CIA ALERT

IPL 21 : આજે (13/4) MI vs KKR : મુંબઇની નજર વિજય પર

Share On :

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે 13/4/21 મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યોં છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સનું પલડું હંમેશા કોલકતા નાઇટ રાઇડર્સ પર ભારે રહ્યંy છે.પાછલી પાંચ સિઝનમાં રમાયેલા 11 મુકાબલામાં મુંબઇએ 10માં જીત મેળવી છે. જયારે કેકેઆરને ફકત એક જીત જ નસીબ થઇ છે. ઓવરઓલ રેકોર્ડ જોઇએ તો બન્ને ટીમ વચ્ચે 27 મેચમાં ટકકર થઇ છે. જેમાં મુંબઇએ 21માં જીત મેળવી છે. બીજી તરફ કોકલતાને ફકત 6 મેચમાં વિજય હાથ લાગ્યો છે.

પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે. જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :