કોરોનાના Treatment માટે Zydusની દવા ViraFin ને મંજૂરી

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.
કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.
વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


