અનેક કૃષિ પેદાશોના MSP લઘુતમ ટેકાના ભાવ વધારાયા
કેન્દ્રના પ્રધાનમંડળે ભારતીય રેલવેના સંદેશવ્યવહાર અને સિગ્નલિંગની સુવિધા સુધારવા માટે ૭૦૦ મેગાહર્ટઝ બૅન્ડમાં પાંચ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની ફાળવણીને બુધવારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો.
પાકની ૨૦૨૧-૨૦૨૨ની મોસમ (જુલાઇ-જૂન) માટે ડાંગર (કૉમન વૅરાઇટી)નો લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૬૮થી રૂપિયા ૭૨ વધારીને રૂપિયા ૧,૯૪૦ કરાયો હતો.
દરમિયાન, બાજરાના લઘુતમ ટેકાના ભાવને ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૧૫૦થી વધારીને રૂપિયા ૨,૨૫૦ કરાયો હતો.
ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાંના વધારાને લીધે ખેડૂતોને ઘણો લાભ મળશે. ડાંગર મુખ્ય ખરીફ પાક ગણાય છે. નૈર્ઋત્યનું ચોમાસું બેસે તે પછી તેની વાવણી શરૂ થાય છે.
કૉટન (રૂ)ની મીડિયમ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૧૧ વધારીને રૂપિયા ૫,૭૨૬ કરાયો હતો, જ્યારે કૉટનની લૉન્ગ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૦૦ વધારીને રૂપિયા ૬,૦૨૫ કરાયો હતો.
મકાઇનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૫૦થી રૂપિયા ૨૦ વધારીને રૂપિયા ૧,૮૭૦ કરાયો હતો. જુવાર (હાઇબ્રિડ)નો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૬૨૦થી રૂપિયા ૧૧૮ વધારીને રૂપિયા ૨,૭૩૮ કરાયો હતો.
રાગીનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩,૨૯૫થી રૂપિયા ૮૨ વધારીને રૂપિયા ૩,૩૭૭ કરાયો હતો.
કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે દાવો કર્યો હતો કે રેલવેને આ સ્પેક્ટ્રમની ફાળવણીને લીધે રેલવેને મુસાફરોની સલામતી વધારવામાં સહાય મળશે.
રેલવેનો આ પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે પૂરો થશે.
રેલવે હાલમાં પોતાના સંદેશવ્યવહાર માટે ઑપ્ટિકલ ફાઇબર પર આધાર રાખે છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણીથી તે હાઇ-સ્પીડ રેડિયોનો પણ વપરાશ કરી શકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


