શિવસેના : કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લેવા માંગ
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.
ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું.
કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.
શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
