CIA ALERT

India Vs England ચોથી ટૅસ્ટ: ઈંગ્લૅન્ડ ઑલઆઉટ @290

Share On :

અહીં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટના બીજે દિવસે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪ ઑવરમાં ૨૯૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ઈંગ્લૅન્ડની ટીમે ભારત પર ૯૯ રનની બઢત મેળવી લીધી હતી. 

ઈંગ્લૅન્ડની ટીમ વતી ૮૧ રન બનાવી પૉપ ટોપ સ્કૉરર રહ્યો હતો. 
વૉક્સે પચાસ રન બનાવ્યા હતા. મોઈન અલીએ ૩૫ રન અને જૉન બૅરિસ્ટોએ ૩૭ રન બનાવ્યા હતા. 

અગાઉ બીજે દિવસે ચાના સમયે ઑલી પૉપેના અણનમ ૭૪ રનની મદદથી ઈંગ્લૅન્ડની ટીમે સાત વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા.  અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની અડધી સદીની મદદથી ૧૯૧ રન બનાવ્યા હતા. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમે ૩૬ રનની બઢત મેળવી લીધી હતી. એક સમયે ઈંગ્લૅન્ડની ટીમ પાંચ વિકેટે ૬૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. પૉપે અને જૉની બૅરિસ્ટો (૩૯ રન)એ ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભોજનના સમયે ઈંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.  ત્યાર બાદ પૉપે સાથે મોઈન અલી જોડાયો હતો અને બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૧ રન નોંધાવ્યા હતા. 
ભારત વતી ઉમેશ યાદવે ૭૬ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહે ૬૭ રનમાં બે વિકેટ, શાર્દૂલ ઠાકુરે ૫૪ રનમાં એક, મોહમ્મદ સિરાજે ૪૨ રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

રમતના પ્રથમ કલાકમાં ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. દિવસની પ્રથમ જ ઑવરમાં વિકેટ ઝડપી ઉમેશ યાદવે કારકિર્દીની ૧૫૦મી વિકેટ ઝડપી હતી.

India Vs England ચોથી ટૅસ્ટ: ભારત ઑલઆઉટ @191

લંડન રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેથી ચોથી ટૅસ્ટના પહેલા દિવસે ભારતની ટીમ ૬૧.૩ ઑવરમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

અગાઉ ચાના સમયે ભારતની ટીમ છ વિકેટે ૧૨૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ઈંગ્લૅન્ડના ફાસ્ટબૉલરો અને સ્વિન્ગ સામે ભારતીય ટીમ રીતસર  ઘૂંટણીયે પડી ગઈ હતી. 
ચાના સમયે રિષભ પંત (૪ રન) અને શાર્દૂલ ઠાકુર (૪ રન) બનાવીને રમતમાં હતા. 

ભારત વતી રોહિત શર્મા (૧૧ રન), કે. એલ. રાહુલ (૧૭ રન), ચેતેશ્ર્વર પૂજારા (૪ રન), વિરાટ કોહલી (૫૦ રન), રવીન્દ્ર જાડેજા (૧૦ રન) અને અજિંક્ય ર્હાણેએ (૧૪ રન), રિષભ પંત ( નવ રન), ઉમેશ યાદવ (૧૦ રન), મોહમ્મદ સિરાજ અણનમ એક રન અને શાર્દૂલે (૫૭ રન) બનાવ્યા હતા. 

ઈંગ્લૅન્ડ વતી જૅમ્સ ઍન્ડરસને ૪૧ રનમાં એક, ઑલી રૉબિનસને ૩૮ રનમાં ત્રણ, ક્રિસ વૉક્સે પંચાવન રનમાં ચાર અને ક્રૅગ ઑવરટને ૪૯ રનમાં એક વિકેટ ઝડપી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :