CIA ALERT

ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને મશીનરી અપગ્રેડેશનમાં નવી રાહ ચીંધશે SITEX એક્ષ્પો : SGCCI પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા

Share On :

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે આગામી તા.20થી 22 જુલાઇ દરમિયાન સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્ષટાઇલ મશીનરીના એક્ષ્પો સિટેક્ષ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના કાર્યકાળના સૌથી પહેલા સીટેક્ષ એક્ષ્પો અંગે પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ જણાવ્યું કે જે ઉદ્યોગકારોએ પોતાની ફેક્ટરી, કારખાનામાં ટેક્નોલોજી અને મશીનરી અપગ્રેડેશન કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સીટેક્ષ એક્ષ્પો નવી રાહ ચીંધશે. લેટેસ્ટ ટેક્નોલોજી અને મિકેનિઝમની મશીનરીનો લાઇવ ડેમો સીટેક્ષ એક્ષ્પોમાં જોવા મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે યોજાઇ રહેલા સીટેક્ષ એક્ષ્પો અંગે વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, નીરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, બિજલ જરીવાલા, મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. અત્યાર સુધી ભારતમાં વિવિધ સ્થળે થતા એકઝીબીશનોમાં ૧૧૦૦થી ૧ર૦૦ આરપીએમની સ્પીડ ધરાવતા મશીનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જ્યારે આ એકઝીબીશનમાં એરજેટમાં ૧૬૦૦ આરપીએમની સ્પીડ ધરાવતું મશીનનું પ્રદર્શન કરવામાં આવશે.

સીટેક્ષમાં ખાસ કરીને એરજેટ, વોટરજેટ, મોનો સ્પેટીંગ મશીન, ડિજિટલ પ્રિન્ટીંગ મશીન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એર જેટ મશીન કન્વેન્શનલ લુમ કરતા ૭થી ૮ ગણું વધારે પ્રોડકશન આપે છે. જ્યારે વોટર જેટ મશીન ૬થી ૭ ગણું વધારે પ્રોડકશન આપે છે. આજથી ચાર વર્ષ પહેલા જે ડિજિટલ પ્રિન્ટીંગ મશીન આવતા હતા એ ર૪ કલાકમાં ૧ર૦૦ મીટરનું પ્રોડકશન આપતા હતા, જ્યારે એકઝીબીશનમાં જે ડિજિટલ પ્રિન્ટીંગ મશીન પ્રદર્શિત થનાર છે તે ર૪ કલાકમાં ૬૦૦૦ મીટરનું પ્રોડકશન આપે છે. એટલે પ ગણું વધારે પ્રોડકશન આ મશીન પરથી લઇ શકાય છે.

કોટન નહીં પણ વિસ્કોસ અને પોલીએસ્ટર બેઝ એરજેટ અને વોટરજેટ જોવા મળશે

સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ અને વોટરજેટના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે. સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે. વધુમાં, ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :