ઇલેક્ટ્રિક વાહનો માટે ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે

દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત વૈદ્યે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરશે.
દુનિયામાં ભારત કાર્બનઉત્સર્જન કરનારો ત્રીજો મોટો દેશ છે. ૨૦૭૦માં આ ઉત્સર્જન નેટ જીરો સુધી પહોંચે એવી વડાપ્રધાને સોમવારે અપીલ કરી હતી.
આજે પેટ્રોલ અને ડીઝલ જ ભારતના વાહનોમાં ઇંધણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યમાં વાહન ઉત્પાદકોને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરવા અંગે વિશ્ર્વાસ બેસે એ રીતનું માળખું કંપની તૈયાર કરી રહી છે.
દેશમાં ઇંધણની જરૂરિયાત વધતી જાય છે અને તેને પહોંચી વળવા બધી જ જાતના ઇંધણો વિકસાવવા પડશે. કંપની દરેક ૨૫ કિમી.ના અંતરે ૫૦ કિલોવૉટ અને ૧૦૦ કિમી.ના અંતરે ૧૦૦ કિલોવૉટની ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. હાલના પેટ્રોલ પંપ પર આ સ્ટેશનો તો ઊભા કરાશે જ ઉપરાંત નવા સ્ટેશનો પણ ઊભા કરાશે.
હાલમાં ૨૮ કરોડ વાહનો દેશમાં દોડી રહ્યા છે અને દર વર્ષે ૨.૫ કરોડ વાહનો ઉમેરાતા જાય છે જેથી પેટ્રોલ-ડીઝલની માગ પણ વધતી જાય છે.
ઇલેક્ટ્રિેક વાહનો હજી ઘણા ઓછા વપરાય છે. આવા વાહનોમાં ટુ-વ્હીલરનું પ્રમાણ ૧ ટકો, ફોર-વહીલરનું પ્રમાણ ૦.૨ ટકા અને થ્રી વ્હીલરનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે.
વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સોમવારે જે જાહેરાત કરી છે એ દિશામાં આગળ વધતી કંપનીનું આ પ્રથમ પગલું છે. આ કાર્ય માટે વાહન ઉત્પાદકો અને વીજળી સપ્લાય કરતી કંપનીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરતી રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


