ ક્ષેત્રની કાર્યક્ષમતા પર અસર કરે તેવી નીતિ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને તેઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમજ અન્ય સંબંધિત વિભાગો તથા બેંકોને રજૂઆતો કરવામાં આવે છે.

કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) દ્વારા એમએસએમઇઝને સરકારી યોજનાઓથી તથા ગ્લોબલ ટ્રેન્ડથી માહિતગાર કરવા માટે વિવિધ વર્કશોપ્સ, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ મિટીંગો કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આ સંસ્થા દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને જાન્યુઆરી ર૦રપમાં ગુજરાત એમએસએમઇ સમિટ– ર૦રપનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :