પાટીદાર બિઝનેસમેનોએ કર્યો સુરતમાં સરદારધામ નિર્માણનો સંકલ્પ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live
ગુજરાતના પાટીદારોની મોટી અને મહત્વની સંસ્થા સરદારધામ દ્વારા GPBS -2022નું 26/27/28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઇ રહ્યું છે, આ બિઝનેસ સમિટનો લોંચિંગ સમારોહ તા.18મી સપ્ટેમ્બર 2021ના રોજ સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદારોએ ભેગા થઇને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે સરદારધામનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં સુરતના અનેક અગ્રણીઓ અને સામાજીક વડાઓની ઉપસ્થિતીમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર બાદ હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.
આ રીતે સાકાર થશે સરદાર ધામ
સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે GPSC UPSC તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહિતના યુવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા કાર્યો માટેના ભવનનું નિર્માણ કરાશે અને અને ફેઝ 2 માં બાળભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનો નિર્માણ પામશે. આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જીલ્લા અને ગ્રામ્યનાં હજારો વિદ્યાર્થીઓને થશે.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં એવું નથી કે ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ અહી સ્થાન હશે. આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઓટૌમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો-કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર ઉપરાંત અને અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. GPBS 2018 અને 2020 ની જેમ આ સમીટમાં પણ પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ વિજેતાઓની માહિતી સભર કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે.

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, સરદારધામના લક્ષબિંદુમાંના એક લક્ષબિંદુ એવા GPBS અને GPBO યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલાઓને માટે અલાયદો સ્પેશ્યલ ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગ રૂપે 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
